Home /News /madhya-gujarat /

અમદાવાદ: નવરાત્રિ દરમિયાન રોમિયોગીરી કરતા 12 લોકો ઝડપાયા, 890 વાહનો જપ્ત

અમદાવાદ: નવરાત્રિ દરમિયાન રોમિયોગીરી કરતા 12 લોકો ઝડપાયા, 890 વાહનો જપ્ત

તહેવાર એ ગુજરાતની ઓળખ ગણવામાં આવે છે અને તે દરમિયાન બહેન દિકરીઓની સાથે કોઈ અનઈન્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ખાસ સી-ટીમ બનાવવામા આવી છે. સમગ્ર શહેરની શી ટીમ માટે ઝોન 1 ડીસીપી પ્રવિણકુમાર મલને નોડલ ઓફિસર બનાવવામાં આવ્યા છે. જેમની આગેવાનીમાં આ શી ટીમ કાર્યરત છે. ત્યારે નવરાત્રીના 8 દિવસ દરમિયાન 67થી વધુ રોમિયોની અટકાયત કરવામાં આવી હતી હોવાની વિગતો સામે આવી છે.

બીજા નોરતે મહિલા પોલીસે લુખા તત્વોને ઝબ્બે કર્યા, ઉપરાંત 890 વાહનોને બીજા નોરતે ટો કરાયા હતા.

    અમદાવાદ: નવરાત્રિનું પાવન પર્વમાં યુવાધન હિલોળે ચઢયું છે ત્યારે ગઇકાલે બીજા નોરતે શહેરના વિવિધ વિસ્તારમાં રાસ-ગરબાની રમઝટ દરમ્યાન યુવતીઓની છેડતી કરતાં અને મોડી રાતે ઘેર પરત ફરી રહેલી યુવતીઓ સાથે રોમીયોગીરી કરતાં 12 લોકોને મહિલા પોલીસની સ્કવોડે રંગેહાથ ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.

    નવરાત્રિ દરમ્યાન રોડ પર જતી છોકરીઓની મશ્કરી કે છેડતી કરતા યુવકો સાવધાન થઇ જજો. કારણકે રોડ પર છેડતી કરતા અથવા તો અસભ્ય વર્તન કરતા યુવકોની સામે મહિલા પોલીસે લાલ આંખ કરી છે. નવરાત્રિના પ્રથમ દિવસે જ મહિલા પોલીસે રોડ પર રોમિયોગીરી કરતાં 12 લોકોને ઝડપી પાડ્યા છે. નવરાત્રિ દરમિયાન ડિકોય ટીમે કાર્યવાહી હાથ ધરી છે. ટ્રાફિક પોલીસી કાર્યવાહી દરમિયાન શખ્સો રોડ પર જતી યુવતીઓની મશ્કરી અને છેડતી કરતા હતા. જેમા મહિલા પોલીસે સાત રોમિયોને ઝડપી પાડ્યા હતા સાથે જ રિવરફ્રન્ટ પોલીસે પણ પાંચ રોમિયોને ઝડપ્યા છે. બીજા નોરતે કુલ 12 લોકોને ઝડપી પાડ્યા છે. હાલમાં મહિલા પોલીસે આ શખ્સોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

    આ ઉપરાંત અમદાવાદમાં શહેર તેમજ જિલ્લામાં હાલ ટ્રાફિકના મુદ્દે પોલીસ અને તંત્ર ગંભીર બન્યા છે. ટ્રાફિક પોલીસની નવરાત્રિમાં ટ્રાફિકની કાર્યવાહી દરમિયાન 890 વાહનો પહેલા નોરતે ટોઇંગ કરાયા હતા. જેમા ટુ વહીલર ચાલકો પાસેથી 2.66 લાખ અને ફોર વહીલ ચાલકો પાસેથી 49 હજારનો દંડ વસુલ્યો હતો. સાથે આ ઝડપાયેલા 19 લોકો સામે ફરિયાદ કરી 43 વાહનોને ડિટેઇન કરાયા છે. પોલીસની આ ઝુંબેશ થતાં હજુ ઘણા વાહનચાલકો સુધરતાં નથી જેની સામે પોલીસ વધુ કડકાઈથી કામ લઇ રહી છે.

    ઉલ્લેખનીય છે નવરાત્રિ દરમ્યાન મોડી રાતે ઘરે પરત ફરતી અથવા તો પાર્ટી પ્લોટમાં ગરબા રમતી યુવતીઓની છેડતી ન થાય તેમજ તેમની સુરક્ષા માટે મહિલા પોલીસ દ્વારા ડિકોય ટીમ અને પેટ્રોલિંગ ટીમ બનાવાઈ છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: 12 people arrested, 590 vehicles seized, During the Navratri, અમદાવાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन