અમદાવાદમાં એક દુખદ અકસ્માત થયો છે. ભાભીનું અવસાન થતા અંતિમ ક્રિયા માટે લઇ જતા હતા તે દરમિયાન એએમસીનાં પાણીના ટેન્કરે મૃતકનાં દિયરને અડફેટે લઇ લીધા હતા. જે બાદ તેમનું મૃત્યું નીપજ્યું હતું. 61 વર્ષનાં આ વૃદ્ધ દિયર બાઇક પર મૈયતમાં જઇ રહ્યાં હતા. તે દરમિયાન આ અકસ્માત થયો છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગુલામફકીર તેમના પુત્ર વશીમ શેખ, પુત્રવધૂ અને બાળક સાથે જુહાપુરા ફજલે રહેમાની સોસાયટીમાં રહેતા હતા. વશીમભાઇ વ્યવસાયે ચાર્ટડ એકાઉન્ટન્ટ છે. વશીમભાઇના કૌટુંબિક કાકી સફરુન્નીશાનું અવસાન થયું હતુ. જેથી વશીમભાઇ પત્ની અને પિતા ગુલામફકીરને લઈને સફરુન્નીશાની મૈયતમાં ફતેવાડી ગયા હતા. ત્યાંથી મૃતદેહને શાહીબાગ કબ્રસ્તના લઈ જવાનો હતો.
સુરત: માથાભારે વિપલે પ્રેમિકા સાથે મળીને પૂર્વ પ્રેમીની હત્યાનો કર્યો હતો પ્રયાસ, વિપલ બાદ રિયાની પણ ધરપકડ
જેથી કુટુંબના અન્ય સભ્યોની સાથે ગુલામફકીર પણ મૈયતમાં ગયા હતા. તેઓ બાઇક પર જઇ રહ્યાં હતા. જે દરમિયાન ગુલામફકીર જુહાપુરા મસ્તાન મસ્જીદ નજીક ઉભા હતા ત્યારે ત્યાંથી પૂરપાટ ઝડપે પસાર થઇ રહેલા એએમસીના પાણી ભરેલા ટેન્કરે વૃદ્ધને ટક્કર મારી હતી.
કોરોનાકાળમાં રોગપ્રતિકારક શક્તિ વધારશે ઘરે આ વસ્તુઓ નાંખીને બનાવેલો 'આમળાનો ચ્યવનપ્રાશ'
ટ્રેકટરનું વ્હીલ ગુલામફકીરના શરીર પર ફરી વળ્યુ હતું જેથી તેઓ ઘણાં ઈજાગ્રસ્ત થયા હતા.
જે બાદ તેમનો પુત્ર રીક્ષામાં બે હૉસ્પિટલ લઇ ગયો હતો પરંતુ ત્યાં કોરોનાની સારવાર થતી હતી એટલે ત્યાંથી 108માં જીવરાજ મહેતા હૉસ્પિટલમાં ખસેડ્યા હતા. પરંતુ ત્યાંના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે ટેન્કર ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:December 01, 2020, 12:15 pm