અમદાવાદ: 'તું મારી દીકરી સાથે અલગ રહેવા કેમ નથી જતો,' સસરા-સાળો જમાઈ પર હથિયાર સાથે તૂટી પડ્યા

અમદાવાદ: 'તું મારી દીકરી સાથે અલગ રહેવા કેમ નથી જતો,' સસરા-સાળો જમાઈ પર હથિયાર સાથે તૂટી પડ્યા
પ્રતીકાત્મક તસવીર

ફરિયાદીએ તેઓને ઝઘડો નહીં કરવા તેમજ બીભત્સ ગાળો ન બોલવા માટે કહેતા બંને ઉશ્કેરાઇ ગયા હતા અને ફરિયાદીને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા.

  • Share this:
અમદાવાદ: શહેરના ગોમતીપુર વિસ્તાર (Gomtipur area)માં નજીવી બાબતમાં સસરા અને સાળાએ જમાઈ પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો (Attack) કરી હત્યાનો પ્રયાસ કર્યો છે. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થતાં પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો છે. ગોમતીપુર વિસ્તારમાં રહેતા અકરમ મિયાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે ત્રણેક વર્ષ પહેલા તેને લગ્ન (Marriage) થયા હતા. લગ્ન દરમિયાન તેને બે વર્ષની દીકરી પણ છે. પત્નીએ માતાથી અલગ રહેવા માટેનું કહેતા ના પડી હતી, જેના પગલે તેણી તેના પિતાના ઘરે રહે છે. પાંચમી જાન્યુઆરીએ ફરિયાદી જ્યારે છોટાલાલની ચાલી પાસે ચાની કીટલી પર બેઠા હતા તે દરમિયાન તેના સસરા તેની પાસે આવ્યા હતા અને કહ્યું હતું કે, તું મારી દીકરીને અલગ રહેવા માટે શા માટે લઈ જતો નથી? એમ કહીને તેમણે બીભત્સ ગાળો આપી હતી અને ઝઘડો કર્યો હતો.

આ મામલે ફરિયાદીએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી આપી હતી. ફરિયાદ આપીને ઘરે પરત ફર્યા હતા અને રાત્રે જમીને તેના મિત્રો સાથે બેઠા હતા તે દરમિયાન તેના સસરા અને સાળો તેની પાસે આવ્યા હતા અને કેમ તું અમારી વિરુદ્ધમાં ખોટી ફરિયાદો કરે છે કહીને ઝઘડો કરવા લાગ્યા હતા. જોકે, ફરિયાદીએ તેઓને ઝઘડો નહીં કરવા તેમજ બીભત્સ ગાળો ન બોલવા માટે કહેતા બંને ઉશ્કેરાઇ ગયા હતા અને ફરિયાદીને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા.આ પણ વાંચો: 'રૂપિયા મફતમાં નથી આવતા,' અમદાવાદમાં યુવકે માસ્કના દંડ મામલે પોલીસકર્મીને લાફો ઝીંકી દીધો

બાદમાં ફરિયાદીના સસરાએ તેના બંને હાથ પકડી લીધા હતા. જ્યારે તેના સાળાએ પેન્ટના ખિસ્સામાંથી ચપ્પુ કાઢીને ગળાના ભાગે મારવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ફરિયાદી નીચે બેસી જતાં તેને ગાલના ભાગે બે ઘા અને ગરદનની નીચેના ભાગે એક ઘા વાગ્યો હતો. ફરિયાદી ગંભીર રીતે ઘાયલ થતા અને ઘટનાની જાણ થતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. જે બાદમાં બંને આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ફરિયાદીને તાત્કાલિક સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે ગોમતીપુર પોલીસે હત્યાના પ્રયાસ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: સુરત માતા-પુત્રનો આપઘાત: સુસાઇડ નોટમાં લખ્યું- 'મકાન હોવા છતાં ભાડાના મકાનમાં રહું છું, લોનમાં ફસાયો છું'

પુત્રે પિતાનું પેન્શન હડપવા માટે હદ પાર કરી નાખી

શહેરમાં બીજા એક બનાવમાં સેટેલાઈટ વિસ્તારના એક વૃદ્ધ વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. વૃદ્ધે પોતાના પુત્ર પર આરોપ મૂક્યો છે કે તેમનો પુત્ર તેના પેન્શન માટે તેમને માર મારી ધમકી આપે છે. સેટેલાઈટ વિસ્તારમાં રહેતા ફરિયાદીએ ફરિયાદ આપી છે કે તે એક નિવૃત જીવન જીવી રહ્યાં છે. સંતાનોમાં તેમને ત્રણ પુત્રો છે. જેમાં સૌથી નાનો પુત્ર ઈશનપુરમાં રહે છે. એક પુત્ર સાથે રહ છે.

ગત છ જાન્યુઆરી, 2021ના રોજ તે બપોરે ઘરે હાજર હતા તે સમય ઘરમાં તેમનો અન્ય એક પુત્ર અને પુત્રવધૂ પણ હતા. આ સમય આરોપી પુત્ર જીતેન્દ્ર ઘરે આવ્યો હતો અને બૂમો પાડીને કેહવા લાગ્યો હતો કે બે ભાઈઓને ઘર લઈ આપ્યા છે મને કેમ નથી આપ્યું? સાથોસાથ વ્હીલચેરને લાત મારી ગરદાપાટુંનો માર માર્યો હતો. આ સમયે ફરિયાદીનો અન્ય પુત્ર અને પુત્રવધૂ વચ્ચે પડ્યા હતા અને તેમને બચાવ્યા હતા. આ મામલે સેટેલાઈટ પોલીસે 323, 294(બી) અને 506(2) મુજબ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:January 07, 2021, 10:58 am

ટૉપ ન્યૂઝ