'વરદાન માંગુગા નહીં' ટ્વિટ કરી પૂર્વ AMC કમિશનર વિજય નહેરાએ આગમાં ઘી નાખવાનું કામ કર્યું

'વરદાન માંગુગા નહીં' ટ્વિટ કરી પૂર્વ AMC કમિશનર વિજય નહેરાએ આગમાં ઘી નાખવાનું કામ કર્યું
વિજય નહેરા (ફાઇલ તસવીર)

વિજય નહેરાએ ટ્વીટ કરી શિવમંગલ સિંહ સુમનની કવિતાની પંક્તિઓ મુકી એએમસીમાં કોરોના મુદ્દે ચાલતી આગને વધુ હવા આપી છે અને આગ ભભુકી ઉઠી છે.

 • Share this:
  અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપ કોર્પોરેશનના પૂર્વ કમિશનર વિજય નહેરાએ આગમાં ધી નાખવાનું કામ કર્યું છે. વિજય નહેરાએ ટ્વીટ કરી શિવમંગલ સિંહ સુમનની કવિતાની પંક્તિઓ મુકી એએમસીમાં કોરોના મુદ્દે ચાલતી આગને વધુ હવા આપી છે અને આગ ભભુકી ઉઠી છે.

  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ કમિશનર વિજય નહેરાએ શિવમંગલ સિંહ સુમનની કવિતાની પંક્તિઓ ટ્વિટ કરતા લખ્યું છે કે 'વરદાન માગુગા નહીં.' આ સાથે કવિતાની શબ્દો પોતાની ટ્વીટર હેન્ડલ પર મુક્યા છે. વરદાન માગુગા નહી શબ્દ લખી વિજય નહેરાએ પોતાના વિરોધીઓને વળતો જવાબ આપ્યો છે. જ્યારે ભાજપના આઇટી સેલ તેમજ ભાજપના નેતાઓ દ્વારા #Stoptargetingujarat કેમ્પઇન શરૂ કર્યું હતુ . જેમાં વિજય નહેરાને બદલી પર સ્પષ્ટતા કરવામ આવી હતી અને લખ્યું હતુ કે સત્ય અને અસત્ય શુ છે. ભાજપનાઆ ટ્વીટ પર વિવાદ થતા ભાજપે આખરે ભુલનો સ્વિકાર કરી દિલગીરી વ્યક્ત કરી માફી માંગી હતી.

  કોરોના મહામારી વચ્ચે એકાએક કમિશનર પદેથી વિજય નહેરાને દૂર કરતા અનેક તર્ક સામે આવ્યા હતા. એક સમયે સોશિયલ મિડીયાનમાં વિજય નહેરાને કમિશનર પદે પાછા લાવવા માંગ ઉઠી હતી. આ ઉપરાંત વિજય નહેરા સમર્થનમાં અનેક લોકો મેદાનમાં ઉતરી આવ્યા હતા. તો વળી કેટલાક લોકો વિજય નહેરા કમિશનર પદે દૂર કરતા હરખાયા પણ હતા. પરંતુ એએમસી સત્તાધીશો અન વિજય નહેરા વચ્ચે અણબન હોવાની વાત જગ જાહેર છે. સત્તાધીશોને એક આંખમાં રહેલા કણાની જેમ ખૂંચતા વિજય નહેરાને એકાએક સત્તા પર કાપ મુકાયો હતો. તેમની બદલી ગાંધીનગર ખાતે સચિવ તરીકે કરી નાંખી જ્યારે તેમને ખરેખર શહેરમાં જરૂર હતી.

  વિજય નહેરાએ હર હમેશા પોતાની જીદ સાથે એએમસીમાં કામ કર્યું હતુ. તેઓ જે પણ ધારે તે કરી દેતા હતા. અધિકીરીઓ પણ વિજય નહેરાને એક બાહોશ અધિકારી તરીકે ઓળખતા હતા . પરંતુ ભાજપના નેતાઓ દ્વારા વિજય નહેરા વિરુદ્ધ ખુલે આમ ટ્વિટ કર્યા હતા જેની સામે નહેરાએ ટ્વીટ કરી પોતાના વિરોધીઓને વળતો સળવળતો જવાબ આપ્યો છે . સીએમ વિજય રૂપાણીીની ગૂડ બૂકમાં હોવાછતાં તેમની સાથે થયેલા વર્તન પર તેઓ હજુ પાન અડગ છે તે આ ટ્વિટ કહી રહ્યું છે તે માનવું યોગ્ય ગણાશે. તેમણે ટ્વિટ કરી છે કે, હું કોઇથી ડરીશ નહી અને કોઇ પાસે જઇ આજીજી પણ નહી કરુ, જે બાદ ફરી એકવાર વિજય નહેરાનો અધ્યાય શરૂ થયો છે .
  Published by:News18 Gujarati
  First published:May 27, 2020, 10:06 am

  ટૉપ ન્યૂઝ