અમદાવાદઃ દલિત આંદોલનને પગલે શહેર પોલીસ ટવિટર પર એક્ટિવ

News18 Gujarati
Updated: April 2, 2018, 6:48 PM IST
અમદાવાદઃ દલિત આંદોલનને પગલે શહેર પોલીસ ટવિટર પર એક્ટિવ
શહેર પોલીસ ટવિટર પર એક્ટિવ (ફાઇલ તસવીર).

  • Share this:
અમદાવાદઃ દલિત આંદોલનને પગલે શહેર પોલીસ ટવિટર પર એક્ટિવ થઈ ગઈ છે. પોલીસ ટવિટર મારફત શહેરના અલગ-અલગ વિસ્તારની માહિતી આપી રહી છે.

મળતી માહિતી મુજબ, શહેરમાં દલિત આંદોલનના પગલે થઈ રહેલાં તોફાનોને પગલે પોલીસ ટવિટર મારફત વાહનચાલકોને અનેક રસ્તાઓ પર ન નીકળવા માહિતી અપાઈ રહી છે. પોલીસે કાલુપુર, સારંગપુર, દરિયાપુર, દાણીલીમડા, કાંકરિયા, રાયપુર, શાહપુર, સરસપુર, અમરાઈવાડી, આંબાવાડી,
મકરબા, પાલડી, ચાંદખેડા વગેરે વિસ્તારોને અસરગ્રસ્ત ગણાવ્યા છે. આંદોલનકારીઓ દ્વારા શહેરમાં BRTS, AMTSની અનેક બસોમાં તોડફોડ કરવામાં આવી છે, તેથી અનેક બસોના રૂટ ડાઇવર્ટ કરવામાં આવ્યા છે. પોલીસ જનતાને મદદરૂપ થવા ટવિટર મારફક સાચી માહિતી આપી રહી છે. વધુ વિગત માટે વિડિયો પર ક્લિક કરોઃ

First published: April 2, 2018
વધુ વાંચો
अगली ख़बर