અમદાવાદ : કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે રાતે કેક કાપી બર્થ ડેની ઉજવણી કરતા પાંચની અટકાયત


Updated: October 30, 2020, 9:39 AM IST
અમદાવાદ : કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે રાતે કેક કાપી બર્થ ડેની ઉજવણી કરતા પાંચની અટકાયત
પ્રતિકાત્મક તસવીર

સ્થાનિકોએ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરતા પોલીસ આવી હતી અને તેઓની સામે ગુનો નોંધી અટકાયત કરી હતી.

  • Share this:
અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજથી બે દિવસ ગુજરાતની (Gujarat Visit) મુલાકાતે છે અને 31 ઓક્ટોબરના રોજ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સી પ્લેન પ્રોજેક્ટ (sea plane) માટે આવવાના છે. ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત આખા વિસ્તારમાં ગોઠવાયો છે. જેની વચ્ચે મોડી રાતે એલિસબ્રિજ વેસ્ટર્ન હોટલ પાસે જાહેર રોડ પર પાંચ લોકો કેક કાપી બર્થ ડેની ઉજવણી (Birthday Celebration on road) કરતા હતા. સ્થાનિકોએ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરતા પોલીસ આવી હતી અને તેઓની સામે ગુનો નોંધી અટકાયત કરી હતી.

શહેરમાં મોડી રાતે પેટ્રોલિંગને લઈ બે દિવસ પહેલાં જ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે અધિકારીઓને નાઈટ પેટ્રોલિંગ કડક કરવા સૂચના આપી હતી અને હાલમાં પીએમ બંદોબસ્ત હોવા છતાં એલિસબ્રિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાલીયાવાડી સામે આવી છે.

આ રીતે ભણશે ગુજરાત? આ ગામના વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા રાતે પહાડો પર જઇને નેટવર્ક શોધવું પડે છે

મોડી રાતે એક વાગ્યે એલિસબ્રિજમાં આવેલી વેસ્ટર્ન હોટલ પાસે કેટલાક યુવકો જાહેર રોડ પર કેક કાપી બર્થ ડેની ઉજવણી કરી બૂમાબૂમ કરતા હતા. સ્થાનિકે પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી જાણ કરી હતી. જેથી એલિસબ્રિજ પોલીસ ત્યાં પહોંચી હતી.

અમદાવાદમાં Covid19નું સંક્રમણ ઘટાડવા માટે જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધનો નિર્ણય ઘણો મહત્ત્વનો

પોલીસે પહોંચી બર્થડે ઉજવણી કરતા રાજીવ પુરોહિત, વિનીત જૈન, પિંકેશ શાહ, કપિલ જૈન અને પ્રિન્સ જૈનની અટકાયત કરી હતી. પોલીસે તમામ લોકો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે, એલિસબ્રિજ પોલીસની કામગીરી પર અગાઉ પણ અનેક સવાલો ઉભા થયા હતા ત્યારે વધુ એક બેદરકારી ભરી ઘટના સામે આવતા અનેક સવાલો ઉપસ્થિત થયા છે.
Published by: Kaushal Pancholi
First published: October 30, 2020, 9:35 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading