Home /News /madhya-gujarat /

અમદાવાદ: ભાઈના મિત્રએ યુવતીનો હાથ પકડી લીધો, પ્રેમ સંબંધ રાખવાનું કહી ધમકી આપી

અમદાવાદ: ભાઈના મિત્રએ યુવતીનો હાથ પકડી લીધો, પ્રેમ સંબંધ રાખવાનું કહી ધમકી આપી

પ્રતિકાત્મક તસવીર

યુવતીના ભાઇનો મિત્ર જ્યારે ઘરે આવતો ત્યારે અનેક વખત ખરાબ નજરે જોતો હતો.

અમદાવાદ: કહેવાય છે કે જીવનમાં સબંધીઓ કરતા વધુ મૂલ્યવાન મિત્રો હોય છે પરંતુ આ વાતને નકારતો કિસ્સો સામે આવ્યો છે. નારોલમાં રહેતી એક યુવતીને તેના ભાઈના મિત્રનો કડવો અનુભવ થયો છે. યુવતીનો ભાઈ અવારનવાર તેના ઘરે આવતો હતો. જે બાદમાં તે યુવતીના એકતરફી પ્રેમમાં પડી ગયો હતો. એટલું જ નહીં યુવકે યુવતીના ઘરે પહોંચીને તેનો હાથ પકડી લીધો હતો. એટલું જ નહીં તેને મેસેજ કરીને પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરીને ધમકીઓ પણ આપતો હતો. આ મામલે યુવતીએ હિંમત કરીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી પ્રમાણે નારોલમાં 19 વર્ષીય યુવતી તેના પરિવાર સાથે રહે છે. તેના મોટાભાઈ સાથે તેનો એક મિત્ર અવારનવાર તેના ઘરે આવતો હતો. ભાઈનો મિત્ર હોવાથી યુવતી તેને ઓળખતી હતી. જોકે, યુવતીને તેનો કડવો અનુભવ થયો હતો. યુવતીના ભાઇનો મિત્ર જ્યારે ઘરે આવતો ત્યારે અનેક વખત ખરાબ નજરે જોતો હતો. પરંતુ યુવક અને તેના ભાઈની મિત્રતાને કારણે યુવતી આ વાતને ધ્યાને લેતી ન હતી.

આ પણ વાંચો: સુરત પોલીસે થાઇલેન્ડની યુવતીની હત્યાને કેસ ઉકેલ્યો, હચમચાવી દેતી હકીકત સામે આવી

ગત ઓગસ્ટ માસમાં યુવતી ઘરે એકલી હતી ત્યારે વિકાસ સિંગ નામનો યુવક તેના ઘરે આવ્યો હતો. યુવતીએ જ્યારે તેને પૂછ્યું કે તે શા માટે તેના ઘરે આવ્યો છે ત્યારે યુવકે મળવા આવ્યો હોવાનું જણાવીને તેનો હાથ પકડી લીધો હતો. જોકે, આ સમયે યુવતીએ તેને ધક્કો મારી ઘરની બહાર જવાનું કહેતા તે જતો રહ્યો હતો. બાદમાં પ્રેમ સંબંધ બાંધવા માટે આ શખ્સ અવારનવાર યુવતીને ફોન કરતો હતો. જે બાદમાં યુવતીએ તેનો નંબર બ્લોક કરી દીધો હતો.

યુવક થોડા દિવસો પછી ફરી તેના ઘરે આવ્યો હતો ત્યારે વોટ્સએપ નંબર બ્લોકમાંથી કાઢી નાખી 'મારે તારી સાથે વાત કરવી છે' તેમ કહીને યુવતી સાથે માથાકૂટ શરૂ કરી હતી. યુવતીએ ના પાડતા તે ધમકી આપવા લાગ્યો હતો અને ફોનમાં વોઇસ રેકોર્ડિંગ કરી બીભત્સ માગણી કરતો હતો. યુવતીએ કંટાળીને તેના માતા-પિતા અને ભાઈને આ બાબતે જાણ કરી હતી. આખરે પરિવારજનોની હિંમત મળતા આ યુવતીએ પોલીસનો સંપર્ક કર્યો હતો. જેથી નારોલ પોલીસે આ શખ્સ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Brother, Couple, Love, Police station, Sister, અમદાવાદ, પોલીસ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन