અમદાવાદ : છાપામાં જાહેરખબર વાંચીને નોકરી મેળવવાની લાલચે યુવતીએ રૂ. 1.75 લાખ ગુમાવ્યા

News18 Gujarati
Updated: September 23, 2019, 9:42 AM IST
અમદાવાદ : છાપામાં જાહેરખબર વાંચીને નોકરી મેળવવાની લાલચે યુવતીએ રૂ. 1.75 લાખ ગુમાવ્યા
પ્રતિકાત્મક તસવીર

નોકરીઇચ્છુક યુવાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો : યુવતીએ ઘરબેઠા કમાણી કરવાની જાહેરખબર વાંચીને જાહેરખબર આપનારનો સંપર્ક કર્યો હતો.

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદઃ હાલમાં મંદી અને બેરોજગારીનો દોર ચાલી રહ્યો છે ત્યારે ઠગો પણ અનેક યુક્તિઓથી નોકરીઇચ્છુક યુવાઓને ઠગી રહ્યા છે. અનેક યુવાઓને હાલમાં અભ્યાસ છતાં નોકરી ન મળતી હોવાથી ઠગોની જાળમાં સરળતાથી ફસાઈ રહ્યા છે. ઠગાઈની એક સરળ રીત ન્યૂઝ પેપરમાં નોકરીની જાહેરાત આપીને યુવાઓને ઠગવામાં આવે છે. જેમાં ઘરબેઠા કમાવાની તકના નામે જાહેરખબર આપવામાં આવતી હોય છે.

આવી જાહેરખબર બાદ જાહેરખબર આપનારનો સંપર્ક કરવામાં આવતા શરૂઆતમાં પૈસા ભરવાનું કહેવામાં આવે છે. જોકે, બાદમાં આવા ઠગો પૈસા લઈને ફરાર થઈ જતા હોય છે. આવી જ એક પોલીસ ફરિયાદ અમદાવાદના ઇસનપુરમાં નોંધાઇ છે. જેમાં એક યુવતીએ નોકરી મેળવવાની લાલચે રૂ. 1.75 લાખ રૂપિયા ગુમાવ્યા છે ત્યારે છાપાની જાહેરાતથી નોકરી મેળવતા લોકો માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે.

ઇસનપુર ખોડિયારપાર્ક સોસાયટીમાં રહેતી 18 વર્ષીય દેવ્યાની રાણા નામની યુવતી ચીમનભાઇ ઇન્સ્ટિટ્યૂટમાં બીબીએનો અભ્યાસ કરે છે. ગત તા.27મી ફેબ્રુઆરીના રોજ દેવ્યાનીએ એક ન્યૂઝ પેપરમાં એક જાહેરાત વાંચી હતી. જેમાં લખવામાં આવ્યું હતું કે, 'ઘરબેઠા રૂ. 15 હજારથી 30 હજાર કમાઓ અને લેપટોપ અને મોબાઇલ ફોન મેળવો.'

આ જાહેરાત વાંચી દેવ્યાનીએ જાહેરાતમાં આપેલા નંબર પર ફોન કરી રાહુલ નામના શખ્સ સાથે વાત કરી હતી. જેથી રાહુલે દેવ્યાનીને વધુ લાલચો આપી રજીસ્ટ્રેશન માટે ટુકડે ટુકડે 1.75 લાખ રૂપિયા ભરવાનું કહ્યું હતું. યુવતી પાસે આ શખ્સ જીએસટીના અને અન્ય ચાર્જના નાણાં પૈસા માંગતો હતો. રૂ. 1.75 લાખ જેટલી રકમ ભર્યાં બાદ મહિનાઓ સુધી નોકરી કે રૂપિયા પરત ન મળતા યુવતીએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. આ મામલે ઇસનપુર પોલીસે મોબાઇલ નંબર અને ફોન પર વાત કરનાર રાહુલ નામના ઠગ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :
First published: September 23, 2019, 8:46 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading