લો બોલો! ખોટા પુરાવા રજૂ કરી 22 વર્ષ સુધી AMCમાં કરતો હતો નોકરી, આ રીતે ફૂટ્યો ભાંડો

લો બોલો! ખોટા પુરાવા રજૂ કરી 22 વર્ષ સુધી AMCમાં કરતો હતો નોકરી, આ રીતે ફૂટ્યો ભાંડો
પ્રતિકાત્મક તસવીર

આટલા વર્ષો સુધી આ વાત કોઇને ધ્યાનમાં આવી નહીં કે પછી આ અંગે કોઇએ અવાજ ઉઠાવ્યો નહીં.

 • Share this:
  અમદાવાદ મ્યુનિસિપલ તંત્રની મસમોટી બેદરકારી સામે આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં (AMC) સફાઈ કામદાર તરીકે ખોટા દસ્તાવેજો પુરાવા ઉભા કરીને મામીના વારસદાર તરીકે ભાણેજે નોકરી મેળવી લીધી હતી. 22 વર્ષ સુધી ભાણેજે કોર્પોરેશનમાં સફાઇ કામદાર તરીકે નોકરી કરી હતી. આટલા વર્ષો સુધી આ વાત કોઇને ધ્યાનમાં આવી નહીં કે પછી આ અંગે કોઇએ અવાજ ઉઠાવ્યો નહીં. બાદમાં પુત્રવધુએ આ મામલે કોર્પોરેશનમાં ફરિયાદ કરતાં આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે.

  શહેરનાં કુબેરનગર વોર્ડમાં કીરણ ડાહ્યાભાઇ સોલંકી જેનું મૂળ નામ મુકેશ કાંતિભીઇ રાઠોડ છે. આમને લક્ષ્મીબેન ડાહ્યાભાઇ સોલંકીના કાયદેસરના વારસદાર ન હોવા છતાં બનાવટી પુરાવા રજૂ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વારસદાર તરીકે સફાઇ કામદાર તરીકેની નોકરી મેળવી લીધી હતી. આ અંગે સંગીતાબેન કિરણભાઇ સોલંકીએ મ્યુનિસિપલ તંત્ર સમક્ષ ફરિયાદ કરી હતી. વર્ષ 1990માં કોર્પોરેશનમાં કુબેરનગર વોર્ડમાં નોકરી કરતા લક્ષ્મીબેન સોલંકીનું અવસાન થયું હતું.  પુસ્તકો આપવાના બહાને બાળકોને શાળાએ બોલાવાયા, વીડિયો વાયરલ થતા વિવાદ સર્જાયો

  વારસદાર તરીકે પુત્ર અથવા પુત્રીને નોકરી મળે છે પરંતુ તેઓના પુત્ર અને પુત્રી સગીર વયના હોવાથી તેઓએ વારસદાર તરીકે નોકરી મળે તેમ ન હતું. જેથી લક્ષ્મીબેનના ભાણેજ મુકેશ કાંતિભાઈ રાઠોડે નવસારી નગરપાલિકાનું ખોટું જન્મનું પ્રમાણપત્ર અને અટક બદલી લક્ષ્મીબેન પુત્ર કિરણ સોલંકીના નામે કોર્પોરેશનમાં નોકરી મેળવી લીધી હતી.

  અમદાવાદ : 'તું મારા ઝઘડામાં વચ્ચે ના આવીશ નહીં તો, જાનથી મારી નાંખીશ', પુત્રની માતાને ધમકી

  આ કામમાં લક્ષ્મીબેનના પતિએ જ તેને સાથ આપ્યો હતો. મહત્વનું છે કે, હાલ મૃતક લક્ષ્મીબેનના પતિ ડાહ્યાભાઇ પણ મૃત્યુ પામ્યા છે.

  આ ફરિયાદ બાદ કિરણ તરીકે કામ કરનાર મુકેશને 23 ઓક્ટોબર 2019ના રોજ ફરજ પરથી ડિસમિસ કરવામાં આવ્યો છે. તેણે સજા મા કરવા માટે અપીલ અરજી કરતા 4 નવેમ્બરના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે મળનારી બેઠકમાં નિર્ણય લેવાશે.
  Published by:Kaushal Pancholi
  First published:October 28, 2020, 10:23 am

  ટૉપ ન્યૂઝ