તંત્રની લાપરવાહી? અમદાવાદનાં પિતા પુત્રનો કોરોના એન્ટીજન ટેસ્ટ પહેલા પોઝિટિવ અને 45 મિનિટ બાદ આવ્યો નેગેટિવ

તંત્રની લાપરવાહી? અમદાવાદનાં પિતા પુત્રનો કોરોના એન્ટીજન ટેસ્ટ પહેલા પોઝિટિવ અને 45 મિનિટ બાદ આવ્યો નેગેટિવ
કોરોના ટેસ્ટ

માત્ર 45 મિનિટમાં જ રેપિડ ટેસ્ટ પોઝિટીવમાંથી નેગેટીવ આવતા પરિવારજનોએ સીએમને પત્ર લખી કાર્યવાહી માંગ કરી છે.

  • Share this:
અમદાવાદ કોર્પોરેશન સંચાલિત (AMC) કોરોના રેપિડ ટેસ્ટની  (Corona Rapid Test) વિશ્વસનિયતા પર ગંભીર સવાલો ઉઠ્યા છે.  ફરી એકવાર ટેસ્ટમા પોલમ પોલ સાબિત થઇ હોવાનો આરોપ નારોલના પાલ પરિવારે એએમસી પર લગાવ્યો છે . માત્ર 45 મિનિટમાં જ રેપિડ ટેસ્ટ પોઝિટીવમાંથી નેગેટીવ આવતા પરિવારજનોએ સીએમ વિજય રૂપાણીને (CM Vijay Rupani) પત્ર લખી કાર્યવાહી માંગ કરી છે.

ન્યુઝ18ગુજરાતી સાથે ખાસ વાતચીત કરતા સુચિત્રા પાલે જણાવ્યુ હતુ કે,  તેઓ કોરોના પોઝિટિવ હોવાથી છેલ્લા 14 દિવસથી હોમ ક્વોરન્ટીન થયા હતા. તેઓની હોમ ક્વૉરન્ટીનનો સમય પૂર્ણ થતા તેઓ 104 મારફતે વધુ માહિતી માંગી હતી . જેમાં તેઓ એ કહ્યું હતુ કે, તમને ડોક્ટરની સલાહ લીધા બાદ આગળની સારવાર લઇ શકો છે. ત્યારે સુચિત્રા પાલના પતિ તપન પાલ જેઓ એક સરકાર કર્મચારી છે. તેમજ પુત્ર કૌશિક પાલ દ્વારા રેપિડ ટેસ્ટ માટે નારોલ બીઆરટીએસ બસ સ્ટોપ સામેના કેમ્પમા ટેસ્ટ કરવા પહોંચ્યા હતા . જ્યા બન્ને પિતા - પુત્રનો ટેસ્ટ પોઝિટીવ આવ્યા હતો . ટેસ્ટ પોઝિટીવ આવતા તપન પાલ અને કૌશિત પાલને શંકા લાગી હતી કે તેઓને કોઇ લક્ષણ કોરોના દેખાતા નથી . જેથી તેઓ ફરી એક વાર ટેસ્ટ કરવાનું વિચાર કર્યો હતો.આ પણ વાંચો - અચાનક રસ્તાની બાજુનું ઝાડ ચાલુ બાઇક પર પડ્યું, પિતા-પુત્રનાં મોત, CCTV આવ્યાં સામે

વધુમા સૂચિત્રા પાલે જણાવ્યુ હતુ કે, મારા પુત્ર અને પતિ કોરોના ટેસ્ટ આવતા અમને ટેસ્ટની કામગીરી પર શંકા ઉઠી હતી. જેથી ખરાઇ કરવા માટે તપન અને કૌશિક ફરી એકવાર ટેસ્ટ કરવા માટે ઇસનપુર પહોંચ્યા હતા . જ્યા બન્ને પતિ અને પુત્રનો ટેસ્ટ નેગેટીવ આવ્યો હતો . માત્ર 45 મિનિટનો તફાવતમાં બન્ને ટેસ્ટ વચ્ચે રહ્યો હતો . તેમ છતા પહેલીવાર કોરોના ટેસ્ટ રેપિડમા પોઝિટીવ આવે છે . અને ત્યાર એએમસીના રેપિડ ટેસ્ટ કેમ્પસમા રીપોર્ટ નેગેટીવ આવે છે.

આ પણ જુઓ - પાલ પરિવાર હાલ મુશ્કેલીમાં મૂકાયો છે કે, તેઓ ક્યો ટેસ્ટ માન્ય રાખે. આ મુદ્દે તેઓએ તંત્રને જાણ કરી છે, પરંતુ કોઇ યોગ્ય ઉત્તર ન મળ્યો હોવાની વાત પરિવારજનો કહી રહ્યા છે . ત્યારે બીજી તરફ ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ દ્વારા સીએમ વિજય રૂપાણીને પત્ર લખી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:October 04, 2020, 14:48 pm

टॉप स्टोरीज