અમદાવાદ: અંબુજામાં કંપનીમાં નોકરી અપાવવાના નામે કરતા હતા છેતરપિંડી, 9 લોકોની ધરપકડ


Updated: November 27, 2019, 9:09 PM IST
અમદાવાદ: અંબુજામાં કંપનીમાં નોકરી અપાવવાના નામે કરતા હતા છેતરપિંડી, 9 લોકોની ધરપકડ
ઝડપાયેલા આરોપીઓ

આ ગેંગ પોતાની અલગ જ મોડેસ ઓપરેન્ડીથી છેતરપિંડી કરતી આ ટોળકી દિલ્હીમાં બેઠા બેઠા રાજ્યભરના અનેક નોકરી વાંન્છુકોને નોકરીના બહાને છેતરતી હતી

  • Share this:
અંબુજા કમ્પનીમાં જોબ અપાવવાના બહાને છેતરપીંડી કરતા 9 શખ્સોની અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપીઓ nokri.comના ભળતા નામની સાઇટ બનાવી નોકરી વાંચ્છુકો પાસેથી અલગ અલગ ફી પેટે રૂપિયા પડાવતા. આ ગેંગ જોબ અપાવવાના નામે લાખો રૂપિયાની છેતરપિંડી કરવાનું કામ કરતી.

પોતાની અલગ જ મોડેસ ઓપરેન્ડીથી છેતરપિંડી કરતી આ ટોળકી દિલ્હીમાં બેઠા બેઠા રાજ્યભરના અનેક નોકરી વાંન્છુકોને નોકરીના બહાને છેતરતી હતી. જોકે સાયબર ક્રાઈમની ટીમે ચોક્કસ બાતમીના આધારે નવ શખ્સોને દિલ્હીના લક્ષ્મી નગર વિસ્તારમાંથી ઝડપી લીધા છે. આરોપીઓ દિલ્હીમાં HDFC બેંકના ક્રેડિટ કાર્ડ સેલ કરવાના બહાને કોલ સેન્ટર ચલાવતા.

એટલું જ નહીં નોકરી વાંન્છુંકોને ડુપ્લીકેટ ઓફર લેટર પણ વિશ્વાસમાં લેવા માટે મોકલતા. હાલ તો પોલીસને પ્રાથમિક તપાસ કરતા કેટલાક નંબરોનું લિસ્ટ પણ મળી આવ્યું છે. સાથે જ nokri.com ભરતા નામથી વેબસાઇટ બનાવી બેન્ક એકાઉન્ટ ડીટેઇલ મેળવી ફીના નામે પૈસા ઉઘરાવી છેતરપિંડી કરતા.

આ મામલે રાજદીપસિંહ ઝાલા ડીસીપી સાયબર ક્રાઈમ બ્રાન્ચનું કેહવું છે કે, અમદાવાદના એક વ્યક્તિને અંબુજા કંપનીમાં સારા પેકેજથી નોકરી અપાવવાના બહાને ચાર લાખથી વધુની રકમ પડાવી લીધેલી જે અંગેની સાયબર ક્રાઈમને તપાસ કરતા નવ આરોપીઓ પાસેથી ૩૩ જેટલા મોબાઈલ ફોન લેપટોપ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. જોકે હવે આ કોલ સેન્ટર રેકેટમાં મુખ્ય સૂત્રધારને પકડવાની દિશામાં સાયબર ક્રાઈમને તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા જ વડોદરામાંથી આજ રીતે નોકરી આપવાની લાલચ આપી છેતરિંડી કરતી ગેંગ ઝડપાઈ હતી. આ ગેંગ બીઓબીમાં લોકોને નોકરી આપવાની લાલચ આપી નોકરી વાંન્છુક ઉમેદવારો પાસેથી લાખો રૂપિયા પડાવી નકલી ઓફર લેટર આપી છેતરપિંડી કરતા હતા.
First published: November 27, 2019, 9:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading