DRIએ કુલ રૂ.1.62 કરોડનું 5.2 કિલો સોનું જપ્ત કર્યું, ગોલ્ડ-સ્મગલિંગનો પર્દાફાશ

News18 Gujarati
Updated: April 3, 2018, 1:56 PM IST
DRIએ કુલ રૂ.1.62 કરોડનું 5.2 કિલો સોનું જપ્ત કર્યું, ગોલ્ડ-સ્મગલિંગનો પર્દાફાશ
DRIએ અમદાવાદ, મુંબઈ, દિલ્હી, બેંગલોર એરપોર્ટ પરથી રૂ.1.62 કરોડનું સોનું ઝડપ્યું.

  • Share this:
અમદાવાદઃ DRIએ ગોલ્ડ સ્મગલિંગનો પર્દાફાશ કર્યો છે. DRIએ અમદાવાદ, દિલ્હી, બેંગલુરુ, મુંબઈ એરપોર્ટ પરથી કુલ 5.2 કિલો સોનું પકડી પાડ્યું છે, જેની બજાર રૂ.1.62 કરોડ થાય છે.

મળતી વધુ વિગત મુજબ,અમદાવાદની DRIએ મળેલી બાતમીને આધારે અમદાવાદ એરપોર્ટ પર વોચ ગોઠવી રાખી હતી. DRIએ અમદાવાદ  એરપોર્ટ બહાર દુબઈથી આવેલા શખસની તપાસ કરતાં એની પાસેથી આશરે 1 કિલો સોનું મળી આવ્યું. સોનું કાચી ચેઇન-બંગળીના રૂપમાં હતું.

બીજી બાજુ, અમદાવાદની DRIપાસેથી મળેલી બાતમીને આધારે મુંબઈ એરપોર્ટ પરથી ત્રણ વ્યક્તિ પાસેથી આશરે 3.15 કિલો સોનું પકડી પાડવામાં આવ્યું હતું. પકડાયેલી ત્રણ વ્યક્તિ પૈકી એક પાસેથી 1.2 કિલો સોનું નાગાલેન્ડથી આવેલી હતી. બીજી વ્યક્તિ પાસેથી 1.2 કિલો સોનું મળ્યું હતું, જે દિલ્હીથી  આવી હતી. ત્રીજી વ્યક્તિ પાસેથી 750 ગ્રામ સોનું પકડાયું હતું. સોનું ઇલેટ્રોનિક્સ સાધનોના રૂપમાં લવાઈ રહ્યું હતું. પકડાયેલી વ્યક્તિ ખોટા નામે અને ખોટા ID સાથે પ્રવાસ કરી રહી હતી. બેંગલોર એરપોર્ટ પરથી

બેંગલુરુ એરપોર્ટ પરથી ઝડપાયેલી વ્યક્તિ પાસેથી 1.10 કિલો સોનું મળ્યું હતું, જે જીન્સની બોટમમાં અને રબ્બરમાં છુપાવીને લાવવામાં આવ્યું હતું.DRIએ અમદાવાદ, મુંબઈ, દિલ્હી અને બેગલુરુમાંથી કુલ 5.2 કિલો સોનું ઝડપી પાડ્યું હતું, જેની બજાર કિંમત આશરે રૂ.1.62 કરોડ થાય છે. સોના સાથે ઝડપાયેલા તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે અને વધુ તપાસ કરાશે.

Navin Jha
First published: April 2, 2018
વધુ વાંચો
अगली ख़बर