અમદાવાદના ફ્રન્ટલાઈન કોરોના વોરિયરે રાષ્ટ્રપતિને લખ્યો પત્ર, જાણો શું કરી રજૂઆત

અમદાવાદના ફ્રન્ટલાઈન કોરોના વોરિયરે રાષ્ટ્રપતિને લખ્યો પત્ર, જાણો શું કરી રજૂઆત
અમદાવાદના ફ્રન્ટલાઈન કોરોના વોરિયરે રાષ્ટ્રપતિને લખ્યો પત્ર, જાણો શું કરી રજૂઆત

કોરોના વાયરસનું સંક્રમણ ઘટતાં કેસ નિયંત્રણમાં આવી રહ્યા છે. જેને પગલે ધીરેધીરે સરકાર દ્વારા મોટા ભાગની જાહેરસેવાઓ અને સંસ્થાઓ શરૂ કરી દીધી છે

  • Share this:
અમદાવાદ : ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના આવ્યો છે ત્યારથી ફ્રન્ટલાઈન કોરોના વોરિયરની ભૂમિકા ખૂબ મહત્વની રહી છે. ત્યારે અમદાવાદના ફ્રન્ટલાઈન કોરોના વોરિયરે ભારતના રાષ્ટ્રપતિને પત્ર લખ્યો છે. રાષ્ટ્રપતિને સંબોધીને લખવામાં આવેલા આ પત્રમાં કાયદાકીય વ્યવસ્થા સાથે સંકળાયેલા વકીલોની વેદના વિશે ખાસ રજુઆત કરવામાં આવી છે.

કોરોના વાયરસનું સંક્રમણ ઘટતાં કેસ નિયંત્રણમાં આવી રહ્યા છે. જેને પગલે ધીરેધીરે સરકાર દ્વારા મોટા ભાગની જાહેરસેવાઓ અને સંસ્થાઓ શરૂ કરી દીધી છે. એટલું જ નહીં શિક્ષણ સાથે સંકળાયેલ શાળાઓ અને કોલેજો પણ શરૂ કરી દેવાઈ છે. ત્યારે ન્યાયિક વ્યવસ્થા સાથે સંકળાયેલ કોર્ટ શરૂ કરવાની રજુઆત અમદાવાદના ફ્રન્ટલાઈન કોરોના વોરિયર ડો. વસંત પટેલે કરી છે. ડો. વસંત પટેલ અમદાવાદ મેડિકલ એસોસિએશનના સભ્ય પણ છે.અમદાવાદના ફ્રન્ટલાઈન કોરોના વોરિયરે ભારતના રાષ્ટ્રપતિને પત્ર લખ્યો છે


આ પણ વાંચો - સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપે 500 વકીલોની ફોર્સ ઉતારી, જાણો કેમ

ડો. વસંત પટેલે રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં રજુઆત કરી છે કે ભારતની કોર્ટ હાલ ઓનલાઇન ચાલે છે પણ ઓફલાઇન ક્યારે શરૂ થશે. હાલ સ્કૂલો, કોલેજ, થિયેટર અને સંસદ પણ શરૂ થઈ ગઈ છે. કોર્ટમાં ભારતમાં આશરે 20 લાખ વકીલો અને ગુજરાતમાં 75 હજાર વકીલ પ્રેક્ટિસ કરે છે. તેમના પરિવારનું ભરણ પોષણ થઇ શકે. તેમજ આ વકીલોના વ્યવસાય સાથે સ્ટેમ્પ વેન્ડર તેમના સ્ટાફ અને તેમના આસિસ્ટન્ટ સ્ટાફ બધા નભતા હોય છે. જે લોકોએ ન્યાય મેળવવા અરજી કરી હોય તેઓને ઝડપથી ન્યાય મળે તે હેતુથી કોર્ટ હવે ઓફલાઇન શરૂ કરી દેવી જોઈએ.

કોરોના દરમિયાન કોર્ટમાં ઓનલાઇન કામ થયું જ છે અને લોકોને ન્યાય મળે તે માટે પૂરતી કામગીરી કરી જ છે. પણ હવે બધું શરૂ થયું છે તો કોર્ટ પણ શરૂ થવી જોઈએ. મહત્વનું છે કે ડો. વસંત પટેલે અગાઉ કોરોના સંક્રમણ સમયે ગુજરાતમાં નવરાત્રી નહીં યોજવા, કેસ ઘટતાં શાળાઓ શરૂ કરવા મામલે પણ ગુજરાત સરકારને રજૂઆત કરી ચૂક્યા છે.
Published by:Ashish Goyal
First published:February 02, 2021, 22:56 pm

ટૉપ ન્યૂઝ