અમદાવાદ: સંસ્થાનો પ્રેસિડન્ટ યુવતીને કહેતો, 'મારે પાર્ટનર જોઈએ છે, જેની સાથે સેક્સ્યુઅલ સંબંધ રાખી શકું'

અમદાવાદ: સંસ્થાનો પ્રેસિડન્ટ યુવતીને કહેતો, 'મારે પાર્ટનર જોઈએ છે, જેની સાથે સેક્સ્યુઅલ સંબંધ રાખી શકું'
પ્રતીકાત્મક તસવીર

હાલ ગાંધીનગરમાં રહેતી 33 વર્ષીય યુવતી ગાંધીનગરમાં એક યુનિવર્સિટીમાં પીએચડીનો અભ્યાસ કરે છે.

  • Share this:
અમદાવાદ : શહેરના (Ahmedabad) પાલડી વિસ્તારમાં આવેલી SPRAT (Society for Promoting Rationality) નામની સંસ્થાના પ્રેસિડેન્ટ વિરુદ્ધ પૂર્વ મહિલા કર્મીએ ફરિયાદ નોંધાવી છે. આ યુવતીનો (Woman complain) આક્ષેપ છે કે, સંસ્થાનો પ્રેસિડન્ટ હસન ઝોહર નામનો વ્યક્તિ તેની સાથે બીભત્સ વાતો કરતો હતો. આટલું જ નહીં તેને સેક્સ કર્યું છે કે, કેમ તેવી ગંદી વાતો (Vulgar talk) કરતો હતો અને જ્યારે તે એકલો હોય ત્યારે હસ્તમૈથુન કરે તેવી અશ્લીલ વાતો પણ કરતો હતો. યુવતી એ આ વાતો ન કરવા કહેતા તેને કામમાં પજવણી કરાતી અને જ્યારે યુવતીએ કંટાળીને રાજીનામુ આપી દીધું તો યુવતીના ડોક્યુમેન્ટ (Educational Documents)  તેને પરત અપાયા ન હતા. જેથી યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

મૂળ બિહારની અને હાલ ગાંધીનગરમાં રહેતી 33 વર્ષીય યુવતી ગાંધીનગરમાં એક યુનિવર્સિટીમાં પીએચડીનો અભ્યાસ કરે છે. વર્ષ 2020ના ઓકટોબર માસમાં SPRAT નામની એક સંસ્થામાં તેમને નોકરી માટે એપ્લાય કર્યું હતું. જેથી આ સંસ્થાના પ્રેસિડેન્ટ હસન ઝોહરે પાલડીમાં આવેલા રાજનગર કોમ્પ્લેક્સમાં આ સંસ્થાની હેડ ઓફિસ ખાતે ઇન્ટરવ્યૂ લીધું હતું. ત્યાં આ યુવતીની ફિલ્ડ વર્ક અને સોશ્યલ વર્ક ઓફિસર તરીકે નિમણૂક કરાઈ હતી.વૃષભ રાશિના જાતકોની રચનાત્મક ક્ષમતાઓની પ્રશંસા થશે, જાણો કેવું છે આજનું આપનું રાશિફળ

નિયમ મુજબ યુવતીને 43 હજાર ભરવા જણાવવામાં આવ્યું હતું પણ તેની પાસે પૈસા ન હોવાથી તેણે તેના અસલ ડોક્યુમેન્ટ જમા કરાવ્યા હતાં. બાદમાં શરૂઆતમાં હસન ઝોહરે આ યુવતીને તેની પોસ્ટની સાથે સાથે એચ.આરનું કામ પણ કરવાનું કહ્યું હતું. યુવતીએ મનાઈ કરતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. બાદમાં આ હસને આ યુવતી જ્યારે ઓફિસ જતી ત્યારે તેની સાથે બીભત્સ વાતો કરતા અને તેનું અપમાન કરતા હતા.

સુરત: ધોરણ 8ની તરૂણીએ આપઘાત કર્યો, પીએમ રીપોર્ટ સાંભળી માતા-પિતાના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ

આ હસન યુવતીને "મારે કોઈ પાર્ટનર જોઈએ છે, જેની સાથે હું સેક્સ્યુઅલ સંબંધ રાખી શકું". આમ કહી અવારનવાર યુવતીને બાથ ભરી તેની છેડતી કરતો હતો.આટલું જ નહીં, આ શખ્સ આપત્તીજનક વાતો કરી યુવતીને કહેતો કે "હું જ્યારે કંટાળી જવું ત્યારે હસ્તમૈથુન કરી લવું, તારે કોઈ બોયફ્રેન્ડ છે કે નહીં? તું સેક્સ કરે છે કે નહીં?" કહી યુવતીને ક્ષોભજનક પરિસ્થિતિમાં મૂકી દેતો હતો. જેથી યુવતી આ બધી બાબતોનો ઇનકાર કરે તો તેને કામ બાબતે પજવણી કરવામાં આવતી હતી. જેઠી યુવતીએ કંટાળીને રાજીનામું આપી દીઘુ હતું પણ આ હસન ઝોહરે આ યુવતીના અસલ ડોક્યુમેન્ટ ન આપતા આખરે યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:January 30, 2021, 07:27 am

ટૉપ ન્યૂઝ