અમદાવાદઃ GPCBના લાંચિયા અધિકારીના બેન્કમાંથી મળ્યા અધધ. રૂપિયાના સોનાના દાગીના અને રોકડ


Updated: July 16, 2020, 7:26 PM IST
અમદાવાદઃ GPCBના લાંચિયા અધિકારીના બેન્કમાંથી મળ્યા અધધ. રૂપિયાના સોનાના દાગીના અને રોકડ
અધિકારીની તસવીર

ગુજરાત ACBએ થોડા દિવસો પહેલા જામનગરમાં GPCBમાં  ક્લાસ-1 અધિકારી તરીકે ફરજ બજાવતા ભાયા સુત્રેજા પાસેથી અમદાવાદમાં 5 લાખ રૂપિયાની રોકડ કબ્જે કરી તપાસ કરી હતી.

  • Share this:
અમદાવાદઃ એસીબીએ GPCBના ક્લાસ-1 અધિકારી પાસે થી રોકડ રકમ 5 લાખ કબ્જે કરી તપાસ કરતા અનેક ખુલાસાઓ સામે આવ્યા છે. આરોપી અધિકારીના બેંકમાંથી લાખોની રોકડ અને સોનાના દાગીના કબ્જે કર્યા છે. ગુજરાત ACBએ થોડા દિવસો પહેલા જામનગરમાં GPCBમાં  ક્લાસ-1 અધિકારી તરીકે ફરજ બજાવતા ભાયા સુત્રેજા પાસેથી અમદાવાદમાં 5 લાખ રૂપિયાની રોકડ કબ્જે કરી તપાસ કરી હતી.

આરોપીએ રૂપિયા બાબતે યોગ્ય જવાબ આપી શક્યા નહતા જેથી પોલીસે તેના ઘરે પણ તપાસ કરી હતી.પોલીસે જાણવા જોગ દાખલ કરી તપાસ શરૂ કરી હતી.ત્યાર બાદ પોલીસે ગુનો દાખલ કરી આરોપી ના 2 દિવસ ના રિમાન્ડ મેળવ્યા બાદ કાર્યવાહી શરૂ કરી હતી.

પોલીસે જયારે આરોપી ના ઘરે જઈ તપાસ કરી અને તેના બેંકના લોકરો તપાસ કરી તો આશરે 72 લાખના સોનાના દાગીના અને લઘડી મળી આવી ત્યાર બાદ બેંક એકાઉન્ટમાંથી પોલીસને 55.69 લાખ રૂપિયા રોકડ પણ મળી આવ્યા હતા. આમ કુલ સવા કરોડની સોના અને રોકડની સંપત્તી મળી આવી છે.

આ પણ વાંચોઃ-નડિયાદઃ અપરિણીત પુત્રીએ 80 વર્ષીય પિતાને બે મહિનાથી ઘરમાં કર્યા નજર કેદ, કારણ જાણીને ચોંકી જશો

આ પણ વાંચોઃ-સામાન્ય માણસ માટે જરૂરી જાણકારી! આ કોડ બાદ આસાનીથી જાણી શકાશે દવા અસલી છે કે નકલી

આ પણ વાંચોઃ-કોરોના પોઝિટિવ બ્રાઝિલના રાષ્ટ્રપતિ ઉપર રિયા પક્ષીએ કર્યો હુમલો, ખવડાવી રહ્યા હતા દાણાપોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આરોપીએ અન્ય કોઈ મિકલત વસાવી છેકે કેમ અને તેને પોતાના સગા નામે કોઈ મિલકત લીધી છે કે કેમ તેની પણ તપાસ શરૂ કરી છે. આ મામલે ACBના અધિકારી આશુતોષ પરમાર નું કેહવું છે કે પેહલા મળેલ 5 લાખ ક્યાંથી આવ્યા હતા તેની પણ તપાસ થઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જામનગરમાં ફરજ બજાવતા GPCBના કલાસ વન અધિકારી ભાયાભાઈ સુત્રેજા લાંચની રકમ લઈને શનિ-રવિ ગાંધીનગર લઈને આવતા હોવાની બાતમીના આધારે ACBએ છટકું (ACB Trap) ગોઠવીને બેગ સાથે કલાસ વન અધિકારીને લાંચ પેટે લીધેલા 5 લાખ રૂપિયા રોકડ રકમ સાથે પકડયા હતા. જોકે આ નાણાં ક્યાંથી લાંચ પેટે લીધા હતા તેની તપાસ એસીબી કરી રહી છે.
Published by: ankit patel
First published: July 16, 2020, 7:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading