અમદાવાદ : વ્યાજખોરોને કોરા ચેક આપવા યુવાનને ભારે પડ્યા, ચેતવણીરૂપ કિસ્સો

અમદાવાદ : વ્યાજખોરોને કોરા ચેક આપવા યુવાનને ભારે પડ્યા, ચેતવણીરૂપ કિસ્સો
પ્રતિકાત્મક તસવીર

વાડજના નિર્ણયનગરમાં વ્યાજખોરોના ત્રાસ સામે વધુ એક ફરિયાદ દાખલ થઈ છે. 

  • Share this:
અમદાવાદ : શહેરમાં વ્યાજખોરો સામે પોલીસએ લાલ આંખ કરી ને સખત કાર્યવાહી કર્યા બાદ પણ કેટલાક વ્યાજખોરો છે કે જે હજી પણ સુધરવાનું નામ નથી લઇ રહ્યાં. વાડજના નિર્ણયનગરમાં વ્યાજખોરોના ત્રાસ સામે વધુ એક ફરિયાદ દાખલ થઈ છે.

ચિંતન નામના વ્યક્તિએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, વર્ષ 2019માં તેણે કાર્તિક ઠક્કર નામના વ્યક્તિ પાસેથી રૂપિયા ત્રણ લાખ વ્યાજે લીધા હતા. જેની અવેજમાં ફરિયાદીએ તેના અને તેની બેનના બેંક એકાઉન્ટના ચેક આપ્યા હતા. અને જૂન 2020 સુધીમાં ફરિયાદીએ રૂપિયા 3 લાખ 41 હજાર આપી દીધા હતા. જોકે, તેમ છતાં પણ આરોપી ફરિયાદી પાસે વ્યાજ અને પેનલ્ટીની માંગણી કરતો હતો.કોરોનાથી થયેલા મોતમાં પણ નોંધાય છે માંદગીનું કારણ, અમદાવાદના સ્મશાનગૃહમાંથી Exclusive રિપોર્ટ

એટલું જ નહિ આરોપીએ ફરિયાદી એન તેની બહેનને બીભત્સ ગાળો બોલી અને ટાંટિયા તોડી નાખવાની ધમકી આપતા ફરિયાદીની બહેને ઊંઘની ગોળીઓ પણ ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

ગુજરાત અને MPમાં 14 જેટલી લૂંટ-ચોરીને અંજામ આપનારા ઝડપાયા, ચોંકી જશો એવી છે મોડસ ઓપરેન્ડી

બાદમાં ફરિયાદીએ અનેક વખત આરોપી પાસે કોરા ચેક પરત માંગતા તેણે ચેક પરત કર્યા ના હતા. અને વ્યાજ ની માંગણી કરતો હતો. તેમજ આ ચેકમાં રૂપિયા 8 લાખ 75 હજારની રકમ લખીને બેંકમાં ભરી ચેક રિટર્ન કરાવ્યા હતા.

અને વકીલ મારફતે નોટિસ મોકલીને ફરિયાદીને ત્રાસ આપતો હતો. જે અંગેની જાણ ફરિયાદીએ પોલીસને કરતા પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:November 28, 2020, 14:05 pm

टॉप स्टोरीज