Home /News /madhya-gujarat /

અમદાવાદની શાળામાં બોગસ ડિગ્રી કૌભાંડ, પિતા-પુત્રીએ સામસામે આક્ષેપ કરતા ખળભળાટ

અમદાવાદની શાળામાં બોગસ ડિગ્રી કૌભાંડ, પિતા-પુત્રીએ સામસામે આક્ષેપ કરતા ખળભળાટ

પુત્રી માધુરીએ પિતા પર શાળામાં ભરતી કરેલી યુવતી સાથે અનૈતિક સંબંધ હોવાનો આક્ષેપ કર્યો હતો.

શહેરના રખિયાલ વિસ્તારની શેઠ.સી.એલ. હિંદી હાઇસ્કુલની શિક્ષિકા માધુરી કિશનસિંહ તોમરની ડિગ્રી બોગસ હોવાનો પિતા અને કોંગ્રેસના નેતા કિશનસિંહ તોમરનો જ આક્ષેપ. શાળામાં 8 શિક્ષકો બોગસ ડિગ્રીથી શિક્ષક બન્યા હોવાનો ટ્રસ્ટીનો આક્ષેપ

    ઋત્વીજ સોની/પ્રણવ પટેલ, અમદાવાદ : અમદાવાદ શહેરમાં પિતા-પુત્રી વચ્ચેની તકરારનો એક અચરજ પમાડે તેવો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ શહેરના રખિયાલ વિસ્તારમાં આવેલી શેઠ .એલ. હિંદી હાઇસ્કુલની શિક્ષિકા માધુરી કિશનસિંહ તોમરની ડિગ્રી બોગસ હોવાનો ટ્રસ્ટી અને કોંગ્રેસના નેતા પિતા કિશનસિંહ તોમરે જ જાહેરમાં આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો છે. જ્યારે પુત્રી માધુરી તોમરે પિતાના આક્ષેપને નકારતા તેમના પર શાળાની ગ્રાન્ટમાં પિતાએ ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.

    કિશનસિંહ તોમરે ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારી દિકરીના લગ્ન વર્ષ 2003માં દિલ્હીમાં થયા હતા. એમના સાસરીયા લખનૌના છે. વર્ષ 2013માં તેઓ અમદાવાદ આવ્યા અને દિકરીને સ્કૂલમાં રાખવાની માંગણી કરી, ત્યારે મેં દિકરીને શિક્ષિકા તરીકે નોકરી આપી. મને દિકરીના સાસરીયાએ ઘરના ઝઘડામાં જણાવ્યું કે દિકરીની માર્કશીટ બોગસ છે. મેં તપાસ કરાવી અને ખ્યાલ આવ્યો એટલે તુરંત જ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં જ આ ડિગ્રી બોગસ હોવાનો ખુલાસો થયો છે.

    પિતાના બોગસ ડિગ્રી આક્ષેપ વિશે માધુરી તોમરે જણાવ્યું, “મારી ડિગ્રી બોગસ નથી, વર્ષ 2014માં ડીઈઓ દ્વારા જે નિરિક્ષણ કરવામાં આવ્યું તે ડિગ્રી બોગસ નીકળી છે. મારા પિતાએ મારૂ નામ અને રોલ નંબર બીજા કોઈનો નોંધ્યો છે, તે મને ફસાવવા માંગે છે. આ એટલો વાહિયાત માણસ છે, જે પોતાની દિકરીને જ હેરાન કરે છે. આ મારા પતિને મને ફસાવવા માંગે છે. તમારી તમામ સંપત્તિ ગેરકાયદેસર છે, તમારી તમામ સંપત્તિ બોગસ છે, તમે દુનિયાના સૌથી મોટા ચોર છો. એક એક શિક્ષકની ભરતી પર તમે 18 લાખ રૂપીયાની લાંચ લીધી છે. ”

    જોકે, પુત્રીએ પિતા પર અન્ય યુવતી સાથે સંબંધનો આક્ષેપ લગાવ્યો હતો. પિતા પુત્રીના ગંભીર આક્ષેપોના પગલે ચકચાર મતી ગયો હતો.પિતાએ પૂત્રી પર બુક્સમાં કમિશન લેવાનો પણ આક્ષેપ કર્યો હતો. જ્યારે પુત્રીએ પિતા પર શિક્ષકોની ભરતીમાં પૈસા લેવાનો, વ્યભિચારનો પણ આક્ષેપ કર્યો હતો.

    પોલીસે આ મામલે માધુરી તોમર અને વિજય કલહંસ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધી હતી.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Degree Scam, Father-Daughter, Rakhiyal, અમદાવાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन