અમદાવાદની આયેશાની કબર પરના ફૂલ હજુ કરમાયા નથી ત્યાં આઘાતમાં બહેનની તબિયત લથડી

અમદાવાદની આયેશાની કબર પરના ફૂલ હજુ કરમાયા નથી ત્યાં આઘાતમાં  બહેનની તબિયત લથડી
આયેશાની એક બહેનની આ આઘાતને કારણે તબિયત લથડી અને બ્રેઇન સ્ટ્રોક આવતા તેને હૉસ્પિટલ ખસેડવામાં આવી છે.

આયેશાની એક બહેનની આ આઘાતને કારણે તબિયત લથડી અને બ્રેઇન સ્ટ્રોક આવતા તેને હૉસ્પિટલ ખસેડવામાં આવી છે.

  • Share this:
અમદાવાદ: શહેરના (Ahmedabad) સાબરમતી રિવરફ્રન્ટ (SabarMati Riverfront) પરથી કૂદીને આપઘાત (Suicide) કરનાર આયેશા (Ayesha) કેસમાં આરોપી પતિની ધરપકડ બાદ હવે આરોપી ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલાયો છે. ત્યારે આયેશાના પિતાએ આક્ષેપ કર્યો કે, આરીફ  (Aarif) આયેશાના ક્ર્યુરોટિન બાબતે ઝગડા કરતો હતો. આરીફ અને આયેશાના એક ભાઈ સામે આક્ષેપ કરતો રહેતો હતો. આટલું જ નહિ આયેશાની એક બહેનની આ આઘાતને કારણે તબિયત લથડી અને બ્રેઇન સ્ટ્રોક આવતા તેને હૉસ્પિટલ ખસેડાઇ હોવાનું આ કેસમાં મદદ કરનાર મયૂદ્દીન ભાઈ અને વકીલે જણાવ્યું છે.

વટવા વિસ્તારમાં રહેતી અને રાજસ્થાનના ઝાલોર ખાતે પરણેલી આયેશાએ પતિ અને તેના સાસરિયાઓના ત્રાસથી સાબરમતી નદીમાં કૂદી આપઘાત કરી લીધો હતો. સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે આરોપી પતિ આરીફની રાજસ્થાનના પાલીથી ધરપકડ કરી હતી. પોલીસે આરીફને આજે મેટ્રો કોર્ટમાં રજૂ કર્યો. આરીફને કોર્ટમાં રજૂ કરવાના હતા એ પહેલાં આયેશાને ન્યાય મળે તેના માટે  આયેશાના પિતા સવારે આયેશાની કબર પર દુઆ માગીને આવ્યા હતા.



અમદાવાદની આયેશા આપઘાત Update: પતિ આરીફને આજે કોર્ટમાં કરાશે રજૂ

આયેશા અને આરિફની ફાઇલ તસવીર


ફરિયાદી આયેશાના પિતાના વકીલ ઝફરખાન પઠાણના જણાવ્યા મુજબ, આયેશા અને આરીફ વચ્ચે છેલ્લે જે 70થી 72 મિનિટની વાત થઈ હતી. તેમાં છેલ્લી દસ મિનિટની વાતચીતમાં આયેશાના ગર્ભમાં રહેલું બાળક આરીફનું નહીં પરંતુ આસિફનું હોવાનું કહે છે અને તેને લઇ આરીફ અને તેના સાસરિયાઓ આયેશાને હેરાન તેમજ મારઝૂડ કરતા હતા.

વડોદરાની પરિણીતાએ હાઇકોર્ટમાં કહ્યું, 'સંતાનોની કસ્ટડી મારા પતિને સોંપી દો, મારે પ્રેમી સાથે રહેવું છે'

આયશાની કબ્રના ફૂલ મુર્જાયા નથી ત્યાં મોટી બહેનને આઘાતમાં બ્રેન સ્ટ્રોક આવ્યો હોવાની માહિતી મળી છે. આ બહેનને સેટેલાઇટ ખાતે એક હૉસ્પિટલમાં ખસેડી હોવાનું આયશાના પિતાને મદદ કરનાર મયૂદ્દીન ભાઈએ જણાવ્યું છે. નાની બહેનને ગુમાવવાના દુઃખમાંથી પરિવાર હજી બહાર નથી આવ્યો ત્યાં એક મોટી બહેનને હૉસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે આરોપી આરીફના પાંચ દિવસના રિમાન્ડની માગ કરી હતી. કોર્ટમાં પોલીસે રજુઆત કરી હતી કે, આરોપીનો ફોન રિકવર કરવાનો બાકી છે અને આપઘાત કર્યાના દિવસથી કોને કોને મળ્યો હતો, કોને કોને વીડિયો વાયરલ કર્યો હતો તે અંગે જાણકારી મેળવવાની છે.  જેના માટે કોર્ટે, દલીલો ગ્રાહ્ય રાખી ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. આ મામલે આગામી દિવસમાં કોર્ટમાં વધુ રિમાન્ડની પણ માંગ કરવામાં આવશે. કારણ કે, ફરિયાદમાં પોલીસે માત્ર આરીફનું નામ જ છે પરંતુ તેના સસરા, સાસુ અને નણંદે ભેગા મળી અને ત્રાસ આપ્યો હતો. અને આસિફ અને બાળક બાબતે ઝગડા કરી અન્ય આક્ષેપ પણ કરતો હતો.



ત્યારે હવે ફરી એક ટિમ રાજસ્થાન મોબાઈલ શોધવા જશે. સુત્રોનું માનીએ તો આરોપીએ ઘટના બાદ લોકોના ફોન અને મેસેજ આવતા તે કંટાળ્યો અને તેની બહેનના પાલી ખાતેના ઘરેથી કાર લઈને નીકળ્યો અને ફોન ફેંકી દીધો હોવાનું રટણ કરી રહ્યો છે. ત્યારે હવે ત્રણ દિવસની પૂછપરછમાં અનેક ખુલાસા સામે આવશે.
Published by:Kaushal Pancholi
First published:March 03, 2021, 16:14 pm

ટૉપ ન્યૂઝ