કોરોનાના વધતા કેસ વચ્ચે અમદાવાદની GCS હૉસ્પિટલમાં 200 તબીબો હડતાળ પર

કોરોનાના વધતા કેસ વચ્ચે અમદાવાદની GCS હૉસ્પિટલમાં 200 તબીબો હડતાળ પર
ડૉક્ટર્સએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ છે અને જ્યાં સુધી સરકાર અને સંસ્થા દ્વારા નિર્ણય ન લેવાય ત્યાં સુધી હડતાળ યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી છે. 

ડૉક્ટર્સએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ છે અને જ્યાં સુધી સરકાર અને સંસ્થા દ્વારા નિર્ણય ન લેવાય ત્યાં સુધી હડતાળ યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી છે. 

  • Share this:
અમદાવાદ : એકતરફ કોરોના વાયરસના (coronavirus) કેસ વધી રહયા છે અને અમદાવાદની (Ahmedabad) હૉસ્પિટલો દર્દીઓથી ફૂલ થઈ રહી છે. તેવામાં અમદાવાદની ગુજરાત કેન્સર સોસાયટી હોસ્પિટલમાં (Gujarat cancer society hospital) એક સાથે 200 ડોકટર્સ હડતાળ પર ઉતરી ગયા છે. ઇનસેન્ટિવ અને ફી ઘટાડાને માંગ સાથે ડૉક્ટર્સએ હડતાળનું (Doctors on strike) શસ્ત્ર ઉગામ્યુ છે અને જ્યાં સુધી સરકાર અને સંસ્થા દ્વારા નિર્ણય ન લેવાય ત્યાં સુધી હડતાળ યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી છે.

અમદાવાદના ચામુંડા બ્રિજ નીચે આવેલી GCS હોસ્પિટલના 200 તબીબો હડતાળ પર ઉતરતા હોસ્પિટલમાં દોડધામ મચી છે. કારણ કે, એક તરફ કોરોનાના દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેવામાં જ ડૉક્ટરઓએ આ પગલું ભરતા હોસ્પિટલનું તંત્ર ખોરવાયું હતું.Delhi Corona Updates: સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું- હવે લૉકડાઉનનું કોઇ લોજીક નથી

ગુજરાતમાં કોરોનાના કેસ વધવાથી AMAની સરકારને રજૂઆત : શાળાઓ ડિસેેમ્બરમાં શરૂ કરે

હૉસ્પિટલના રેસિડેન્ટ તબીબોના આગેવાન ડો વિરલે જણાવ્યું કે, છેલ્લા 6 મહિનાથી કોવિડમાં ડ્યુટી આપતા તબીબોમાં નારાજગી છે. મેડીકલ ક્ષેત્રે અભ્યાસ કરતા તબીબોને કોવિડ ડ્યુટી આપી છે. હડતાળ પર ઉતરેલા ડોકટર્સમાં કોઈ મેડિસિન, કોઈ ઇએન્ડટી, હાર્ટ જેવા સ્પેશિયલાઇઝેશનનો અભ્યાસ કરે છે. તેની જગ્યાએ સૌને કોવિડમાં ડ્યુટીમાં લગાવેલા છે.ડૉક્ટર વર્ષે 15 લાખથી 40 લાખ  ફી ભરીને અભ્યાસ કરે છે પણ મેડિકલ ક્ષેત્ર વિધાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે. આ ઉપરાંત કોરોના સમયે રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવેલ ઇનસેન્ટિવ મળતું નથી. દરેક તબીબ માટે 25 હજાર ઇનસેન્ટિવ અને કોઈ  ડોકટર કોરોના સંક્રમિત થાય તો તેમને તે માટે પણ વળતરની જાહેરાત કરાઈ હતી પણ તે 6 મહિનાથી મળ્યું જ નથી.ડૉ. સંદીપે જણાવ્યું કે, 200 જેટલા મેડીકલ ક્ષેત્રના રેસિડેન્ટ ડૉકટરો હડતાળ પર ઉતર્યા છે.  અમને જ્યાં સુધી કોવિડ ડ્યુટીમાં રાખ્યા છે તે 6 મહિના  ફીમાં ઘટાડો થાય તેવી અમારી માંગ છે. આ માટે અનેકવાર મેનેજમેન્ટ ને રજૂઆત કરી છે પણ તે માટે કોઈ નિરાકરણ આવ્યું નથી. હાલ કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે આ પ્રકારની હડતાળ યોગ્ય નથી તે અમે જાણીએ છીએ. પણ અત્યારે જ એ માંગણીઓ સ્વિકારાય તે જરૂરી છે.  મહત્વનું છે કે, કોરોનાના આ સંક્રમણમાં ડૉક્ટરો દ્વારા કોઈપણ રજા લીધા સિવાય ડ્યુટી કરી છે અને દિવાળીના તહેવારમાં પણ કોઈએ રજા રાખી નથી તો જો ડોકટર્સ આવી મહામારીની પરિસ્થિતિમાં સમજી શકતા હોય તો હવે સરકારે પણ સમજવું પડશે.
Published by:Kaushal Pancholi
First published:November 18, 2020, 15:22 pm