મમતા વગરનાં મા-બાપ? પ્રિમેચ્યોર બાળકીને હોસ્પિટલમાં તરછોડીને થઇ ગયા ગાયબ


Updated: October 17, 2020, 2:01 PM IST
મમતા વગરનાં મા-બાપ? પ્રિમેચ્યોર બાળકીને હોસ્પિટલમાં તરછોડીને થઇ ગયા ગાયબ
બાળકીના માતા પિતાને જાણ કરાતા તેઓ ફોન બંઘ કરીને બેસી જતા આખરે ડોક્ટરે આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરુ કરી છે.

બાળકીના માતા પિતાને જાણ કરાતા તેઓ ફોન બંઘ કરીને બેસી જતા આખરે ડોક્ટરે આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરુ કરી છે.

  • Share this:
અમદાવાદ : શહેરના નિકોલ પોલીસ સ્ટેશનમાં શારદાબહેન હોસ્પિટલના ડોક્ટરે એક દંપતી સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, એક બાળકીને સિંગરવા ખાતે આરોગ્ય કેન્દ્રમાં જન્મ આપી માતા તેના પતિ સાથે શારદાબહેન હોસ્પિટલ આવી હતી. બાળકી અધુરે મહિને અને ઓછા વજન સાથે જન્મી હોવાથી તેને આ હોસ્પિટલમાં મોકલી અપાઈ હતી. પણ બાદમાં બાળકી સાથે રહેવાનું કહ્યું હોવા છતાં બને માતા પિતા બે બે દિવસે આવતા હતા. દરમિયાનમાં બાળકીને વેન્ટિલેટર પર રાખતા તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બાદમાં બાળકીના માતા પિતાને જાણ કરાતા તેઓ ફોન બંઘ કરીને બેસી જતા આખરે ડોક્ટરે આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરુ કરી છે.

અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં NICUમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા હેલિબહેન મહેતાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેઓએ આ ફરિયાદમાં જણાવ્યું છે કે, ઓક્ટોબર માસમાં તેઓ તેમના વોર્ડમાં ફરજ પર હાજર હતા તે સમયે પ્રિયંકા કમલભાઈ ધહમ નામની મહિલા આવી હતી.

જામનગર ફરી શર્મસાર: પતિ સાથે જતી પરિણીતાનું ચાકુની અણીએ અપહરણ કરી બે શખ્સોએ આચર્યું દુષ્કર્મ

આ મહિલા ઇન્ડિયા કોલોનીની બાજુમાં નિકોલ ખાતે રહેતી હતી અને તેની પ્રસૂતિ સિંગરવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે થઈ હતી. તેણે જે બાળકીને જન્મ આપ્યો તેનો જન્મ અધૂરા મહિને થયો હતો અને તેનું વજન જરૂરિયાત કરતાં ઓછું હોવાથી સિંગરવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા ડોકટરોએ અપૂરતા સાધનોના કારણે વધુ સારવાર માટે આ બાળકીને 108માં શારદાબેન હોસ્પિટલ મોકલી આપી હતી. પ્રિયંકા બહેન અને તેમના પતિ કમલભાઈ આ બાળકીને લઇને સારવાર માટે આવ્યા હતા.

ચોમાસાની વિદાય વચ્ચે રાજ્યમાં વરસાદી મહોલ, હજી આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

બાદમાં તેઓએ એન.આઇ.સી.યુ વોર્ડમાં તેમની બેબીને દાખલ કરી હતી. અને સાથે જ રહેવાનું જણાવવા છતાં તેઓ વચ્ચે વચ્ચે બે દિવસે આવતા હતા અને આ વખતે આ બેબીને વેન્ટિલેટર ઉપર રાખી હતી. આ બાળકીની સારવાર ચાલુ હતી ત્યારે સારવાર દરમિયાન 15 તારીખ ના રોજ ડોક્ટરે તપાસ કરતા આ બાળકીનું મૃત્યુ થયું હતું.જેથી બાળકીના માતા-પિતાને આ અંગે જાણ કરવા છતાં તેઓ આવ્યા નહોતા અને ફોન સ્વીચ ઓફ કરી બેસી ગયા હતા. જેના કારણે આ અંગે ડોક્ટરે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
Published by: Kaushal Pancholi
First published: October 17, 2020, 12:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading