અમદાવાદ: ATM કાર્ડ મશીનમાં ફસાય તો ભૂલથી પણ ન કરતા આ કામ, નહિં તો ખાતું થશે ખાલી

અમદાવાદ: ATM કાર્ડ મશીનમાં ફસાય તો ભૂલથી પણ ન કરતા આ કામ, નહિં તો ખાતું થશે ખાલી
પ્રતીકાત્મક તસવીર

એક વ્યક્તિ પૈસા ઉપાડી ને ગયો બાદમાં તેઓ પૈસા ઉપાડવા ગયા હતા.

  • Share this:
અમદાવાદ: ક્યારેક ક્યારેક એટીએમ મશીનમાં કોઈ વ્યક્તિ પૈસા ઉપાડવા જાય છે ત્યારે પૈસા વિડ્રોલ થઇ ગયા બાદ કાર્ડ મશીન ની બહાર આવતું નથી અને તે ફસાઈ જાય છે. ત્યારે લોકો કાર્ડ ત્યાં મૂકી બાજુમાં બેંકમાં ફરિયાદ કરવા જતા હોય છે. પરંતુ લોકોએ હવે ચેતવાની જરૂર છે. આ રીતે એટીએમ કાર્ડ મૂકીને જવાથી કોઈ વ્યક્તિ તેમના નાણા સેરવી જતાં હોવાની પણ ઘટના સામે આવે છે. ત્યારે રિટાયર્ડ જીએસટી ઓફિસર સાથે પણ આવી જ ઘટના બની હતી. જે અંગે તેઓએ આનંદ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરના આનંદનગર રોડ ઉપર આવેલા આનંદ નગર ફ્લેટમાં રહેતા ૬૦ વર્ષીય દર્શનભાઈ શાહ જીએસટી ઓફિસર તરીકે નિવૃત્ત થયા છે. તેઓ ગત ત્રીજી તારીખના રોજ સવારે આનંદ નગર 100ફુટ રોડ ઉપર આવેલા પુષ્પમ બિલ્ડિંગમાં આવેલા બેન્ક ઓફ બરોડા એટીએમ સેન્ટર પર તેઓ પૈસા ઉપાડવા ગયા હતા અને તેઓએ એટીએમમાંથી 10 હજાર ઉપાડ્યા હતા. એટીએમ મશીનમાંથી પૈસા આવ્યા હતા. જે પૈસા તેઓએ લઈ લીધા હતા અને તેમનું એટીએમ કાર્ડ મશીનમાં અટકી ગયું હતું. જે કાર્ડ તેઓએ ખેંચવા છતાં નીકળ્યું ન હતું. જેથી તેઓ એટીએમ સેન્ટરની બાજુમાં આવેલી બેંક ઓફ બરોડામાં આ બાબતની જાણ કરવા માટે ગયા હતા અને પરત આવતા જોયું તો કાર્ડ નીકળી ગયું હતું.અમદાવાદ: ગઠિયાએ અજમાવ્યો એવો કીમિયો કે ઉપાડનો મેસેજ પણ ન આવ્યો અને ખાતામાંથી 2.18 લાખ પણ સેરવી લીધા

જેથી તે કાર્ડ તેઓએ લઈ લીધું હતું અને તેમની પાછળ ઉભેલા વ્યક્તિને પૈસા ઉપાડવાના હશે તેમ માનીને તે પૈસા ઉપાડી લે પછી તેઓ પૈસા ઉપાડશે તેમ માની તેઓ એટીએમની બહાર ઊભા હતા અને એક વ્યક્તિ પૈસા ઉપાડી ને ગયો બાદમાં તેઓ પૈસા ઉપાડવા ગયા હતા. ત્યારે તેમના એટીએમ કાર્ડનો પીન નંબર ઇનવેલિડ આવતો હતો. જેથી એટીએમ કાર્ડ જોતા જે એટીએમ કાર્ડ બીજાનું હતું અને મોબાઇલમાં તેઓએ બેલેન્સ ચેક કરતાં 10 હજાર ઉપાડ્યા બાદ બીજા 15,000 પણ તે જ એટીએમમાંથી તેમના ખાતામાંથી ઉપડી ગયા હતા.

અમદાવાદ: ગર્લફ્રેન્ડને ફેરવવા યુવકે ચોર્યા અધધધ એક્ટિવા, જુઓ માસ્ટર માઇન્ડની ક્રાઇમ કુંડળીજેથી પહેલીવાર તેઓ જ્યારે પૈસા ઉપાડતા હતા ત્યારે તેમની પાછળ આશરે ૩૦ વર્ષનો એક વ્યક્તિ ઊભો હતો. જેણે દર્શનભાઈની જાણ બહાર એટીએમ કાર્ડનો પીન નંબર જોઈ લીધો હતો અને તેઓનું એટીએમ કાર્ડ નીકળતું ન હોવાથી બેંકમાં જાણ કરવા ગયા ત્યારે આ શખશે એટીએમ કાર્ડ લઇ પૈસા વિડ્રોલ કરી ચોરી કરી બીજા કોઈ નું કાર્ડ મશીનમાં મૂકી દીધું હતું. સમગ્ર બાબતને લઈને દર્શનભાઈ એ આનંદનગર પોલીસને જાણ કરતાં આનંદનગર પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ મેળવી આરોપી સુધી પહોંચવાના પ્રયત્નો હાથ ધર્યા છે.
Published by:Kaushal Pancholi
First published:May 05, 2021, 06:57 am

ટૉપ ન્યૂઝ