Home /News /madhya-gujarat /

અમદાવાદ ગોડાઉન બ્લાસ્ટ : બે દિવસ પહેલા મારી નોકરી છૂટી ગઇ તો હું બચી ગઇ પણ ભાભીનું મોત થયું અને ભત્રીજી ગંભીર છે

અમદાવાદ ગોડાઉન બ્લાસ્ટ : બે દિવસ પહેલા મારી નોકરી છૂટી ગઇ તો હું બચી ગઇ પણ ભાભીનું મોત થયું અને ભત્રીજી ગંભીર છે

આગ લાગ્સીયા પહેલા અને પછીની સીટીવીમાંથી કાપેલી તસવીરો

ફેકટરીમાં કામ કરતા 15 જેટલા કર્મચારીઓ ધડાકા થતાની સાથે બહાર નીકળવામાં સફળ રહ્યાં હતા.

  અમદાવાદના (Ahmedabad) પીરાણા-પીપળજ રોડ પર આવેલી ગેરકાયદેસર સાહિલ એન્ટરપ્રાઈઝ નામની કેમિકલ ફેક્ટરીમાં (Sahil Enterprise chemical factory) 4 નવેમ્બરનાં રોજ બુધવારે, સવારે 11.22 વાગ્યાની આસપાસ માત્ર 30 સેકન્ડમાં એક પછી એક છ પ્રચંડ બ્લાસ્ટ (Blast) થતા 12 કર્મચારીઓના કરૂણ મોત નીપજયા છે. જ્યારે 9 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા છે. આ ઇજાગ્રસ્તોની સારવાર એલ. જી. હૉસ્પિટલમાં (L. G Hospital) થઇ રહી છે. ફેકટરીમાં અચાનક બ્લાસ્ટ થતા આસપાસના ચાર ગોડાઉનની (godown ) છતો ઊંચે હવામાં ઉડીને પડી હતી. જયારે ફેકટરીમાં કામ કરતા 15 જેટલા કર્મચારીઓ ધડાકા થતાની સાથે બહાર નીકળવામાં સફળ રહ્યાં હતા.

  મળતી માહિતી પ્રમાણે, ત્યાં મોટાભાગે સોડિયમ હાઈડ્રોસલ્ફાટ કે સોલ્વન્ટનો મોટો જથ્થો સંગ્રહ થયેલો જ્યાં કોઈક કારણસર રાસાયણિક રિએક્શન થતાં જ પ્રચંડ વિસ્ફોટ થયો હોઈ શકે. એફએસએલે ઘટનાસ્થળેથી નમુના ભેગા કરી લીધા છે. ફેક્ટરીના માલિકની સાથે પૂછપરછ કરવામાં આવી હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં 24 જેટલી ટીમ તથા NDRFનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તેમણે મોડી રાત સુધી આશરે નવ કલાક સુધી બચાવ કામગીરી કરી હતી. પોલીસે સાહિલ એન્ટરપ્રાઇઝના હેતલ સુતરિયા અને ગોડાઉન માલિક બુટ્ટા ભરવાડ સામે IPC કલમ 304, એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે ફેકટરી માલિક અને ગોડાઉન ભાડે આપનાર બીટુ ભરવાડની અટકાયત કરી હતી.

  'મારી નોકરી છૂટી ગઇ તો બચી ગઇ'

  પૂર્વ કર્મચારી પરવીન શેખનાં જણાવ્યાં પ્રમાણે, બે દિવસ પહેલાં મારી નોકરી છૂટી ગઈ હોવાથી હું બચી ગઈ છું. પરંતુ આ ફેકટરીમાં મારા ભાભી અને ભત્રીજી કામ કરતા હતા. આ સાંભળતા જ હું તરત આવી ત્યારે ખબર પડી કે, મારા ભાભી નઝમુનિસા શેખનું મોત નિપજયુ છે. જયારે ભત્રીજી રિજવાનાની ગંભીર રીતે દાઝી જતા હોસ્પિટલમાં દાખલ કરાઈ છે.

  અમદાવાદ: ગોડાઉનમાં બ્લાસ્ટના ધ્રુજાવી દેતા CCTV ફૂટેજ આવ્યા સામે, 12 લોકોનાં મોત

  Photos: અમદવાદમાં ગોડાઉન બ્લાસ્ટ! આગ વચ્ચે ફાયરની 24 ગાડીઓ અને 60 જવાનોએ દિલધડક ઓપરેશન પાર પાડ્યું

  મૃતકોનાં નામ

  1. જેકલીન ક્રિશ્ચિયન 2. નઝમુનનિશા શેખ 3. રાગીણીબેન ક્રિશ્ચિયન 4. યુનુસભાઈ અલાઉદીન મલેક 5. કલુવા ગુંદુશા 6. મુસ્તુફા સૈયદ 7. મથુરભાઈ ચાવડા 8. રામારામ દેવાસી 9. નીતીનભાઈ પરમાર 10. રંજનબેન ગોડીયા 11. હિતેશ મનુભાઈ પરમાર 12. એન્જલીનાબેન મથુરભાઈ ચાવડા  સારવાર હેઠળ ઈજાગ્રસ્તોનાં નામ

  જ્યારે ઈજાગ્રસ્તો એવા શાંતિબેન કહારી, હેતલબેન પ્રજાપતિ, શમશાદ એહમદ મન્સુરી, રીઝયાના પરવીન, પંચાલ અશ્વિન,નરેશ સોલંકી, રોહન ચૌહાણ, સુબ્રમણ્યમ ક્રિષ્નમૂર્તિ અને સુરેન્દ્ર રામપ્રસાદ બર્ન્સ વોર્ડમાં સારવાર હેઠળ છે
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Godown, અમદાવાદ, આગ, ગુજરાત, વિસ્ફોટ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन