Home /News /madhya-gujarat /અમદાવાદ : લૉકડાઉનથી સગાઈની તારીખ લંબાતા 26 વર્ષની યુવતીનો આપઘાત

અમદાવાદ : લૉકડાઉનથી સગાઈની તારીખ લંબાતા 26 વર્ષની યુવતીનો આપઘાત

લૉકડાઉનમાં સગાઈની તારીખ લંબાતા યુવતીનો આપઘાત, પરિવારે 22મી એપ્રિલના રોજ સગાઈ નક્કી કરી હતી.

લૉકડાઉનમાં સગાઈની તારીખ લંબાતા યુવતીનો આપઘાત, પરિવારે 22મી એપ્રિલના રોજ સગાઈ નક્કી કરી હતી.

    અમદાવાદ : લૉકડાઉન (Lockdown)ની મુદતમાં વધારો થતાં ઘરમાં રહીને કેટલાય લોકો કંટાળ્યા છે. જોકે, ઘરમાં રહેવું તે જ હાલની પરિસ્થિતિનો યોગ્ય વિકલ્પ છે. અમદાવાદના વસ્ત્રાલ (Ahmedabad)માં એવી ઘટના બની જે જાણીને ભલભલાના રુંવાટા ઊભા થઇ જાય. એક યુવતીની એપ્રિલ મહિનામાં સગાઈ (Engagement) નક્કી થઈ હતી પરંતુ લૉકડાઉન વધતા સગાઈની તારીખો પણ લંબાતી જતી હતી. આ વાતનું મનમાં લાગી આવતા યુવતીએ છત પરથી ઝંપલાવી આપઘાત (Suicide) કર્યો છે. રામોલ પોલીસે આ બનાવમાં અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

    વસ્ત્રાલમાં આવેલા તેજેન્દ્ર ક્રિસ્ટલ બંગલોમાં આપઘાતની ઘટના બની હતી. વાત એમ છે કે અહીં રહેતી 26 વર્ષીય તેજલ ઘનશ્યામભાઈ સોઢા તેના પરિવાર સાથે રહેતી હતી. એક યુવક સાથે પરિવારે સબંધ નક્કી કર્યો હતો અને દીકરી તેજલની સગાઈ પણ નક્કી થઈ હતી. સગાઈ માટે 22 એપ્રિલની તારીખ નક્કી થઈ હતી. પરંતુ લૉકડાઉનને કારણે આ તારીખ લંબાવાઈ હતી. આ જ કારણે તેજલ સખત ડિપ્રેશનમાં આવી ગઈ હતી. પરિવારે તેને સાંત્વના આપી હતી પણ તેમ છતાં તે તણાવમાં રહેતી હતી.

    આ પણ વાંચો : કોરોનાનો ફફડાટ એવો કે આખું ગામ ખાલી થઈ ગયું, ગામ ઉજ્જડ બન્યું

    આ તણાવ વચ્ચે અચાનક જ તેજલે આપઘાત કરી લીધો હતો. આપઘાતની ઘટનાને લઈને રામોલ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું કે સગાઈની તારીખ લૉકડાઉનને કારણે આગળ ધકેલાતી હોવાથી તેજલે ડિપ્રેશનમાં આવીને આપઘાત કર્યો છે. હાલ સમગ્ર બાબતે વધુ તપાસ કરવામાં આવી રહી હોવાનું રામોલ પોલીસ સ્ટેશનના પીઆઇ કે. એસ. દવેએ જણાવ્યું છે.
    " isDesktop="true" id="981308" >
    First published:

    विज्ञापन
    विज्ञापन