વિદેશ જવા ખોટુ કરતા લોકો સાવધાન, ખોટા દસ્તાવેજ આધારે લંડન જતી યુવતીના જામીન રદ


Updated: December 7, 2019, 9:25 PM IST
વિદેશ જવા ખોટુ કરતા લોકો સાવધાન, ખોટા દસ્તાવેજ આધારે લંડન જતી યુવતીના જામીન રદ
પ્રતિકાત્મક તસવીર

અલ્હાબાદ યુનિવર્સીટીમાંથી નર્સિંગ વિભાગની ખોટી ડિગ્રી અને સર્ટીફેકેટ બનાવીને સ્ટુડન્ટ વિઝા પર લંડન જતી યુવતીના આગોતરા જામીન અરજીને સેસન્સ કોર્ટે રદ્દ કર્યા

  • Share this:
વિદેશમાં ભણવા, કમાવવા જવા માટે લોકો જાત જાતની મહેનત કરતા હોય છે, અનેક કિસ્સા સામે આવ્યા છે કે, અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા જેવા દેશમાં જવા માટે લોકો અવનવા રસ્તા અપનાવતા હોય છે, અને મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે. આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક યુવતીએ લંડન જવા માટે ખોટા દસ્તાવેજો બનાવડાવ્યા અને હવે પસ્તાઈ રહી છે.

અલ્હાબાદ યુનિવર્સીટીમાંથી નર્સિંગ વિભાગની ખોટી ડિગ્રી અને સર્ટીફેકેટ બનાવીને સ્ટુડન્ટ વિઝા પર લંડન જતી યુવતીના આગોતરા જામીન અરજીને સેસન્સ કોર્ટે રદ્દ કર્યા છે. નિકોલ વિસ્તારમાં રહેતી ૨૨ વર્ષીય ધરતી પટેલે લંડનના સ્ટુડન્ટ વિઝા મેળવવા માટે રાહુલ ત્રિવેદી નામના વિઝા એજન્ટનો સંપર્ક કર્યો હતો. રાહુલે ૨.૫૦ લાખ રૂપિયામાં ધરતીને લંડનના વીજા અપાવી દેવાની વાત કરી હતી. અને વિઝા ઝડપથી મેળવવા માટે શોર્ટ કટનો માર્ગ શું અપનાવો જોઈએ તે પણ ધરતીને જણાવ્યું હતું, આ રસ્તો હતો સૌ પ્રથમ અલ્હાબાદ યુનિવર્સીટીમાંથી નર્સિંગ વિભાગની ખોટી ડિગ્રી અને સર્ટિફિકેટ બનાવડાવવા અને તેના આધારે લંડનના સ્ટુડન્ટ વિઝા મેળવવા.

ધરતીએ રાહુલની વાત માનીને લંડનના વિઝા મેળવાની કોશિશ શરુ કરી હતી. જેમાં ધરતીને સફળતા પણ મળી ગઈ હતી. અને તે ઓક્ટોબર મહિનાની ૯મી તારીખે લંડન જવા માટે અમદાવાદ એરપોર્ટ પર પહોંચી હતી. ત્યાં ઈમિગેશન વિભાગને ધરતીના માર્કશીટો પર શંકા જતા તેમણે તે માર્કશીટોની ચકાસણી કરતા તેમને ખબર પડી હતી કે ધરતીની તમામ માર્કશીટો અને સાર્ટિફિકેટ ખોટા છે. અને તે ખોટી રીતે લંડન જઈ રહી છે. તેથી તેમણે એરપોર્ટ પોલીસને આ મામલાની જાણ કરતા એરપોર્ટ પોલીસે ધરતી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અને આ મામલે ધરતીએ પોલીસની પકડથી બચવા માટે સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી મુકતા કોર્ટે તે અરજીને ફગાવી દીધી હતી.
First published: December 7, 2019
વધુ વાંચો
अगली ख़बर