અમદાવાદ: NRI પતિએ પરિણીતાને પ્રથમ રાત્રિએ કહ્યુ- 'બાધા હોવાથી અલગ રહેવું પડશે'

અમદાવાદ: NRI પતિએ પરિણીતાને પ્રથમ રાત્રિએ કહ્યુ- 'બાધા હોવાથી અલગ રહેવું પડશે'
પ્રતીકાત્મક તસવીર

'લગ્નનો મને થાક લાગ્યો છે, અને મારે બાધા છે, આથી મારાથી થોડો સમય અલગ રહેવું પડશે,' આ પ્રકારની વાતો કરી આરોપી પતિએ તેની પત્નીને પત્ની તરીકેનું સુખ આપ્યું ન હતું.

  • Share this:
અમદાવાદ: શહેરમાં રહેતી એક યુવતીએ તેના NRI પતિ સહિત સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. યુવતીએ આક્ષેપ કર્યો છે કે લગ્ન (Marriage) બાદ તેના પતિએ તેની સાથે સંબંધ બાંધ્યો ન હતો. યુવતીના પતિએ તેણીને જણાવ્યું હતું કે "તેને લગ્નનો થાક લાગ્યો છે અને બાધા છે. આ માટે થોડો સમય અલગ રહેવું પડશે." આ વાત માનીને યુવતી પણ પતિ (Husband)થી દૂર રહેતી હતી. જોકે, હદ તો ત્યાં થઈ જ્યારે યુવતીનો પતિ વિદેશ (Foreign) ગયો ત્યારે પત્નીને સાથે લઈ ગયો ન હતો. ત્રણેકવાર વિદેશથી પરત ફર્યા બાદ યુવતીએ વિદેશ લઈ જવાનું કહેતા યુવતીના પતિએ પિયરમાંથી પૈસા લઈ આવવાનું કહ્યું હતું. યુવતી પિયરમાંથી દસ લાખ લાવતા તેનો પતિ તેણીને વિદેશ લઈ ગયો હતો.

શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી 35 વર્ષીય યુવતીએ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે. તેના લગ્ન અમદાવાદના જોધપુર ખાતે રહેતા એક યુવક સાથે વર્ષ 2006માં થયા હતા. લગ્ન પ્રસંગમાં યુવતીના માતાપિતાએ દાગીના તથા રોકડા રૂપિયા આપ્યા હતા. લગ્ન બાદ જ્યારે યુવતી સાસરીમાં ગઈ હતી ત્યારે તેના પતિએ યુવતી સાથે સંબંધ બાંધ્યો ન હતો. નવાઈની વાત તો એ છે કે યુવતીના પતિએ તેને જણાવ્યું હતું કે "લગ્નનો મને થાક લાગ્યો છે, અને મારે બાધા છે. આથી મારાથી થોડો સમય અલગ રહેવું પડશે." આ પ્રકારની વાતો કરી આરોપી પતિએ તેની પત્નીને પત્ની તરીકેનું સુખ આપ્યું ન હતું.આ પણ વાંચો: રાજકોટ: પરિણીતાને સાસરિયા પક્ષના લોકોએ વળગાડ હોવાની કહીને આપ્યા અગરબત્તીના ડામ

બાદમાં વર્ષ 2007થી આ યુવતીનો પતિ વધુ અભ્યાસ માટે કેનેડા જતો રહ્યો હતો. ત્યારે યુવતીને તેના સાસુ-સસરા તેના પતિ સાથે મોબાઈલ ફોનમાં વાતચીત પણ કરવા દેતા ન હતા. વર્ષ 2008 માં યુવતીનો પતિ કેનેડાથી પરત આવ્યો હતો ત્યારે તેણીએ દાંપત્યજીવન ભોગવવાની વાત પતિને કરી હતી. આ સમયે પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને ઝઘડો કર્યો હતો. બાદમાં યુવતીના સાસુ-સસરાએ તેના દીકરાને પુત્રવધૂ વિરુદ્ધમાં ચઢામણી કરીને માર મરાવતા હતા.

આ પણ વાંચો: સુરત: PSI અમિતા જોશી આપઘાત કેસમાં પતિ સહિત સાસરિયાની ધરપકડ

વર્ષ 2009માં આ યુવતીના પતિ ફરીથી વિદેશ જવાના હોવાથી યુવતીના વિઝા લીધા હતા. યુવતીએ સાથે વિદેશ આવવાનું કહેતા પતિએ વિદેશ ખર્ચ માટે તેના પિતા પાસેથી 10 લાખ રૂપિયા લાવવાનું કહ્યું હતું. યુવતી તેના પિતા પાસેથી પૈસા ન લાવતા તેનો પતિ એકલો જ કેનેડા જતો રહ્યો હતો અને વર્ષ 2010માં પરત આવ્યો હતો.

વર્ષ 2011માં ફરીથી કેનેડા જવાના હોવાથી યુવતીએ તેના પતિ સમક્ષ વિદેશ જવાની ઇચ્છા દર્શાવી હતી. પરંતુ ત્યારે પણ યુવતીના પતિએ તેના પિતા પાસે પૈસા લાવવાની માંગણી કરી હતી. આ સમયે યુવતીના પિતાએ પોતાની પુત્રીનો ઘરસંસાર ન બગડે તે માટે 10 લાખ રૂપિયા આપ્યા હતા. જેથી આ યુવતીને તેનો પતિ કેનેડા લઈ ગયો હતો.


કેનેડા ગયા બાદ આ યુવતી ત્યાં નોકરી કરતી હતી. વર્ષ 2014માં પરત આવતાં આ યુવતીના કમાણીના પૈસા તેના પતિએ વિશ્વાસમાં લઈને ચેકથી તથા કાર્ડથી લઈ લીધા હતા. આ પ્રકારે યુવતીના પતિ, દિયર સાસુ-સસરાએ અવારનવાર અલગ-અલગ બાબતોને લઈને ત્રાસ ગુજારતાં મહિલાએ આ મામલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:December 23, 2020, 11:23 am

ટૉપ ન્યૂઝ