અમદાવાદ ફેક્ટરી આગ બાદ ફેલાયેલા ધુમાડાને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી, આંખમાં બળતરા થઈ

અમદાવાદ ફેક્ટરી આગ બાદ ફેલાયેલા ધુમાડાને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી, આંખમાં બળતરા થઈ
રેલવે ફાટક પાસે આવેલી માતંગી એન્ટરપ્રાઈઝ નામની બંધ પડેલી ફેક્ટરીમાં આગ લાગી હતી. જેના કારણે આપસાસની અન્ય ફેક્ટરીઓ પણ આગની ચપેટમાં આવી ગઇ હતી.

રેલવે ફાટક પાસે આવેલી માતંગી એન્ટરપ્રાઈઝ નામની બંધ પડેલી ફેક્ટરીમાં આગ લાગી હતી. જેના કારણે આપસાસની અન્ય ફેક્ટરીઓ પણ આગની ચપેટમાં આવી ગઇ હતી.

 • Share this:
  અમદાવાદમાં મંગળવારે મોડી રાતે આશરે સડાબાર વાગ્યાની આસપાસ વટવા-વિંઝોલ રેલવે ફાટક પાસે આવેલી માતંગી એન્ટરપ્રાઈઝ નામની બંધ પડેલી ફેક્ટરીમાં આગ લાગી હતી. જેના કારણે આપસાસની અન્ય ફેક્ટરીઓ પણ આગની ચપેટમાં આવી ગઇ હતી. મળતી માહિતી પ્રમાણે, આ આગ કુલ છ ફેક્ટરીમાં પ્રસરાઇ હતી. આ પ્રચંડ આગને બૂઝાવવા માટે 40 જેટલા ફાયર ફાઇટરની મદદ લેવામાં આવી હતી. આ સાથે 100 જેટલા ફાયર જવાનો આ કામમાં લાગેલા હતા. આ પ્રચંડ આગને કારણે આખા વિસ્તારમાં ધુમાડો ફેલાયો હતો જેના કારણે આસપાસનાં રહીશ વિસ્તારોમાં પણ ધુમાડો ફેલાતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી.

  કંપનીમાં સોલવન્ટ ભરેલા ડ્રમ હતા  માતંગી એન્ટરપ્રાઇઝ કેમિલક કંપનીમાં સોલવન્ટ ભરેલા ડ્રમ હતા. સોલવન્ટ જ્વલનશીલ હોવાને કારણે ઘણાં મોટા ધડાકા થયા હતા. કેમિકલમાં આગ લાગતા ફાયર ફાઇટરનાં જવાનોએ આગ બૂઝાવવાની કામગીરી તો શરૂ કરી દીધી હતી. પરંતુ આ કેમિકલ સોલવન્ટ હોવાને કારણે આગ બુઝાયા બાદનો ધુમાડો ફેલાવવાને કારણે આ આસપાસના રહીશોને શ્વાસ લેવામાં થોડી તકલીફ પડી રહી છે. આ સાથે આ ધુમાડાના કારણે લોકોની આંખો પણ બળી રહી છે.

  અમદાવાદ: બે કેમિકલ કંપનીઓમાં લાગી પ્રચંડ આગ, અન્ય ચાર ફેક્ટરીઓમાં પ્રસરાઇ, બ્રિગેડ કોલ જાહેર

  'આ લુખ્ખો પોલીસવાળો નીકળ્યો, પબ્લિકને હેરાન કરશે,' કહેનારા યુવક અને પોલીસ પરિવાર વચ્ચે બબાલ

  દૂર દૂરથી દેખાતી હતી આગ

  કંપનીઓમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂરથી આકાશમાં આગની જ્વાળાઓ દેખાઇ રહી હતી. આગને કારણે કેમિકલના જથ્થામાં થયેલા ધડાકા ઇસનપુર સુધી સંભળાયા હતાં. ધડાકાઓ સાથે આગ લાગતા વિંઝોલ અને વટવા વિસ્તારમાં રહેતા નાગરિકો પણ ઉંઘમાંથી જાગી ગયા હતાં. આગને કારણે ઉમટેલા ધુમાડા અને પ્રચંડ અવાજથી લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં વટવા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો.  કોઇ જાનહાની નથી

  સદનસીબે, આ આગ રાતનાં સમયે લાગી હતી જેથી અહીં કોઇ કર્મચારીઓ હતા નથી જેથી કોઇ જાનહાનીની સમાચાર સામે આવ્યાં નથી. આ ફેક્ટરીઓમાં નાઇટ શિફ્ટ નથી ચાલતી એટલે અહીં કર્મચારીઓ હતા નહીં. જેના કારણે મોટી જાનહાની ટળી છે.
  Published by:Kaushal Pancholi
  First published:December 09, 2020, 09:09 am

  ટૉપ ન્યૂઝ