અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને બોન કેન્સર હોવાનો ફેક મેસેજ કરનાર ચાર યુવકો પકડાયા

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને બોન કેન્સર હોવાનો ફેક મેસેજ કરનાર ચાર યુવકો પકડાયા
અમિત શાહ (ફાઈલ ફોટો)

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને બોન કેન્સર થયું હોવાનું બોગસ ટ્વિટ ઈમેજ તૈયાર કરી ફેક મેસેજ વાયરલ કરનાર 4 શખ્સને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા છે.

  • Share this:
અમદાવાદ: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને બોન કેન્સર થયું હોવાનું બોગસ ટ્વિટ ઈમેજ તૈયાર કરી ફેક મેસેજ વાયરલ કરનાર 4 શખ્સને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad crime branch) ઝડપી લીધા છે. જેમાં ભાવનગર અને અમદાવાદના વ્યક્તિઓ હોવાનું જાણવા મળ્યુ છે. આ ટ્વીટ ઈમેજને પગલે દેશભરના અમિત શાહના સમર્થકો આઘાતમાં સરી પડ્યા હતા.

વિરોધીઓ દ્વારા આ બોગસ મેસેજને પગલે એલફેલ કોમેન્ટ કરી હતી. આ મામલે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમ હરકતમાં આવી હતી. જેને પગલે એક્શન પ્લાન બનાવી 4 ઇસમોને દબોચી લીધા હતા.આરોપીઓએ અમિત શાહના ટ્વીટર એકાઉન્ટની બોગસ ઈમેજ બનાવીને અમિત શાહના નામનો ફેક મેસેજ સોશિયલ મીડિયામાં (social media) મુક્વામાં આવ્યો હતો.આ પણ વાંચોઃ-અસલી કોરોના વોરિયર્સ! લોકડાઉનમાં પણ 75 લાખ લોકોને આ અમદાવાદીઓ પહોંચાડે છે સેવા

જેમાં હિન્દીમાં લખ્યું હતું કે "મેરે દેશ કી જનતા,મેરે દ્વારા ઉઠાયા ગયા હર એક કદમ દેશ હિત મે રહા હૈ.મેરા કિસી જાતી યા ધર્મ વિશેષ સે કોઈ દુશ્મની નહીં હૈ.કુછ દીનો સે બીગડે સ્વાસ્થ્ય કે ચલતે દેશ કી જનતા કી સેવા નહીં કર પા રહા હું. યહ બતાતે દુઃખ હો રહા હૈ, મુજે ગલે કે પીછલે હિસ્સે મે બોન કેન્સર હુવા હૈ.મે આશા કરતા હું,રમઝાન કે ઈસ મુબારક મહિને મે મુસ્લિમ સમાજ કે લોગ ભી મેરે સ્વાસ્થ્ય કે લીયે દુવા કરેંગે ઔર જલ્દી હી સ્વસ્થ હો કર આપકી સેવા કરૂંગા.

આ પણ વાંચોઃ-મોટા સમાચારઃ સરકારે આ કારણે રદ કર્યા 3 કરોડ રાશન કાર્ડ, તમારું તો નથી થયું ને?

આ પણ વાંચોઃ-પ્રયોગ પડ્યો ભારે! કોરોના વાયરસથી બચવા માટે જાતે તૈયાર કરેલી દવા પી લીધી, થયું મોત

જો કે આ મેસેજથી સોશિયલ મિડીયા પર વિવિધ કોમેન્ટો શરૂ થઈ હતી. આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ફેક ટ્વીટ ઈમેજ વાયરલ કરનારને પકડી લીધો છે. જેમાં બે ભાવનગરના આરોપી ફિરોઝખાન જાફરખાન પઠાણ અને સરફરાઝ અબ્દુલ મજીદ મેમણ જ્યારે અમદાવાદના બે સજાદઅલી બચુભાઈ નાયાણી અન સીરાજ હુસૈન મહેમદઅલી વિરાણીની હાલ અટકાયત કરવામાં આવી છે. જેમની ક્રાઇમ બ્રાન્ચ દ્વાર પૂછપરછ કરવામાં આવી રહી છે.
First published:May 09, 2020, 17:58 pm

टॉप स्टोरीज