Home /News /madhya-gujarat /

અમદાવાદ : પૂર્વ પતિએ પરિવાર સાથે મળીને પહેલી પત્ની, પતિ અને 1 માસની બાળકીનું કર્યું અપહરણ

અમદાવાદ : પૂર્વ પતિએ પરિવાર સાથે મળીને પહેલી પત્ની, પતિ અને 1 માસની બાળકીનું કર્યું અપહરણ

ક્રાઈમ બ્રાન્ચે (crime Branch)  તપાસ કરી આરોપીઓની ધરપકડ કરી છે અને ત્રણેવને મુક્ત કરાવ્યા છે.

ક્રાઈમ બ્રાન્ચે (crime Branch)  તપાસ કરી આરોપીઓની ધરપકડ કરી છે અને ત્રણેવને મુક્ત કરાવ્યા છે.

અમદાવાદના (Ahmedabad) સરખેજ વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે અને જેમાં પોલીસે અપહરણ (kidnapped) સહિતની કલમો લગાવી ફરિયાદ દાખલ (Police complaint) કરવામા આવી છે. ફરિયાદી સુભાસભાઈએ ફરિયાદ દાખલ કરી છે કે, તેમના મોટા ભાઈ, ભાભી અને 1 માસની ભત્રીજીનું 8 જેટલા લોકોએ અપહરણ કર્યું છે. આ સાથે તેમના પરિવારને ઢોર માર પણ મારવામાં આવ્યો છે. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે (crime Branch)  તપાસ કરી આરોપીઓની ધરપકડ કરી છે અને ત્રણેવને મુક્ત કરાવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે ભોગબનનાર જગદીશભાઈએ રેખાબેન સાથે પ્રેમ લગન કર્યા છે. રેખાબેનના પ્રથમ લગન ઇડર ખાતે રહેતા મૂડીયા નામના વ્યક્તિ સાથે થયા હતા. પરંતુ રેખા બેનને જગદીશભાઈ સાથે પ્રેમ સંબંધ હોય જેને લઈ તેમને મૂડીયા સાથે છુટાછેડા લઈને જગદીશ સાથે પ્રેમ લગન કર્યા હતા.

નોંધનીય છે કે, જગદીશ ભાઈએ પણ રેખા સાથે બીજા લગન કર્યા છે. આ મામલે આરોપી મૂડીયા અને તેના પરિવારના અન્ય લોકો આમ કુલ 8 લોકો ભેગા થઈને મંગવારે જગદીશભાઈના ઘરે સરખેજ ખાતે આવી જગદીશભાઈ અને રેખાબેનને માર માર્યો હતો.

આ પણ જુઓ - 

અપશબ્દો બોલીને  પતિ, પત્ની અને બાળકી ત્રણેયનું અપહરણ કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં તમામ લોકોને પકડી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીઓ સામે 363, 365, 143, 147, 148, 149 અને 294 (બી) હેઠળ ગુનો દાખલ કર્યો છે.

આ પણ વાંચો- ઇતિહાસમાં પહેલીવાર અંબાજીનો ચાચર ચોક ભક્તો વગર સુનો, મંદિરને મિસ કરો છો તો જોઇલો ભાદરવી પૂનમની તસવીરો
Published by:Kaushal Pancholi
First published:

Tags: Husban-wife, Kidnaping, અમદાવાદ, ગુજરાત, ગુનો

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन