અમદાવાદ: શેઠના ત્રાસથી કર્મચારીનો આપઘાતનો પ્રયાસ, સુસાઈડ નોટમાં લખ્યું, 'પોલીસ કમિશનર, ન્યાય અપાવજો'

અમદાવાદ: શેઠના ત્રાસથી કર્મચારીનો આપઘાતનો પ્રયાસ, સુસાઈડ નોટમાં લખ્યું, 'પોલીસ કમિશનર, ન્યાય અપાવજો'
સુસાઇડ નોટ લખી આપઘાતનો પ્રયાસ.

દીપકલા જંક્શન (Deepkala Junction)ના શેઠ પ્રદીપ શાહ (Pradip Shah)ના ત્રાસથી એક કર્મચારીએ હાથ-પગ અને ગળાના ભાગે બ્લેડ મારીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો.

  • Share this:
અમદાવાદ: અમદાવાદના શિવરંજની ચાર રસ્તા (Shivranjani cross road) પર આવેલા દીપકલા જંક્શન (Deepkala Junction)ના શેઠ પ્રદીપ શાહ (Pradip Shah)ના ત્રાસથી એક કર્મચારીએ હાથ-પગ અને ગળાના ભાગે બ્લેડ મારીને આત્મહત્યાનો પ્રયાસ કરતાં પોલીસે (Police) સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આપઘાતના પ્રયાસ પહેલા કર્મચારીએ એક સુસાઇડ નોટ પણ લખી હતી. આ સુસાઇડ નોટમાં તેમણે તમામ વાત માટે પોતાના શેઠને જવાબદાર ગણાવ્યા છે. હાલ કર્મચારીની હૉસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. કર્મચારીએ જે સુસાઇડ નોટ લખી હતી તે શબ્દશ: નીચે પ્રમાણે છે.

"હું મારી સ્વચ્છાએ કનુભાઈ, જી. પ્રજાપતિ આમાં મારા ઘરવાળાનો કોઈ વાંક નથી. મું મારી આત્મહત્યા કરું છું. તે માટે મારા માતાપિતા, બે ભાઈ, બે ભાભી અને પત્ની, છોકરાઓનો કોઈ વાંક નથી. આનાથી પોલીસ કમિશનરને જાણ કરવા માટે લખ્યું છે કે મારા ઘરવાળા નિર્દેષ છે. તેમના ઉપર કોઈ કાર્યવાહી કરવી નહીં. મારું આત્મહત્યા કરવાનું કારણ મારાના દુકાનના શેઠ દિપકલા જંક્શન સેટેલાઇટ પ્રદિપભાઈ શાહના ટોર્ચર અને હેરાનગતીથી હું આત્મહત્યા કરું છું. પોલીસ કમિશરનરે જણાવવા માટે કે અમારા શેઠ ઉપર કડક પગલા લેવા વિનંતી અને ન્યાય અપાવવા માટે વિનંતી. આમા મારા ઘરવાળા નિર્દોષ છે. તેમની ઉપર કોઈ કાર્યવાહી કરવી નહીં. એમને ખબર પણ નથી. તે માટે નિર્દોષ છે."'તમે બુદ્ધિમાં ગધેડા જેવા થઈ ગયા છો'

ખોખરા વિસ્તારમાં રહેતા કનુભાઈ પ્રજાપતિ છેલ્લા સાતેક વર્ષથી શિવરંજની ચાર રસ્તા પર આવેલા દીપકલા જંક્શન (Deepkala Junction) સાડીના શો રૂમમાં નોકરી કરે છે. છેલ્લા બે મહિનાથી શોરૂમના શેઠ પ્રદીપ શાહ કનુભાઈને જાણે ટાર્ગેટ બનાવ્યો હોય એમ પરેશાન કરતા હતા. ફરિયાદમાં જણાવ્યા મુજબ કનુભાઈ જો પાંચ મિનિટ નોકરીના સમયમાં મોડા પહોંચતા તો તેઓનો 25 ટકા પગાર અને જો નોકરી પર પહોંચવામાં વધુ મોડું થાય તો 50 ટકા પગાર કાપી લેતા હતા. શનિવાર અને રવિવાર ફરજિયાત આવવા માટે કહેતા હતા. જો ન આવે તો સોમવારે નોકરી પર હાજર ગણતા ન હતા.

આ પણ વાંચો: રાજકોટ: તરુણી એકલી હતી ત્યારે ઘરે દોડી ગયો પ્રેમી, બદનામ કરવાની ધમકી આપી કર્યું ગંદુ કામએકવાર કનુભાઈએ શેઠને અપમાનિત શબ્દો ન બોલવા માટેનું કહેતાં તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો બોલવા લાગ્યા હતા. એટલું જ નહીં તેમણે કહ્યું હતું કે, "તારે નોકરી કરવી હોય તો કર મારે તારી કોઈ જરૂર નથી. તું બધાનો નેતા ન બનતો, નહીં તો તારું જીવવું ભારે કરી દઈશ. હું કોણ છું તેનું તને ભાન નથી. મારી ઊંચી ઊંચી લાગવગ છે. તને અને તારા કામદારને અમદાવાદમાં રહેવું મુશ્કેલ કરી દઈશ."

આ પણ વાંચો: સુરત: યુવાધનને પ્રતિબંધિત ઇ-સિગારેટના રવાડે ચઢાવતા ટોબેકો વેપારીની ધરપકડ

આ પણ વાંચો: સુરત: પિતાના મોત માટે પોતાને જવાબદાર ગણી યુવકનો આપઘાત, 15 દિવસમાં પરિવારમાં બે મોત

વારંવાર બધાની વચ્ચે અપમાન થતા કનુભાઈએ 25મી ફેબ્રુઆરીના દિવસે મોડી રાત્રે સુસાઇડ નોટ લખીને નારોલ-નરોડા હાઇવેની સામે એક્સપ્રેસ હાઇવેના ઝીરો પોઈન્ટ બગીચામાં ગયા હતા. અહીં તેમણે તેમના હાથ-પગ અને ગળાના ડાબી બાજુના ભાગે બ્લેડના ઘા મારી દીધા હતા અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. અહીં લોહીલુહાણ હાલતમાં બેભાન થઇ જતાં તેઓને તાત્કાલિક સારવાર માટે એલ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Published by:Vinod Zankhaliya
First published:March 09, 2021, 14:44 pm

ટૉપ ન્યૂઝ