Home /News /madhya-gujarat /ઓઢવમાં ચાર મજૂરોના મોતનો મામલો, પોલીસ ફરિયાદ નોંધાઇ

ઓઢવમાં ચાર મજૂરોના મોતનો મામલો, પોલીસ ફરિયાદ નોંધાઇ

ઓઢવ અંબિકાનગર પમ્પિંગ સ્ટેશનમાં શનિવારની મોડી રાતે ગેસ ગળતર થતા ચાર શ્રમિકોના મોત નિપજ્યા હતા

ઓઢવ અંબિકાનગર પમ્પિંગ સ્ટેશનમાં શનિવારની મોડી રાતે ગેસ ગળતર થતા ચાર શ્રમિકોના મોત નિપજ્યા હતા

    હર્મેશ સુખડીયા, અમદાવાદઃ ઓઢવ પમ્પિંગ સ્ટેશનમાં ગેસ ગળતરથી ચાર મજૂરોના મોત મામલે ઓઢવ પોલીસે કોન્ટ્રાક્ટર અને સુપરવાઇઝર વિરુદ્ધ બેદરકારી દાખવવા ગુનો નોંધ્યો છે. પોલીસને જાણ કરનાર વ્યક્તિ સામે જ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ચારેય મજૂરો સ્ટોર્મ વોટર લાઇન સાફ કરવા ઉતર્યા હતા, જ્યાં ઝેરી ગેસની અસર થતા મોતને ભેટયા હતા.

    ઓઢવ અંબિકાનગર પમ્પિંગ સ્ટેશનમાં શનિવારની મોડી રાતે ગેસ ગળતર થતા ચાર શ્રમિકોના મોત નિપજ્યા હતા. પ્રિ મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત એ.એમ.સી દ્વારા સ્ટોર્મ વોટરની સફાઈ કરવામાં આવી રહી છે. જેનો કોન્ટ્રાક્ટ એ.એમ.સી દ્વારા મહિમા એજન્સીને આપવામાં આવ્યો હતો. જ્યાં શનિવારની રાતે ડ્રેનેજ લાઇન સફાઇ દરમિયાન શ્રમિકો ઝેરી ગેસ ગળતરની અસર થતા મૃત્યુ નિપજ્યુ હતુ. જેમાં સુપરવાઇઝરને સામાન્ય અસર થઇ હતી.

    પોલીસ સુરક્ષા કે સેફટીના સાધનો વગર જ સુપરવાઇઝર ચેતન બામણિયાએ પમ્પિંગ સ્ટેશન સ્ટોર્મ લાઇનમાં ઉતાર્યા હતા. જેથી કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવતા ગુનો નોંધાયો હોવાનું આઇ ડીવીઝનના એસીપી એલ બી મોણપરાએ જણાવ્યું.

    પોલીસે તપાસ કરતા શ્રમિકો સેફટીના સાઘનો વગર કામ કરી રહ્યા હોવાનુ સામે આવ્યુ છે. ત્યારે એ.એમ.સી દ્ધારા કોન્ટ્રાક્ટ આપવામાં આવતી ઘણી એજન્સીઓની બેદરકારી સામે આવતી હોય છે, છતાં પણ એ.એમ.સી દ્વારા કોઇ પગલા ભરવામાં આવતા નથી. ત્યારે ઓઢવ પોલીસ સુપરવાઇઝર ચેતન બામણિયા અને જવાબદાર સામે ક્યારે પગલા ભરે છે તે જોવાનુ રહ્યુ.
    Published by:kiran mehta
    First published:

    Tags: Odhav, અમદાવાદ

    विज्ञापन
    विज्ञापन