Home /News /madhya-gujarat /

અમદાવાદ : 'પગાર નહી આપું, બહેનને ઉઠાવી જઇશ,' કહી બોસના ભાઇએ અનેકવાર આચર્યું દુષ્કર્મ

અમદાવાદ : 'પગાર નહી આપું, બહેનને ઉઠાવી જઇશ,' કહી બોસના ભાઇએ અનેકવાર આચર્યું દુષ્કર્મ

પ્રતીકાત્મક તસવીર

માલિકનો ભાઈ હોવાથી યુવતી તે બાબતને નજરઅંદાજ કરતી હતી. યુવતીને રિયા પણ કહેતી કે, સુમિત કહે તેમ તારે કરવાનું, હું તને બોલાવું ત્યારે તારે આવી જવાનું.

અમદાવાદ :  શહેરના ઈસનપુર વિસ્તારમાં આવેલી એક કંપનીની ઓફિસના માલિકની બહેન કામના બહાને રજાના દિવસે યુવતીને જોબ પર બોલાવતી અને બાદમાં માલિકનો નાનો ભાઈ યુવતી પર દુષ્કર્મ આચરતો હોવાની ફરિયાદ શહેરના ઇસનપુર પોલીસસ્ટેશન માં નોંધાઈ છે. નોકરી અને પગાર ન મળવાના ડરથી યુવતી આરોપીના તાબે થતી હતી. પણ બાદમાં આ ત્રાસ વધુ સહન ન થતા યુવતીએ આ અંગે કંપનીના માલિક તેના ભાઈ અને બહેન સહિતના મળતીયા ઓ સામે ફરિયાદ નોંધાવી છે. જે યુવકે બળાત્કાર ગુજાર્યો તેને પગલે યુવતી ગર્ભવતી પણ થઈ હતી. આરોપીઓએ અનેક દિવસ સુધી યુવતીને બારેજા સ્થિત તેઓના મકાનમાં ગોંધી રાખી બાદમાં ઘરે મૂકી ગયા હતા.

મૂળ હરિયાણાની 19 વર્ષીય યુવતી તેના માતા-પિતા, બહેન અને ભાઈ સાથે નારોલમાં રહે છે. યુવતી પહેલા નારોલ ખાતેના એક કારખાનામાં નોકરી કરતી હતી. બાદમાં તે નોકરી તેણે છોડી દીધી હતી. ત્યારબાદ તેની ફ્રેન્ડ થકી તે ઈસનપુર ચાર રસ્તા પાસે અમીન કોમ્પ્લેક્ષમાં આવેલી ટી.વી.એસ ટ્રેલર નામની કંપનીની ઓફિસમાં નોકરીએ લાગી હતી. વર્ષ 2019ના જૂન માસમાં યુવતીએ કંપનીની ઓફિસમાં માલિક સન્ની ઉપ્પલને નોકરી માટે ઇન્ટરવ્યૂ આપ્યો હતો. જેમાં તેનો પગાર મહિનાનો રૂ. 8 હજાર નક્કી કરાયો હતો અને શનિ રવીની રજા પણ નક્કી થઈ હતી. કંપનીમાં સન્ની ઉપ્પલની બહેન રિયા અને ભાઈ સુમિત પણ આવતા હતા. નોકરી દરમિયાન સુમિત સાથે ધરોબો અને વાતચીત થતાં તે ધીરે-ધીરે યુવતી જોડે છેડછાડ કરવા લાવ્યો હતો. પરંતુ માલિકનો ભાઈ હોવાથી યુવતી તે બાબતને નજરઅંદાજ કરતી હતી. યુવતીને રિયા પણ કહેતી કે, સુમિત કહે તેમ તારે કરવાનું, હું તને બોલાવું ત્યારે તારે આવી જવાનું.

બાદમાં વર્ષ 2019ના ઓગસ્ટ માસમાં યુવતી ફોન કરી રિયાએ ઓફિસ બોલાવી અને પોતે નીકળી ગઈ હતી. યુવતી ઓફિસ પહોંચી ત્યારે સુમિતે એકલતાનો લાભ લઇ  દુષ્કર્મ આચર્યું હતુ. બાદમાં ધમકી આપી કે, આ વાત કોઈને કરી તો ભાઈ સન્નીને કહી તારો પગાર અટકાવી દઈશ. રજાના દિવસે પણ ફરી આવું જ રિયાએ કર્યું અને ફરી સુમિતે યુવતી પર ઓફિસમાં બળાત્કાર કર્યો હતો.

ડિસેમ્બરનાં છેલ્લા અઠવાડિયામાં ફરવા જવાનું વિચારતા હોવ તો જાણી લો ગુજરાતમાં ઠંડી કેવી રહેશે?

યુવતીએ વર્ષ 2020 માં નવેમ્બર માસમાં પગાર માંગતા સન્ની અને સુમિતે આવતા મહિને આપી દેવાનું કહ્યું હતું. આથી યુવતીએ રૂ.12 હજારના બાકી પગાર સાથે નોકરી છોડી દીધી હતી.ડિસેમ્બર-2019થી માર્ચ-2020 સુધી યુવતીએ બીજા સ્થળે જમાલપુરમાં નોકરી કરી હતી. યુવતી પોતાનો બાકી પગાર લેવા અવારનવાર સન્ની અને સુમિત પાસે જતી પણ તેઓ પગાર આપતા ન હતા. જૂન-2020માં લોકડાઉન ખુલતા સુમિતે ફોન કરી નોકરી આવી જવા અને બાકીનો પગાર ચૂકવી દેશે તેવી ખાતરી આપી હતી. જેથી જૂનમાં યુવતીએ ફરી નોકરી શરૂ કરતાં 6 હજાર રૂપિયા સુમિતે આપ્યા બાકીની રકમ ટૂકડે-ટૂકડે આપી દેશે તેમ જણાવ્યું હતું.

જૂનના પહેલા અઠવાડિયાથી લઈ ગત તા. 10 નવેમ્બર,2020 દરમિયાન દર શનિવારે અને રવિવારે સુમિત રિયા થકી યુવતીને કામના બહાને ઓફિસ બોલાવતો અને પગાર નહી આપું, બહેનને ઉઠાવી લઈશ તેવી ધમકી આપી બળજબરી કરી યુવતી સાથે શારીરિક સબંધ બાંધતો હતો.પતંગ ચગાવતા પહેલા આટલી વાતોનું રાખજો ધ્યાન નહીં તો થશે કાર્યવાહી, રાજકોટ પોલીસનું જાહેરનામું

ગત તા.16 નવેમ્બર ના રોજ યુવતી હરિયાણા ખાતે પ્રસંગમાં ગઈ હતી. તે સમયે સુમિતે ફોન કરી ઓફિસ આવી પગાર લઈ જવા કહ્યું હતું. યુવતી ફોન ના ઉપાડે તો તેની મમ્મીને સુમિત ફોન કરી પગારની વાત કરતો હતો. ગત તારીખ 11મી ડિસેમ્બર ના રોજ યુવતી પગાર લેવા ગઈ તો ઓફિસ બંધ હતી. સુમિત ત્યાં પહોંચ્યો અને યુવતીને પગારના બહાને પોતાના બારેજા ખાતેના ઘરે લઈ ગયો હતો.તે સમયે ત્યાં સન્ની, તેના પિતા રાકેશ ઉપ્પલ, સુમિતનો ભાઈ પુનિત અને સન્નીનો પુત્ર હાજર હતા. યુવતીએ પગારની વાત કરતા સન્ની ઉપ્પલે તારે મારા ભાઈ સુમિત જોડે છ દિવસ રહેવું પડશે તો પગાર મળશે તેમ જણાવ્યું હતું. આથી યુવતીએ તેની માતાને ફોન લગાવતા સુમિતે ફોન લઈ સ્વિચ ઓફ કર્યો હતો.
યુવતીને આરોપીઓએ ગોંધી રાખી તેની માતા સાથે વાત પણ ના કરાવી અને ઘરે પણ જવા દીધી ન હતી. યુવતી સાથે સુમિતએ બારેજા ખાતે પણ પગાર નહી આપું તેમ કહી બળાત્કાર કર્યો હતો. જેથી આ મામલે યુવતીએ કંટાળીને સુમિત ઉપ્પલ, રિયા ઉર્ફે શેફાલી સમીરભાઈ, સમીર રાકેશભાઈ ઉપ્પલ અને રાકેશ  ઉપ્પલ સામે ફરિયાદ નોંધાવતા ઇસનપુર પોલીસે તપાસ હાથ ધરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Woman, અપશબ્દ, અમદાવાદ, ગુજરાત, ગુનો, છોકરી

આગામી સમાચાર