સીએમ રૂપાણીની મદદ ન ભૂલ્યો આ નાનો ભૂલકો, હૉસ્પિટલ પહોંચી ગયો ખબર પૂછવા

સીએમ રૂપાણીની મદદ ન ભૂલ્યો આ નાનો ભૂલકો, હૉસ્પિટલ પહોંચી ગયો ખબર પૂછવા
બાળક વિવેક દાસ

હાલ મુખ્યમંત્રી રૂપાણીની તબિયત સ્થિર છે.

 • Share this:
  વડોદરામાં (Vadodara) રવિવારે 14મી ફેબ્રુઆરીના (14th February) રોજ ભાજપ ચૂંટણી પ્રચાર (BJP Local body Election campaign) દરમિયાન જાહેર સભામાં સંબોધન સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણીની (CM Vijay Rupani) તબિયત અચાનક બગડતા તેઓ અચાનક મંચ પર જ ઢળી (callapses on stage) પડ્યા હતા. જ્યાં તબીબોની ટીમે પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને તાત્કાલીક સારવાર માટે અમદાવાદની (Ahmedabad) યુ. એન. મહેતા હૉસ્પિટલમાં (U. N Mehta Hospital) ખસેડવામાં આવ્યા છે. હાલ મુખ્યમંત્રીની તબિયત સ્થિર છે. ત્યારે વિવેક દાસ (Vivek Das) નામનો નાનો છોકરો સીએમ રૂપાણીની ખબર પૂછવા ગયો હતો.

  વિવેકની બહેનના એડમિશનમાં સીએમે કરી હતી મદદ



  વિવેક દાસ નામનો છોકરો સીએમ રૂપાણીની ખબર પૂછવા માટે અમદાવાદની યુ.એન.મહેતા હૉસ્પિટલ ખાતે પહોચ્યો હતો. વિવેકની બહેનના કેન્દ્રીય શાળામાં પ્રવેશ માટે સીએમને રજુઆત કરી હતી. સીએમ દ્વારા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાને રજુઆત કરાતા બાળકની બહેનનું એડમિશન કેન્દ્રીય શાળામાં થયું હતું. જોકે, પોલીસ પ્રોટોકોલ અંતર્ગત બાળકને કેમ્પસમાં પ્રવેશ આપવામાં નથી આવ્યો. સીએમ બાળકને છોટુ નામથી ઓળખતા હોવાનો પણ તેને દાવો કર્યો છે.

  CM રૂપાણીની તબિયત હાલ સ્થિર, 24 કલાક ડૉક્ટરોની દેખરેખ હેઠળ રખાશે



  સોના-ચાંદીના ભાવમાં છ માસમાં આશરે 10,000 રૂપિયા સુધીનો ઘટાડો, જાણો ખરીદવાનો આ છે યોગ્ય સમય?

  પીએમ મોદીએ ફોન પર પૂછી હતી ખબર

  નોંધનીય છે કે, સીએમની તબિયત બગડી હોવા વિશે જાણ થતા જ પીએમ મોદીએ (PM Narendra Modi) ફોન કરીને તેમના ખબર-અંતર પૂછ્યા હતા. આ ખબર સાંભળતા સીએમ રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણી (Anjaliben Rupani) પણ રાતે જ રાજકોટના નિવાસસ્થાનેથી અમદાવાદ યુ.એન. મહેતા હૉસ્પિટલ આવવા રવાના થઇ ગયા હતા
  Published by:Kaushal Pancholi
  First published:February 15, 2021, 12:17 pm

  ટૉપ ન્યૂઝ