અમદાવાદ: શહેરમાં (Ahmedabad) આવેલી સિવિલ હોસ્પિટલ (CIvil Hospital) ખાતે 40 દિવસના ગાળામાં ચોથું અંગદાન (organ Donation) કરાવવામાં આવ્યું. નરોડા વિસ્તારમાં રહેતા બ્રેઈનડેડ (Brain dead) જાહેર કરાયેલા ધર્મેશભાઈ પટેલનું 'SOTTO' ના માધ્યમથી અંગદાન કરાવવામાં સફળતા મળી.
નરોડા વિસ્તારમાં રહેતા બ્રેઈનડેડ જાહેર કરાયેલા ધર્મેશભાઈ પટેલનું 'SOTTO' ના માધ્યમથી અંગદાન કરાવવામાં આવ્યું. બ્રેઈનડેડ એવા 42 વર્ષીય ધર્મેશભાઈ પટેલના પરિવારજનોએ અંગદાન માટે આપેલી સંમતીને કારણે 4 લોકોને નવજીવન મળ્યું છે. ધર્મેશભાઈ પટેલના પરિવારજનોએ તેમના બ્રેઈનડેડ સ્વજનની બે કિડની, એક લીવર અને બે આંખો દાન કરવાનો નિર્ણય લીધો હોવાનું તેમના પરિવાર જનોએ જણાવ્યું હતું. બે કિડની, એક લીવર અને બે આંખોની મદદથી અન્ય 4 લોકોને નવજીવન મળ્યું છે.
આ અંગે વાત કરતા ધર્મેશ ભાઈના બનેવી ઇન્દ્રવદન પટેલ અને સિવિલના એડિશનલ સુપ્રીટેન્ડન્ટ ડો.રજનીશ પટેલએ જણાવ્યું કે, બાથરૂમમાં નાહતા સમયે ધર્મેશભાઈને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. ત્યારે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ ડોક્ટરોએ ધર્મેશભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.
પરિવારજનોને ધર્મેશભાઈ બ્રેઈનડેડ છે એ અંગે જાણ થતાં અંગદાન કરવા અંગેનો વિચાર આવ્યો હતો. પરિવારની સંમતિ મળતા સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા ખાનગી હોસ્પિટલમાંથી તમામ તપાસ કર્યા બાદ બ્રેઈનડેડ ધર્મેશભાઈને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ખાનગી હોસ્પિટલમાંથી સિવિલ હોસ્પિટલમાં લાવતા સમયે રસ્તામાં ધર્મેશભાઈનું હાર્ટ બે વાર બંધ થયું,
રસ્તામાં જ ડોકટરોએ ઇન્જેક્શન આપી ઝડપથી સિવિલ હોસ્પિટલ સુધી પહોંચાડવામાં સફળતા મળી હતી. અને તેમના પરિવારજનોના નિર્ણય મુજબ સિવિલ હોસ્પિટલએ સફળતા હાંસલ કરી ચાર લોકોને નવજીવન અપાવ્યું છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર