અમદાવાદની યુવતીને સાસરે પહોંચતા જ થયો કડવો અનુભવ, ખબર પડી કે પતિના આ બીજા લગ્ન છે!


Updated: September 28, 2020, 9:03 AM IST
અમદાવાદની યુવતીને સાસરે પહોંચતા જ થયો કડવો અનુભવ, ખબર પડી કે પતિના આ બીજા લગ્ન છે!
પ્રતિકાત્મક તસવીર

મૂળ નારોલમાં રહેતી 22 વર્ષીય યુવતીના વર્ષ 2018માં લગ્ન થયા હતા, બાદમાં તે પતિ સાથે બાપુનગર ખાતે રહેવા ગઈ હતી.

  • Share this:
અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા એક પોલીસ સ્ટેશન (Bapunagar Police Station)માં એક પરિણીતાએ તેના પતિ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં પરિણીતાએ આક્ષેપ કર્યો છે કે તેના પતિ (Husband)ના આ બીજા લગ્ન (Second Marriage)હોવાની જાણ તેને લગ્ન બાદ સાસરે ગયા બાદ થઈ હતી. એટલું જ નહીં તેનો પતિ તેની પહેલી પત્નીને હજુય ભરણપોષણના નાણાં આપે છે. જે અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મૂળ નારોલમાં રહેતી 22 વર્ષીય યુવતીના વર્ષ 2018માં લગ્ન થયા હતા. તેના લગ્ન બાપુનગરમાં રહેતા એક યુવક સાથે થયા હતા. બાદમાં તે પતિ સાથે બાપુનગર ખાતે રહેવા ગઈ હતી. યુવતીનો પતિ પાવર ટુલ્સનો વેપાર કરે છે. યુવતીના સાસુ-સસરા ઉત્તર પ્રદેશ ખાતે રહે છે. લગ્ન બાદ યુવતીને તેનો પતિ વર્ષ 2018માં યુપી લઈ ગયો હતો. જ્યાં તેને જાણવા મળ્યું કે તેના પતિના આ બીજા લગ્ન છે. તેના અગાઉ પણ એક લગ્ન થયા હતા અને તે લગ્ન સંબંધથી તેને એક પુત્રી પણ હતી.

આ પણ વાંચો:  રાજકોટઃ corona માટેના ખાસ Remdesivir ઇન્જેક્શનની કાળાબજારીનો પર્દાફાશ

ચારેક વર્ષ પહેલા કોઈ અણબનાવ બનતા પતિ સામે ભરણપોષણનો કેસ થયો હતો અને તે હજુય તેની પહેલી પત્નીને ભરણપોષણના નાણાં આપતો હોવાનું યુવતીને સાસરેથ ગયા બાદ જાણ થઈ હતી. આ બાબતે યુવતીએ તેના પતિને કહેતા તેણે તારે શું મતલબ કહીને ઝધડો કર્યો હતો. યુવતીનો પતિ તેણીને અવારનવાર આ વાતને લઈને માર પણ મારતો હતો.

નીચે વીડિયોમાં જુઓ આજના મહત્ત્વના સમાચાર
એટલું જ નહીં યુવતીની માતાએ તેના પતિને ધંધા માટે નાણાં આપ્યા હતા. આ રકમ પરતા માંગતી યુવતીનો પતિ કોઈ જવાબ આપતો ન હતો અને યુવતી પર ત્રાસ ગુજરાતો હતો. જે બાદમાં યુવતીનો પતિ તેને એક દિવસ તેના પિયરમાં મૂકી ગયો હતો. લાંબા સમય સુધી પતિ તેને પરત ન લઈ જતા યુવતી સાસરે લઈ જવા માટે પતિ આગળ કરગરતી હતી. જોકે, પતિએ સાસરેથી બાઇક અને રોકડા લઈ આવવાનું કહીને ત્રાસ ગુજાર્યો હતો. જેથી કંટાળીને યુવતીએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં તેના પતિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
Published by: Vinod Zankhaliya
First published: September 28, 2020, 9:01 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading