અમદાવાદ ગેંગરેપ: આરોપી ગૌરવના પિતાના ગૃહ રાજ્યમંત્રી સાથેના ફોટા વાયરલ

News18 Gujarati
Updated: July 2, 2018, 7:16 AM IST
અમદાવાદ ગેંગરેપ: આરોપી ગૌરવના પિતાના ગૃહ રાજ્યમંત્રી સાથેના ફોટા વાયરલ

  • Share this:
અમદાવાદ સેટેલાઈટ ગેગરેપ કેસમાં વધુ એક ટ્વિસ્ટ આવ્યો છે. હવે આરોપી ગૌરવ દાલમિયાના પિતા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ ફોટામાં આરોપી ગૌરવ લાદમિયાના પિતા મહાવીર દાલમિયા અને રાજ્યના ગૃહમંત્રીના એક સાથેના ફોટો સામે આવ્યા છે. મહાવીર દાલમિયાના સામાજિક પ્રસંગમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની હાજરી જોવા મળી રહી છે. એકબાજુ પીડિતા દ્વારા ક્રાઈમબ્રાંચના જેસીપી જે. કે. ભટ્ટ સામે ગંભીર આક્ષેપ લગાવ્યા બાદ સોશિયલ મીડિયામાં આરોપીના પિતા અને ગૃહ રાજ્યમંત્રીના એક સાથેના ફોટો વાયરલ થતાં કેસ ફરી ચર્ચામાં આવી ગયો છે.

આ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે , ગૌરવના પિતા સાથે મારે કોઈ સંબંધ નથી. સેટેલાઇટ કાંડ અંત્યત દુઃખદ અને સંવેદનશીલ ઘટના છે. આ ઘટનામાં કોઈપણની શેહ શરમ રાખ્યા વગર કડકમાં કડક કાર્યવાહી થશે. સમગ્ર ઘટનાની તપાસ પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહી છે. આ બનાવમાં તટસ્થતાથી તપાસ કરવામાં આવશે. આ કેસમાં સાચા તથ્યો બહાર લાવી સંડોવાયેલાઓને કડકમાં કડક સજા કરવાની સૂચના પોલીસ તંત્રને આપવામાં આવવામાં આવી છે.

પીડીતાએ જેસીપી જે. કે. ભટ્ટ સામે શું આરોપ લગાવ્યો?

પીડિતાએ ક્રાઇમબ્રાંચના જેસીપી જે.કે.ભટ્ટ સામે આરોપ લગાવતા કહ્યું કે, 'તેમણે મારી સામે ઘણાં ઉંચા અવાજમાં ઘણી ખરાબ રીતે વાત કરી છે. તેમણે અનેકવાર એકના એક સવાલો પૂછ્યાં છે. તેમણે મારી સાથે ક્રિમિનલ જેવો વ્યવહાર કર્યો છે. તેમણે કાલે અનેકવાર પોલીસ સ્ટેશનમાં બોલાવીને ધમકાવવાનો પ્રયાસ કર્યો છે. મારી આટલી ઉલટ તપાસ થઇ રહી છે અનેકવાર નિવેદનો બદલવાનું કહેવાય રહ્યું છે તેના કારણે જ આજે મારે મીડિયા સામે આવવું પડ્યું છે.

પીડિતાએ કહ્યું કે, જેસીપી જે.કે.ભટ્ટે મને એવું પણ કહ્યું કે વૃષભ તો ફુદ્દુ જેવો છે તે તો ગાય જેવો છે. તે આવું કાંઇ કરી જ ન શકે. તુ ઇચ્છે તો આ આખો કેસ બદલી નાંખીએ અને તેમની સામે ચિટીંગના ઓરોપો મુકીને તેમને થોડી સજા કરવી દઇએ. તું તારૂ સ્ટેટમેન્ટ બદલી નાંખ. આ અંગે પીડિતાએ જણાવ્યું કે આવી માંગણીઓથી બધા સમજી જ શકે છે કે આ આખો મામલામાં તે શું કરવા માંગે છે.

પીડિતાએ વધુમાં જણાવતાં કહ્યું કે, જેસીપી જે.કે.ભટ્ટે મારી સાથે અનેકવાર ખરાબ રીતે વાત કરી છે. તેમણે મને એટલે સુધી કહી દીધું કે જે ઘટનાને તું દુષ્કર્મ કહે છે તેમાં લાકડા જેવી વસ્તુનો ઉપયોગ કરાયો હતો તેને રેપ ન કહેવાય. રેપ કોને કહેવાય તે અમે નક્કી કરીશું.મને કાલે જેસીપીના દબાણને કારણે આત્મહત્યા કરવાનો પણ વિચાર આવ્યો હતો પરંતુ મારા પરિવારે મને સપોર્ટ કર્યો એટલે આજે હું જીવતી છું. હું સાચ્ચી છું અને હું આ લડાઇ લડીને જ રહીશ. મારી એટલી માંગ છે કે આ કેસમાં ક્રાઇમબ્રાંચના જેસીપી જે.કે.ભટ્ટને હટાવવામાં આવે અને કોઇ નિષ્પક્ષ લેડી ઓફિસરને સોંપવામાં આવે.

શું છે કેસનો ઘટનાક્રમ?

માર્ચ - 2018
અમદાવાદના નહેરુનગર સર્કલથી યુવતીનું કારમાં અપહરણ કરાયું, ઈસનપુર વિસ્તારમાં લઈ જઈ બે શખ્સોએ કારમાં જ કર્યો ગેંગરેપ, હવસખોરોએ દુષ્કૃત્યની ઘટનાનો વીડિયો ઉતાર્યો. યુવતીનું પર્સ અને મોબાઈલ પણ પડાવી લીધા, માર મારીને તેને રસ્તે રઝળતી મૂકી દીધી. ત્યારબાદ ધમકી આપી કે, કોઈને કહેશે તો બોયફ્રેન્ડ અને બહેનને મારી નાંખવામાં આવશે. બ્લેકમેલ કરી યુવતી પાસે માગ્યા 50 લાખ રૂપિયા. વૃષભે ઇન્સ્ટાગ્રામમાં બીભત્સ ફોટો મોકલી પીડિતાને હોટલમાં આવવા જણાવ્યું. કાંકરિયા વિસ્તારમાં યુવતી પાસેથી સોનાની વીંટી અને રૂ. 3700 પડાવ્યા. થોડા દિવસ બાદ બે શખ્સોએ યુવતીનું પર્સ પાછુ આપી દીધું. ઈસનપુરની કોન્ફી હોટલ પાસે ફરી કર્યું યુવતીનું અપહરણ. સ્પ્રે છાંટી ગાડીમાં ખેંચી કર્યા શારીરિક અડપલાં કર્યા, ત્યારબાદયુવતીને રોડ પર ફેંકી ફરાર થઈ ગયા. વોટ્સએપ પર યુવતીને રંજાડવાનું ચાલુ રાખ્યું.

જૂન - 2018
આખરે ત્રણ મહિના બાદ યુવતીએ હિંમત કરી અભયમનો સંપર્ક કર્યો, ઈસનપુર પોલીસનો સહારો લીધો, ઘટના નહેરૂનગરની હોવાથી સેટેલાઇટ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી. પીડિતાનું નિવેદન લેવાયું. સેટેલાઈટ પોલીસે ક્રાઈમબ્રાંચને તપાસ સોંપી. આરોપી યામિનીની રાજકોટથી અટકાયત કરાઈ. અટકાયત બાદ તેને અમદાવાદ લવાયો. શનિવારે રાત્રે આરોપી ગૌરવ દાલમિયા ક્રાઈમબ્રાંચમાં હાજર થયો.

જૂલાઈ - 2018
પીડિતાએ 1 જુલાઈએ પ્રેસ કોન્ફરન્સ કરી. ક્રાઈમબ્રાંચના JCP જે.કે.ભટ્ટ સામે લગાવ્યા ગંભીર આરોપ. આરોપીને બચાવવા ઉપરાંત ગંદા સવાલો કર્યાના લગાવ્યા આક્ષેપ.
First published: July 1, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading