અમદાવાદ : rveer67 , rurudddd અને girlss_attitude નામની 3 IDએ યુવતીનું જીવવું હરામ કરી નાખ્યું, પોલીસ તપાસ શરૂ
અમદાવાદ : rveer67 , rurudddd અને girlss_attitude નામની 3 IDએ યુવતીનું જીવવું હરામ કરી નાખ્યું, પોલીસ તપાસ શરૂ
પ્રતિકાત્મક તસવીર
યુવતીને ઇન્સ્ટાગ્રામ પર એક ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. જે ફ્રેન્ડ રિકવેસ્ટ આવી તે ઍક્સેપ્ટ કર્યા બાદ તેમાં પ્રોફાઈલ પિક્ચર જોયો તો તેનો અને અન્ય યુવકનો હતો.
અમદાવાદ: શહેરમાં રહેતી એક યુવતી (Gir) થોડા સમય પહેલા એક યુવક સાથે સગાઈ (Engagement) કરવાની હતી. પણ આ યુવક તેની સાથે ખૂબ ઝગડા કરતા તેને સગાઈ નહોતી કરી. બાદમાં તે યુવક અને યુવતીના ફોટો પ્રોફાઈલ પિક્ચર માં મૂકી rveer67 , rurudddd અને girlss_attitude નામના ત્રણ ડમી ઇન્સ્ટાગ્રામ (Instagram) એકાઉન્ટ પરથી યુવતીને રિકવેસ્ટ આવવાની શરૂ થતા તેનૂ જીવવું હરામ થઈ ગયું હતું. તેને કોઈ ઇરાદાપૂર્વક હેરાન કર્યું રહ્યું હોવાનું લાગતા આ યુવતીએ સાયબર ક્રાઇમનો સંપર્ક સાધતા પોલીસે તપાસ શરૂ કરી છે.
28 વર્ષીય યુવતી મૂળ નાંદેજ ખાતે તેના માતા પિતા સાથે રહે છે. તે અવાર નવાર તેના મોટા બાપુજીના ત્યાં મણિનગર માં રહે છે. આ યુવતી સોશ્યલ મીડિયામાં (Social Media)તેના એકાઉન્ટ ધરાવે છે. ગત ઓકટોબર માસમાં આ યુવતી તેના મોટા બાપુજી ના ઘરે રોકાવવા આવી હતી. ત્યારે તેને ઇન્સ્ટાગ્રામ પર એક ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. જે ફ્રેન્ડ રિકવેસ્ટ આવી તે ઍક્સેપ્ત કર્યા બાદ તેમાં પ્રોફાઈલ પિક્ચર જોયો તો તેનો અને અન્ય યુવકનો હતો. તે યુવક અન્ય કોઈ નહિ પણ તેની સગાઈ જે યુવક સાથે થવાની હતી તે યુવક સાથેનો ફોટો હતો. આ યુવક સાથે તે સગાઈ કરવાની હતી પણ તે વારંવાર ઝઘડા કોઈ બાબતોને લઈને ઝઘડા કરતા તેની સાથે સગાઈ કરી ન હતી.
આ આઈડી ધારકે યુવતીને હેરાન કરવા બનાવ્યુ હોવાની શંકા જતા તેણે તે આઈડી ધારક ને બ્લોક કરી દિધો હતો. બાદમાં ફરી rurudddd અને girlss_attitude નામના આઈડી પરથી રિકવેસ્ટ આવી હતી. જે આઈડી પણ યુવતીએ બ્લોક કરી દીધા હતા.
જેથી આ યુવતીને કોઈએ હેરાન કરવા માટે આ રીતે ડમી એકાઉન્ટ બનાવી રિકવેસ્ટ મોકલી તેના અને જે યુવક સાથે સગાઈ નક્કી થયા બાદ તૂટી ગઈ હતી તે યુવકના ફોટો મુકતા આ યુવતીએ સાયબર ક્રાઇમનો સંપર્ક કર્યો હતો. સાયબર ક્રાઇમે તપાસ કરી આ ગુનો આચરનાર અન્ય કોઈ નહિ પણ યુવતીએ જે યુવક સાથે સગાઈ નહોતી કરી તે જ હોવાનું માનીને તપાસ શરૂ કરી છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર