અમદાવાદમાં Flipkartનાં ડિલીવરી બોયની બાઇક અને 15 મોબાઇલ સાથેની બેગની ચોરી

News18 Gujarati
Updated: November 24, 2019, 9:06 AM IST
અમદાવાદમાં Flipkartનાં ડિલીવરી બોયની બાઇક અને 15 મોબાઇલ સાથેની બેગની ચોરી
પ્રતિકાત્મક તસવીર

મણિનગર વિસ્તારમાં એક ગ્રાહકને ફોન ડિલિવરી કરવા ગયેલા ડિલિવરી બોયના 15 મોબાઇલ ફોન અને બાઇક એક સખ્સ લૂંટી ફરાર થઇ ગયો.

  • Share this:
અમદાવાદ : આજકાલ લોકો દુકાનમાં નહિ પણ ઇ કોમર્સ વેબસાઇટ પરથી વસ્તુઓ ખરીદવાનું પ્રાધાન્ય આપી રહ્યા છે. ગ્રાહકો છેતરાવવાનાં અનેક કિસ્સાઓ આપણે જોયા છે પરંતુ કંપનીનાં ડિલિવરી બોય પણ છેતરાયો હવાની ઘટના પ્રકાશમાં આવી છે. મણિનગર વિસ્તારમાં એક ગ્રાહકને ફોન ડિલિવરી કરવા ગયેલા ડિલિવરી બોયના 15 મોબાઇલ ફોન અને બાઇક એક સખ્સ લૂંટી ફરાર થઇ ગયો. ગ્રાહક ઘરે હાજર ન હોવાથી તેના મિત્રને ડિલિવરી કરવાની હતી. હાલ તો મણિનગર પોલીસે તપાસ હાથ ધરી છે.

લાંભામાં રહેતો સન્ની રાજભર રામોલ મહાદેવ એસ્ટેટમાં આવેલા ફ્લિપકાર્ટની ઓફિસમાં ડિલિવરી બોય તરીકે નોકરી કરે છે. તેણે નોકરી કરવા માટે એક બાઇક પણ વસાવ્યુ હતું. બે દિવસ પહેલા વધારે ગ્રાહકને ડિલિવરી કરવાની હોવાથી તે 15થી વધુ મોંઘાદાટ મોબાઇલ ફોન અને અન્ય વસ્તુઓ એક થેલામાં ભરી બાઇક લઇને નીકળ્યો હતો. ત્યારે એક મોબાઇલ ફોન તેને કૃષ્ણકુંજ ખાતે અમીત જૈન નામના ગ્રાહકને ડિલિવરી કરવાનો હતો. અમીત જૈનને તેણે ફોન કરતા તે હાજર ન હતો. જેથી અમીત જૈને જણાવ્યું કે, તેનો મિત્ર ફ્લેટ નીચે આવીને મોબાઇલ ફોન લઇ જશે. જેથી અમીતે બતાવેલા એડ્રેસ પર સન્ની પહોંચી ગયો હતો. ત્યાં પહોંચી તેને એક યુવક મળ્યો હતો. તેણે કહ્યું કે અમીતનું પાર્સલ છે તે લેવાનું છે. બાદમાં સન્નીએ 11 હજાર રૂપિયા પેમેન્ટ માંગ્યું હતું. તો શખ્સે કહ્યું કે તેની પાસે 10 હજાર જ છે. બાકીનાં એક હજાર શ્યામ-3 નામના ફ્લેટમાં તેના ઘરેથી તેની માતા આપી દેશે.

આ પણ વાંચો : નિત્યાનંદ આશ્રમમાંથી મળેલા ડિજિટલ લોકર FSL ન ખોલી શકી, ગેસ કટરથી તોડાશે

આ પણ વાંચો : ભાઈએ સગી બહેનને બનાવી ગર્ભવતી, દોઢ વર્ષ બાદ વિદેશથી ઘરે આવેલા પતિના ઉડ્યા હોશ

સન્ની શ્યામ-3 એપાર્ટમેન્ટમાં ગયો હતો. ત્યાં જઇને તેણે તપાસ કરી તો આવો કોઇ વ્યક્તિ ન રહેતો હોવાનું માલુમ પડ્યું. તેની પાસે મોબાઇલ ફોન, સ્પીકર, કુર્તી જેવી અનેક આઇટમો થેલામાં હતી અને તે થેલો ફ્લેટની નીચે બાઇકમાં મૂકીને તે ફ્લેટમાં ગયો હતો. બાદમાં આ શખ્સ ન મળતા તે નીચે આવ્યો અને જોયું તો તેનું બાઇક અને 1.52 લાખની વસ્તુઓ અને બાઇક ત્યાં મળી આવ્યું ન હતું. આ ડિલિવરી લેવા આવેલો શખ્સ આ વસ્તુઓ લઇને ફરાર થઇ ગયો હતો. તેણે મણિનગર પોલીસનો સંપર્ક કરતા પોલીસે આઇપીસી 406, 419, 420 મુજબ ગુનો નોંધી આ શખ્સને શોધવાની કામગીરી હાથ ધરી હતી.

 
First published: November 24, 2019, 9:04 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading