નકલી પોલીસ બનીને સગીરાની છેડતી કરનાર યુવકે કબૂલ્યું, ગાંજા અને દારૂનાં નશામાં હતો


Updated: December 16, 2019, 3:19 PM IST
નકલી પોલીસ બનીને સગીરાની છેડતી કરનાર યુવકે કબૂલ્યું, ગાંજા અને દારૂનાં નશામાં હતો
આરોપીએ કબૂલાતમાં જણાવ્યું કે,  તે ગાંજો અને દારૂનાં નશામાં ચકનાચૂર થઈ જતા તેણે આ હરકત કરી હતી.

શનિવારે પણ આ જ રીતે નશામાં ચકનાચૂર થઈને તે રખડતો હતો અને માનસિક તણાવમાં અને નશામાં હોવાથી આ બંને વિદ્યાર્થી મિત્રોને ખખડાવી પૈસા પડાવવા માટે સગીરા સાથે આ હરકત કરી હતી.

  • Share this:
અમદાવાદ : નિકોલ વિસ્તારમાં વિદ્યાર્થી મિત્ર સાથે બગીચામાં બેઠેલી વિદ્યાર્થિનીનું અપહરણ કરી છેડતી કરનાર નકલી પોલીસ બનનાર યુવક આખરે અસલી પોલીસનાં હાથે ઝડપાઇ ગયો છે. આરોપીએ કબૂલાતમાં જણાવ્યું કે,  તે ગાંજો અને દારૂનાં નશામાં ચકનાચૂર થઈ જતા તેણે આ હરકત કરી હતી.

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલા સિદ્ધિ વિનાયક કોમ્પ્લેક્ષમાં આવેલા હોસ્પિટલના ઉપરના માળે એક સગીરાને લઈને એક શખ્સ આવ્યો હતો. તે ઉપરનાં માળે લઈ જઈને છેડતી કરી હતી. આ ફરિયાદ નિકોલ પોલીસસ્ટેશનમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

સગીરા પોલીસનું નામ સાંભળીને ગભરાઇ ગઇ હતી

સગીરાનાં આક્ષેપ મુજબ એક બગીચામાં તે તેના વિદ્યાર્થી મિત્ર સાથે બેઠી હતી. ત્યારે આ આરોપી તેમની પાસે આવ્યો હતો.  બંન્ને કેમ અહીં બેસીને ચેનચાળા કરે છે તેમ ધમકાવી વિદ્યાર્થીને મારીને કાઢી મુક્યો હતો. જે બાદમાં સગીરાને પોલીસની ઓળખ આપી પોલીસ સ્ટેશન જવુ પડશે તેમ કહી તેનું અપહરણ કર્યું હતું. જે બાદ તેને આ કોમ્પ્લેક્સમાં લાવી છેડતી કરી હતી. આ ઘટના સિસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી. ફુટેજમાં જોતા સગીરા સામેથી જતી હોય તેમ લાગે છે પણ હકીકતમાં પોલીસ નામ સાંભળીને તે ગભરાઈ ગઈ અને આરોપીને પોલીસ સમજી તેની સાથે ગઈ હોવાનું નિકોલ પોલીસ સ્ટેશનનાં પીઆઇ હિતેશ સિંહ ઝાલાએ જણાવ્યું છે.

આ પણ વાંચો : અમદાવાદમાં નકલી પોલીસ બની સગીરાની છેડતી કરનાર યુવક ઝડપાયો

આરોપી પત્ની અને બાળકો સાથે રહેતો હતો પોલીસ તપાસમાં એવું સામે આવ્યું છે કે, આરોપી કોઈ કામધંધો કરતો નથી. તે તેની પત્ની અને નાના બાળક સાથે રહેતો હતો. તે છેલ્લા કેટલાય સમયથી ગાંજા અને દારૂનાં નશાનાં રવાળે ચઢી ગયો હતો. શનિવારે પણ આ જ રીતે નશામાં ચકનાચૂર થઈને તે રખડતો હતો અને માનસિક તણાવમાં અને નશામાં હોવાથી આ બંને વિદ્યાર્થી મિત્રોને ખખડાવી પૈસા પડાવવા માટે સગીરા સાથે આ હરકત કરી હતી. હાલ તો આરોપીને પકડી પોલીસે રિમાન્ડ પર મેળવી તપાસ હાથ ધરી છે કે અગાઉ આવા કોઈ બનાવને અંજામ આપ્યો છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે.

આ પણ વાંચો : અમદાવાદમાં વૃદ્ધા ચગદાયાં : બમ્પ ન હોવાથી અને રસ્તા વચ્ચે ટાવર હોવાથી અકસ્માત થયાનો સ્થાનિકોનો આક્ષેપ

 
First published: December 16, 2019
વધુ વાંચો
अगली ख़बर