Home /News /madhya-gujarat /

અમદાવાદઃ પેન્ટહાઉસ ભાડે લઈ કોલસેન્ટર ચલાવતા ચાર 'લબરમૂછિયા' ઝડપાયા, આવી રીતે સેરવી લેતા ડોલર

અમદાવાદઃ પેન્ટહાઉસ ભાડે લઈ કોલસેન્ટર ચલાવતા ચાર 'લબરમૂછિયા' ઝડપાયા, આવી રીતે સેરવી લેતા ડોલર

પકડાયેલા આરોપીઓની તસવીર

સહદ ધોબી, મોઈનબેગ મિર્ઝા, નાસીર હુસેન પઠાણ અને અરફાત શેખ નામના આ ચારેય શખ્સો છેલ્લાં પાંચેક મહિનાથી ગેરકાયદેસર કોલ સેન્ટરનો વેપલો ચલાવતા હતા.

અમદાવાદઃ શહેરના સરખેજ (sarkhej) વિસ્તારમાં આવેલા ફતેહવાડી વિસ્તારમાંથી કોલ સેન્ટર (call center) ઝડપી લેવામાં આવ્યું છે અને ચાર આરોપીઓની સરખેજ પોલીસે (sarkhej police) ધરપકડ કરી લીધી છે સરખેજના ફતેહવાડી વિસ્તારમાં આ ચારેય શખસોએ પેન્ટહાઉસ ભાડે લઈને કોલસેન્ટરનો વેપલો ચલાવતા હતા.

સરખેજ પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી છે. સહદ ધોબી, મોઈનબેગ મિર્ઝા, નાસીર હુસેન પઠાણ અને અરફાત શેખ નામના આ ચારેય શખ્સો છેલ્લાં પાંચેક મહિનાથી ગેરકાયદેસર કોલ સેન્ટરનો વેપલો ચલાવતા હતા. અને અમેરિકન નાગરિકો પાસેથી ડોલર પડાવતા હતા. ગિફ્ટ વાઉંચર મારફતે આ ચારેય શખસો રૂપિયાનો હવાલો પડાવતા હોવાની કબૂલાત આરોપીઓએ પોલીસ સમક્ષ કરી છે.

વિઓ-02 આરોપી ઓ છેલ્લા કેટલાક સમય થી ફતેહવાડીમાં આવેલ તયબા રેસીડેન્સીના છઠ્ઠા માળે પેન્ટ હાઉસમાં ભેગા મળી એ આ કોલ સેન્ટર ચલાવતા હતા. તેઓ textnow નામની એપ્લિકેશન usaમાં વસતા નાગરિકોને મેસેજ કે કોલ કરતા અને ખોટા નામ ધારણ કરીને તેઓને વિશ્વાસમાં લઈ ડેટા મેળવતા.

આ પણ વાંચોઃ-રામ રાખે તેને કોણ ચાખે! ટ્રક નીચે આવી ગયા બાઈક પર જતા બે યુવકો, ચમત્કારી રીતે બચતા યુવકોનો live video

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પૂર્વ વિસ્તારનો કુખ્યાત બુટલેગર બંસી ઝડપાયો, 11 મોંઘીદાટ ગાડીઓ જપ્ત, બૂટલેગર કેવી રીતે બન્યો બંસી બિલ્ડર?

બાદમાં તેઓને ઇ મેઇલ પર મેસેજ મોકલી પોતાનો મોબાઇલ નંબર મોકલી આપતા હતા. આમ લોન મેળવવા માટે કહીને સામે વાળી વ્યક્તિની બેંકની વિગતો મેળવી લેતા હતા. અને તેમના ખાતામાં ડુપ્લીકેટ ચેક જમા કરાવી વોલ માર્ટ કે ગૂગલ પે ગિફ્ટ કાર્ડ દ્વારા 25થી 200ડોલર ના ગિફ્ટ વાઉચર લઈને તેનો નંબર મેળવી છેતરપિંડી કરતા હતા.

આ પણ વાંચોઃ-જૂનાગઢના પૂર્વ મેયરના પુત્રની હત્યાના આરોપી મચ્છર, ઋષિરાજ અને રામને ફિલ્મી ઢબે પીછો કરી દબોચી લીધા, કેમ કરી હત્યા?

આ પણ વાંચોઃ-રાજકોટઃ વેજાગામમાં કૂવામાંથી મળી ભરવાડ પરિવારના ત્રણ ભાઈ-બહેનની લાશ, પરિવારો પર આભ તૂટી પડ્યું

એક સમય હતો જ્યારે અમદાવાદ શહેરમાં કોલ સેન્ટરો બિલાડીના ટોપ ની જેમ ફાટી નીકળ્યા હતા પરંતુ  પોલીસ વિભાગ હરકતમાં આવી ગયું હતું અને શહેરની અંદર ચાલતા કોલ સેન્ટરો પર તવાઈ હાથ ધરવામાં આવી હતી હતી.



અને એક પછી એક તમામ કોલસેન્ટરો બંધ કરવામાં આવ્યા હતા અને નાના મોટા તમામ કોલ સેન્ટર ચાલકોની ધરપકડ પણ કરવામાં આવી હતી પરંતુ હજી પણ શહેરમાં ઠેકઠેકાણે કેટલાક કોલસેન્ટરો ધમધમી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. હાલમાં પોલીસએ આરોપી ઓની પૂછપરછ શરૂ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:

Tags: Call center, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन