Home /News /madhya-gujarat /

અમદાવાદ : સોશિયલ મીડિયામાં યુવાને નર્સ પાસે કરી બીભત્સ માંગણી, ફરિયાદ દાખલ

અમદાવાદ : સોશિયલ મીડિયામાં યુવાને નર્સ પાસે કરી બીભત્સ માંગણી, ફરિયાદ દાખલ

પ્રતિકાત્મક તસવીર

યુવતીના ફેસબુક મેસેન્જર પર પટેલ નિલેશ નામના આઈડી પરથી Hi, Hello અને બાદમાં બીભત્સ માંગણી કરતો મેસેજ આવ્યો હતો.

અમદાવાદ : ટેક્નોલોજીનો વ્યાપ વધતા લોકો પણ હવે હાઈટેક બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. મોટાભાગના લોકો હવે સોશિયલ મીડિયાનો વધુમાં વધુ ઉપયોગ કરી રહ્યા છે. જોકે, કેટલાક લોકો સોશિયલ મીડિયાનો સદપયોગ કરવાના બદલે દુરુપયોગ વધુ કરી રહ્યા છે. કારણ કે છેલ્લા કેટલાક સમયથી સામાજિક ઝઘડો હોય કે પછી એક તરફી પ્રેમ, લોકો બદલો લેવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા હોય તેવા અનેક બનાવો પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે.

હવે આવો વધુ એક કિસ્સો શહેરના સોલા વિસ્તારમાં જોવા મળ્યો છે. સોલા વિસ્તારમાં રહેતી એક મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે તેના ફેસબુક મેસેન્જર પર 27 મેના દિવસે પટેલ નિલેશ નામના ફેસબુક આઈડી પરથી Hi, hello લખીને મેસેજ આવ્યો હતો.

આ પણ વાંચો : ખેડૂતો આનંદો : 1 જૂનના રોજ કેરળમાં ચોમાસાનું આગમાન થશે

જે બાદમાં યુવતીએ તેનો પરિચય પૂછી તેના આઈડી પર મેસેજ ન કરવા કહ્યું હતું. બીજે દિવસે પટેલ નિલેશ નામના આઈડી પરથી જ મેસેજ આવ્યો હતો અને યુવતી સાથે બીભત્સ માગણી કરવામાં આવી હતી. આ મામલે યુવતીએ સમગ્ર ઘટનાની જાણ સોલા પોલીસને કરી હતી. પોલીસે પટેલ નિલેશ નામના આઈડી ધારક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Nurse, Social media, અમદાવાદ, ગુનો, છોકરી, પોલીસ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन