અમદાવાદની ચેતવા જેવી ઘટના : ATMમાં મદદને બહાને આ રીતે છેતરી ગયો ગઠિયો, આવ્યો પસ્તાવવાનો વારો


Updated: October 24, 2020, 10:52 AM IST
અમદાવાદની ચેતવા જેવી ઘટના :  ATMમાં મદદને બહાને આ રીતે છેતરી ગયો ગઠિયો, આવ્યો પસ્તાવવાનો વારો

  • Share this:
અમદાવાદ : આધુનિક ટેકનોલોજીને કારણે અનેક લોકો અનેક પ્રકારની ઠગાઈનો ભોગ બની રહ્યા છે. આવો જ એક કિસ્સો ચાંદખેડના વૃદ્ધ સાથે બન્યો છે. તેઓ એટીએમ સેન્ટરમાં પૈસા કાઢવા ગયા ત્યારે 10 હજાર એક સાથે ન નિકળ્યા. જેથી ત્યાં સફેદ કપડામાં ઉભેલા શખશે મદદ કરવાના બહાને કાર્ડ બદલી 1.70 લાખની ઠગાઈ આચરી હતી. પાસબુક ભરાવતા આ વૃદ્ધને ઘટનાની જાણ થતા સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

ત્યારે લોકોએ આ ઘટના પરથી એક શીખ મેળવવી જોઈએ કે, એટીએમ સેન્ટરમાં જઈને કોઈની મદદ લેવી જોઈએ નહીં, આ મદદ ભારે પડી શકે છે. શહેરના ચાંદખેડામાં રહેતા 79 વર્ષીય બીકનરાવ યેવલે રેલવે ડિપાર્ટમેન્ટમાંથી નિવૃત્ત થયેલા છે. ગત 15મીના રોજ તેઓને નાણાંની જરૂર ઉભી થતા તેઓ એસબીઆઈ બેંકના એટીએમ સેન્ટર પર ગયા હતા. તેઓએ એટીએમ કાર્ડ નાખીને 10 હજાર ઉપાડવાનો પ્રયત્ન કર્યો હતો પણ પૈસા ઉપડયા ન હતા. જેથી બાજુમાં બેંકમાં જઈને તપાસ કરી હતી. બાદમાં તેઓ પરત એટીએમ સેન્ટરમાં આવ્યા ત્યારે ત્યાં સફેદ કપડામાં એક શખ્સ ઉભો હતો. તેણે મદદ કરવાના બહાને વાતચીત શરૂ કરી હતી.

અમદાવાદ : 'મારે તમારી દીકરી સાથે લગ્ન કરવા છે', માતાએ ના પડતાં બે યુવકોએ પિતાને ફટકાર્યા

જામનગરમાં 350 વર્ષોથી નવરાત્રીમાં યોજાય છે 'ઈશ્વર વિવાહ', પુરુષો છંદો ગાઇને રમે છે ગરબા

બાદમાં આ શખશે પાંચ પાંચ હજાર રકમ નાખીને વિડ્રોલ કરો તેમ કહી આ વૃદ્ધને પૈસા કાઢી આપ્યા હતા. બાદમાં આ શખશે એટીએમ કાર્ડ પરત આપ્યું અને તુરંત જ અન્ય એટીએમ કાર્ડ મશીનમાં નાખ્યું હતું.
23મીએ બીકનરાવ બેંકમાં તેમની પાસબુક ભરાવવા આવ્યા ત્યારે તેમાં જોયું તો 1.70 લાખ રૂપિયા ઉપડી ગયા હતા અને ખરીદી પણ થઈ હતી. જેથી આ શકમંદ સામે તેઓએ ફરિયાદ નોંધાવતા સાબરમતી પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by: Kaushal Pancholi
First published: October 24, 2020, 10:50 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading