અમદાવાદ: 'જાનીકાકા નહીં મળે તો હું સવારમાં લોહીની નદી વહાવી દઈશ,' વધુ એક વ્યાજખોરનો આતંક

અમદાવાદ: 'જાનીકાકા નહીં મળે તો હું સવારમાં લોહીની નદી વહાવી દઈશ,' વધુ એક વ્યાજખોરનો આતંક
પ્રતિકાત્મક તસવીર

"તારો દીકરો ધ્રુવ કેમ મારો ફોન ઉપાડતો નથી? હું તેના ઘરે જાઉં છું, હું ખતમ થઇ જઇશ અને તેને પણ જીવતો નહીં રહેવા દઉં. તમારા આખા ફેમિલીને મારી નાખીશ."

  • Share this:
અમદાવાદ: શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ વધતા પોલીસે (Ahmedabad Police) કડક હાથે કાર્યવાહી શરૂ કરી છે. આમ છતાં કેટલાક વ્યાજખોરો જાણે કે હજી પણ સુધરવાનું નામ ન લઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં વધુ એક વ્યાજખોરના ત્રાસને લઈને ફરિયાદ દાખલ થઈ છે. સોલામાં રહેતા અરુણાબેન જાની (Arunaben Jani) ગઇકાલે બપોરના સમયે ઘરે હાજર હતા ત્યારે ભરત દેસાઈ (Bharat Desai) કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે ઘરે આવ્યો હતો.

ભરત દેસાઈએ ફરિયાદીના પતિ જાનીકાકા ક્યાં છે તે અંગે પૂછપરછ કરી હતી. જોકે, ફરિયાદીના પતિ બહાર ગયા હોવાથી તે ત્યાંથી નીકળી ગયો હતો અને સાંજના સમયે તે તેના ડ્રાઈવર દિનેશ સાથે ફરિયાદીના રસોડા સુધી પહોંચી ગયો હતો. વ્યજખોર ભરત કહેવા લાગ્યો હતો કે, "જાનીકાકા ઘરમાં જ છે, તમે તેને ગમે ત્યાં સંતાડી રાખશો તો પણ હું શોધી કાઢીશ. એ નહીં મળે તો સવારના હું લોહીની નદીઓ વહાવી દઈશ."વ્યાજખોરે આમ કહીને ઘરના દરેક રૂમ માં તપાસ કરી હતી. બાદમાં રસોડામાં આવ્યો હતો અને ધમકી આપી હતી કે, "તારો દીકરો ધ્રુવ કેમ મારો ફોન ઉપાડતો નથી? હું તેના ઘરે જાઉં છું, હું ખતમ થઇ જઇશ અને તેને પણ જીવતો નહીં રહેવા દઉં. તમારા આખા ફેમિલીને મારી નાખીશ."

આ પણ વાંચો: 

આમ કહીને વ્યાજખોર ત્યાંથી નીકળી ગયો હતો. આ અંગેની જાણ ફરિયાદી મહિલાએ પોલીસને કરતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી. ફરિયાદીના પતિ બોડકદેવ સિંધુ ભવન રોડ પર ગ્લોબલ હૉસ્પિટલ ધરાવે છે અને મેડિકલના વ્યવસાય સાથે સંકાયેલા છે.

આ પણ જુઓ-

જેમણે દોઢેક વર્ષ પહેલાં ભરત પાસેથી પાંચ ટકા વ્યાજે રૂપિયા 80 લાખ લીધા હતા. જોકે, લૉકડાઉનના કારણે ચાર મહિનાથી વ્યાજનો હપ્તો ચૂકવી શક્યા ન હતાં. જેને લઇને આરોપી તેઓને ધમકી આપતો હતો. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:November 12, 2020, 09:51 am

ટૉપ ન્યૂઝ