અમદાવાદ: હસતા મોઢે પાણીમાં કૂદીને આપઘાત કરી લેનાર યુવતીનો પરિવાર સાથે વાતચીતનો અંતિમ ઓડિયો આવ્યો સામે

અમદાવાદ: હસતા મોઢે પાણીમાં કૂદીને આપઘાત કરી લેનાર યુવતીનો પરિવાર સાથે વાતચીતનો અંતિમ ઓડિયો આવ્યો સામે
આપઘાત કરી લેનારી યુવતી.

આપઘાત પહેલા યુવતીએ સાબરમતી રિવરફ્રન્ટ (Sabarmati riverfront) પર બેસીને હસતા મોઢે એક વીડિયો (Video) બનાવ્યો હતો અને તેના પતિના મોબાઇલ પર મોકલ્યો હતો.

  • Share this:
અમદાવાદ: અમદાવાદમાં એક યુવતીએ હસતા મોઢે સાબરમતી નદીમાં કૂદીને આપઘાત (Suicide) કરી લીધો છે! આ વાક્ય વાંચતા ધ્રાસકો પડશે પરંતુ આ વાત સાચી છે. યુવતીએ તેના પતિના ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો છે. મરતા પહેલા તેણે સાબરમતી રિવરફ્રન્ટ (Sabarmati riverfront) પર બેસીને હસતા મોઢે એક વીડિયો (Video) બનાવ્યો હતો અને તેના પતિના મોબાઇલ પર મોકલ્યો હતો. રિવરફ્રન્ટ પોલીસે (Riverfront police) આ મામલે મહિલાના પતિ (Husband) સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આ કેસમાં આપઘાત કરી લેનાર યુવતી અને તેના માતાપિતા સાથે થયેલી અંતિમ વાતચીતનો ઓડિયો સામે આવ્યો છે. જેમાં યુવતીને આપઘાત ન કરવા માટે તેના પિતા અને માતા ખૂબ સમજાવે છે. ત્યાં સુધી કે તેને કુરાન અને તેના પોતાની કસમ પણ આપે છે. ઓડિયોમાં માતાપિતા અને યુવતી વચ્ચે જે વાતચીત થઈ રહી છે તેને સાંભળીને ખરેખર કંપારી છૂટી જાય.

ઓડિયાની વાતચીતના અંશો:પિતા: બેટા તું ક્યાં છે?
દીકરી: હું રિવરફ્રન્ટ પર છું. આવી રહું છું.
પિતા: સોનું, મારી વાત સાંભળ બેટા.
દીકરી: (રડવા લાગે છે) મારે કંઈ નથી સાંભળવું પપ્પા.
પિતા: તું ખોટી વાત ન કર. લે તારી મમ્મી સાથે વાત કરી.
દીકરી: મારે કંઈ નથી સાંભળવું. બસ પાણીમાં કૂદુ એટલો જ સવાલ છે.
માતા: બેટા, આવું કામ ન કરતી.
દીકરી: બહુ થઈ ગયું.
માતા: આવું કામ કરીશ તો લોકો કહેશે કો તું ખરાબ હતી.
દીકરી: જેને જે કેહેવું હોય એ કહે. બસ થયું મોમ. મારે બસ પાણીમાં કૂદવું છે.
માતા: તને તારા બાબાની કસમ. આવું કામ ન કરતી.
દીકરી: મારે મરી જવું છું. હું થાકી ગઈ છું. એને આઝાદી જોઈએ છે તો આઝાદી આપી દઉં છું. મને કહે છે તું મરવા જાય છે તો વીડિયો બનાવીને મોકલી દેજે. મેં તેને વીડિયો મોકલી દીધો છે.

>>આખો ઓડિયો નીચે સાંભળો:

પતિએ નફ્ફટાઇની હદ વટાવી

પરિણીતાના પતિએ નફ્ફટાઈની હદ તો ત્યારે વટાવી જ્યારે પત્નીના આપઘાત બાદ પણ તેને જાણે કોઈ દુઃખ થયું જ ન હોય તેમ  સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ મૂકી છે. જેમાં  લખ્યું છે કે "કૌન ચલા ગયા યે ઈમ્પોર્ટન્ટ નહીં હૈ, કૌન અબ ભી સાથ હે એ ઈમ્પોર્ટન્ટ હે...."  પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવતીના પતિને કોઈ અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાનું સામે આવ્યું છે. આ વાત મળતા પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.'તું મરી જા અને વીડિયો મોકલજે'

યુવતીએ આપઘાત પહેલા તેના માતાપિતાને ફોન કર્યો હતો. આ પહેલા યુવતીએ તેના પતિને આપઘાત કરવા જઈ રહી હોવાનો ફોન કર્યો હતો. આ દરમિયાન તેના પતિએ તેણીને જણાવ્યું હતું કે, "તું મરી જા. અને મરતા પહેલા મને વીડિયો બનાવીને મોકલી દેજે." જે બાદમાં યુવતીએ રિવરફ્રન્ટ પર બેસીને હસતા મોઢે વીડિયો બનાવ્યો હતો અને તેના પતિને મોકલી આપ્યો હતો. બાદમાં તેણીએ આપઘાત કરી લીધો હતો. આ દરમિયાન યુવતીએ માતાપિતાને ફોન કરતા તેમણે યુવતીને ખૂબ સમજાવી હતી પરંતુ યુવતી માની ન હતી. યુવતીના પતિએ જ્યારે પોતે આપઘાત કરી લેશે તેવી ધમકી આપી ત્યારે યુવતીએ એવું કહ્યું હતું કે હું ઘરે આવી રહી છે. જોકે, યુવતી ઘરે આવી ન હતી અને આપઘાત કરી લીધો હતો.પિતાએ સમાધાન બાદ દીકરીને ફરી સાસરે વળાવી હતી

મળતી માહિતી પ્રમાણે અમદાવાદના વટવા ખાતે રહેતા લિયાકતઅલી મકરાણી સિલાઈ કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની દીકરી આઇશા ઉર્ફે સોનુના લગ્ન વર્ષ વર્ષ 2018માં રાજસ્થાન ખાતે રહેતા આરીફ ખાન સાથે થયા હતા. લગ્ન બાદ આઇશાને તેનો પતિ અને સાસરિયાઓ દહેજ બાબતે ત્રાસ આપતા હતા. વર્ષ 2018માં ડિસેમ્બર માસમાં તેનો પતિ દહેજ માંગી ઝઘડો કરી આઇશાને પિયરમાં મૂકી ગયો હતો. બાદમાં સમાધાન કરી લિયાકતઅલીએ દીકરીને પાછી સાસરે વળાવી હતી. જે બાદમાં 2019માં આરિફ આઇશાને પાછી તેના પિતાના ઘરે મૂકી ગયો હતો. આયેશાએ પતિ અને સાસરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ અંગે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો.આઇશાનો હૃદયદ્રાવક વીડિયો:

પરિણીતાએ જે વિડીયો બનાવ્યો હતો તેમાં જણાવ્યું છે કે "હેલ્લો, અસ્લામ વાલીકુમ મેરા નામ હે આઇશા આરીફખાન... ઔર મેં જો ભી કુછ કરને જા રહી હું મેરી મરજી સે કરને જા રહી હું...ઇસમે કિસીકા દોર ઔર દબાવ નહિ હે અબ બસ ક્યા કહે? એ સમજ લિજીયે કે ખુદાકિ ઝીંદગી ઇતની હોતી હે...ઔર મુજે ઇતની ઝીંદગી બહોત સુકુન વાલી લગતી હે.''ઔર ડિયર ડેડ કબ તક લડેગે અપનો સે કેસ વિડ્રોલ કર દો નહિ કરના આઇશા લડાઈઓ કે લિએ નહિ બની પ્યાર કરતે હે આરીફ સે ઉસે પરેશાન થોડી કરેગે? અગર ઉસે આઝાદી ચાહિયે તો ઠીક હે વો આઝાદ રહે ચલો અપની ઝીંદગી તો યહી તક હે. મેં ખુશ હું કી મેં અલ્લાહ સે મીલૂંગી ઉન્હેં કહુંગી કી મેરે સે ગલતી કહાં રેહ ગઈ? મા બાપ બહુત અચ્છે મિલે દોસ્ત બહોત અચ્છે મિલે પર શાયદ કહી કમી રેહ ગઈ મુજમે યા શાયદ તકદીર મેં,મેં ખુશ હુંસુકુન સે જાના ચાહતી હું અલ્લાહ સે દુઆ કરતી હું કી દુબારા ઇન્સાનો કી શકલ ન દિખાયે.'

'એક ચીઝ જરૂર શીખ રહી હું મોહબબત કરની હે તો દો તરફા કરો એક તરફા મેં કુછ હાસિલ નહિ હે.ચલો કુછ મહોબ્બત તો નિકાહ કે બાદ ભી અધૂરી રહેતી હે,એ પ્યારી સી નદી પ્રે કરતે હે કી વો મુજે અપને આભ મેં સમા લે ઔર મેરે પીઠ પીછે જો ભી હો પ્લીઝ જ્યાદા બખેડા મત કરના મેં હવાઓ કી તરહ હું બસ બહેના ચાહતી હું,ઔર બહેતે રેહના ચાહતી હું કિસીકે લિયે નહિ રૂકના મેં ખુશ હું આજ કે દિન કે જો સવાલ કે જવાબ ચાહિયે થે વો મિલ ગયે.ઔર મુજે જીસકો જો બતાના થાય વો સચ્ચાઈ બતા ચુકી હું કાફી હે, થેંક્યું....મુજે દુઆઓ મેં યાદ કરના કયા પતા જન્નત મિલે ન મિલે...ચલો અલવિદા.'
Published by:Vinod Zankhaliya
First published:February 27, 2021, 14:57 pm

ટૉપ ન્યૂઝ