કેન્દ્રીય ગૃહમંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ (Home Minister Amit Shah) બે દિવસ માટે ગુજરાત પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેમણે તારીખ 21ના રોજ અમદાવાદમાં નવનિર્મિત વૈષ્ણવદેવી ફ્લાય ઓવર તેમજ ખોડિયાર કંટેઇન્મેન્ટ ડેપો ફ્લાયઓવરનું લોકાર્પણ કર્યું છે. તો કલોલ ખાતે પણ એપીએમસીની (Kalol APMC) નવી બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું છે. કલોક એપીએમસીની નવી બિલ્ડિંગનું લોકાર્પણ દરમિયાન અમિત શાહનું નવું જ રૂપ જોવા મળ્યું. ગૃહમંત્રી અમિત શાહે એક બાળકની તેમને મળવાની ઇચ્છા પૂરી કરી છે.
ગૃહમંત્રી અમિત શાહ સાથે નાના બાળકે ફોટો પડાવ્યો
કલોલ ખાતે પણ એપીએમસીની નવી બિલ્ડિંગનું લોકાર્પણ સમયે APMCના ચેરમેન નવીન પટેલના પૌત્ર વીજ પટેલને અમિત શાહ સાથે ફોટો પડાવાની ઈચ્છા હતી. તેણે પોતાના દાદાને આ ઇચ્છા જણાવી અને અમિત શાહને વાત કરતાં તેમણે બાળકની ઇચ્છા પૂરી કરી છે. ગૃહમંત્રીએ વીજ પટેલને ખોળામાં બેસાડીને તેની ઈચ્છા પુરી કરી છે.
પૌત્રી સાથે અમિત શાહ
પૌત્રી સાથે પણ છે સુંદર બોન્ડિંગ
સામાન્ય રીતે જ્યારે પણ અમિત શાહ પોતાના પરિવાર સાથે હોય છે. ત્યારે તેમની પૌત્રી સાથે પણ તેમનું સુંદર બોન્ડિંગ જોવા મળે છે. પરિવાર સાથે જાહેરમાં તેઓ જ્યારે પણ આવતા હોય છે ત્યારે મોટાભાગે તેમની પૌત્રી તેમની સાથે હોય છે. તે દ્રશ્યો પરથી પણ જોઇ શકાય કે, અમિત શાહને બાળકો ગમે છે.
અમિત શાહનાં આજના કાર્યક્રમમાં તેમણે વિવિધ રસીકરણ કેન્દ્રોની પણ મુલાકાત લીધી હતી. આ સાથે તેમણે બોડકદેવ રસીકરણ કેન્દ્ર પર ઉપસ્થિત રહીને રસીકરણના મહા અભિયાન કાર્યક્રમનો આરંભ કરાવ્યો હતો. જ્યાં તેમણે સંબોધનમાં વધારેમાં વધારે લોકો રસી લે તેવી અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે, કોરોના રસીકરણ અભિયાન વધુ ઝડપી કરવામાં આવશે.
" isDesktop="true" id="1107083" >
યુવાનોને મફતમાં વેક્સિન આપવામાં આવશે. મને આશા છે કે, કોરોનાનું સંક્રમણ હવે ઘટશે. મોદીજીના નિર્ણયના કારણે આખા વિશ્વમાં વેક્સિનેશનમાં આપણે આગળ છીએ. જે લોકોએ 1 ડોઝ લીધો છે તેઓ સમયસર બીજો ડોઝ લઇ લે. કારણ કે 2 ડોઝ લીધા પછી જ વેક્સિનની અસર સારી થશે.પ્રવાસના બીજા દિવસે એટલે કે તારીખ 22 ના રોજ તેઓ ગાંધીનગર ખાતે વર્ચ્યુઅલ વૃક્ષારોપણના કાર્યક્રમમાં જોડાશે.