અમદાવાદઃ સરકારે ગ્રેડ પે ઘટાડતા શિક્ષકોનું ઓનલાઈન અભિયાન, 65,000 શિક્ષકોને થશે અસર

News18 Gujarati
Updated: July 3, 2020, 6:35 PM IST
અમદાવાદઃ સરકારે ગ્રેડ પે ઘટાડતા શિક્ષકોનું ઓનલાઈન અભિયાન, 65,000 શિક્ષકોને થશે અસર
પ્રતિકાત્મક તસવીર

2019ના એક પરિપત્રની વિસંગતતાના કારણે અમારો ગ્રેડ પે 4200 રૂપિયાથી ઘટાડીને 2800 રૂપિયા કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી 65000 શિક્ષકોને અન્યાય થશે.

  • Share this:
અમદાવાદઃ સરકારે શિક્ષકોના ગ્રેડ પેમાં (Grade Pay) ઘટાડો કરતા શિક્ષકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અને ગ્રેડ પે પાછો આપવાની માંગ સાથે વોટ્સએપ અભિયાન (WhatsApp campaign) ચલાવવામાં આવી રહ્યું છે. પ્રાથમિક શિક્ષકોને (Primary teachers) વર્ષ 1994થી નોકરીમાં નવ વર્ષ બાદ 4200 ગ્રેડ પે મળતો હતો. ગુજરાત સરકારે વર્ષ 2019માં એક પરિપત્ર કર્યો કે હવે વર્ષ 2010 બાદ જે શિક્ષક ભરતી થયા હોય એમને નવ વર્ષ બાદ પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ 2800 ગ્રેડ પે જ મળશે.

ત્યારથી આજ એક વર્ષ સુધી શિક્ષક સંઘ વિવિધ તબક્કે રજૂઆત કરી ચૂક્યા છે. કે જે 4200 હતો એને 2800 કેમ કરી દીધો. બીજા કોઈ વિભાગમાં નહીંને શિક્ષકોનો પગાર ધટાડો કેમ? અમે પગાર વધારો નથી માંગતા. જે‌ વર્ષો થી નવ વર્ષ બાદ પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ 4200 મળતો હતો. જે સરકારે 2800 કરી દીધો છે. એ 4200 ચાલુ રાખવામાં આવે એવી લડત છે.

આ પણ વાંચોઃ-વ્યસનીઓ માટે ફરી માઠાં સમાચાર! સુરતમાં આ ત્રણ વિસ્તારોમાં પાનના ગલ્લા બંધ, જાણો ક્યારે ખુલશે?

પ્રાથમિક શિક્ષક સંકેત પટેલના જણાવ્યા પ્રમાણે 2010 પછી 65000 શિક્ષકો છે. 2019ના એક પરિપત્રની વિસંગતતાના કારણે અમારો ગ્રેડ પે 4200 રૂપિયાથી ઘટાડીને 2800 રૂપિયા કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી 65000 શિક્ષકોને અન્યાય થશે. આ અંગે અમારી છેલ્લા દોઢ વર્ષથી સરકાર સાથે વાતો ચાલી રહી છે. સરકાર પોઝિટિવ વાતો કરે છે પરંતુ હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.

આ પણ વાંચોઃ-કોરોનાના હાહાકાર વચ્ચે સુરત સિવિલમાં મેડિકલ ઓફિસર ઓન ડ્યૂટી ગેમ રમતા ઝડપાયા, Video વાયરલ

આ પણ વાંચોઃ-Photo: દુનિયાની પહેલી સોનાની હોટલ, કેટલાક લોકોની આખા વર્ષની કમાણી જેટલું છે એક રાતનું ભાડુંઆ અંગે કોંગ્રેસના નેતા ડો. મનિષ દોશીના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં સૌથી મોટો ભ્રષ્ટાચારનું એપી સેન્ટર શિક્ષણ વિભાગ છે. પરિપત્રોમાં હાથેકરીને વિસંગતતાઓ ઊભી કરવામાં આવે છે અને જુદા જુદા માધ્યમો થકી શિક્ષકોને એનો ભોગ બનાવવામાં આવે છે.શિક્ષણ વિભાગને પૂછવું છે કે જે શિક્ષકો સમાજનું ઘડતર કરે છે એ શિક્ષકોને જ અન્યાય કેમ થાય છે. આ શિક્ષકોના સન્માન સાથે અન્યાય છે તેમને આર્થિક રીતે પણ નુકસાન છે. જે દેશમાં શિક્ષકોને સન્માન મળે તે દેશનો વિકાસ થાય છે.
First published: July 3, 2020, 6:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading