અમદાવાદ : વિવાદિત DPS ઇસ્ટ સ્કૂલની માન્યતા રદ, 50 લાખનો ફટકારાયો દંડ


Updated: October 10, 2020, 11:05 AM IST
અમદાવાદ : વિવાદિત DPS ઇસ્ટ સ્કૂલની માન્યતા રદ, 50 લાખનો ફટકારાયો દંડ

  • Share this:
અમદાવાદ : નિત્યાનંદ આશ્રમ માટે જમીન ફાળવવાની ઘટના બાદ વિવાદમાં રહેલી DPS ઇસ્ટ સ્કૂલની માન્યતા આખરે રદ કરી દેવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ, સ્કૂલ સંચાલકોને સાંભળી તેમના દસ્તાવેજોની ચકાસણી કરાયા બાદ કાર્યવાહી કરાઈ છે. આગામી એપ્રિલ 2021થી DPS ઈસ્ટ સ્કૂલ બંધ થશે. આ ઉપરાંત અમાન્ય વર્ગો ચલાવવા બદલ સ્કૂલને  50 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો.

આખરે નિત્યાનંદ આશ્રમની તપાસથી શરૂ થયેલી કાર્યવાહીને અંતે DPS ઈસ્ટ સ્કૂલ NOC વગર જ ચાલતી હોવાનું સ્પષ્ટ થયું હતું. સ્કુલ દ્વારા જે તે સમયે સરકારની NOC લીધા વગર જ સ્કૂલ શરૂ કરી દેવામાં આવી હતી અને બોગસ NOC બનાવી CBSCમાં રજુ કરી માન્યતા મેળવી લીધી હતી. જે મુદ્દે પોલીસ ફરિયાદ પણ થઈ હતી. બીયું પરમિશન અને જમીનના અપૂરતા દસ્તાવેજોના અભાવે આખરે CBSE એ ધોરણ 9થી 12ની એફિલેશન કેન્સલ કરી માન્યતા રદ કરી હતી. ત્યારબાદ પ્રાથમિક શિક્ષણ વિભાગે પણ સ્કૂલની માન્યતા રદ કરી હતી.

ત્યારબાદ સ્કૂલ દ્વારા હાઈકોર્ટમાં પિટિશન કરવામા આવી હતી. જેમાં હાઇકોર્ટે માન્યતા રદ કરવાનો આદેશ કર્યો હતો.  રાજ્ય સરકારને ન્યાયિક પ્રક્રિયા કરવા જણાવ્યું હતું. આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગના અધિકારીઓ એ જણાવ્યું હતું કે, ગત ડિસેમ્બરમાં શિક્ષણ વિભાગ દ્વારા જ માન્યતા રદ કરાઈ હતી. માન્યતા રદ કરવા પાછળનું અવલોકન એ હતું કે, વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં લેવાઈ છે. ખાસ કરીને આશ્રમમાં જે 24 બાળકો હતા તેમને કોઇ  જાણકારી વગર એડમીશન આપવામાં આવ્યા હતા. તેમાં અન્ય બાળકોની સલામતીનો પ્રશ્ન ઉભો થયો હતો. તે મુદ્દો જ મહત્વનો બન્યો હતો.

આ પણ જુઓ - હાલ સ્કૂલની માન્યતા રદ કરવામાં આવી છે પરંતુ વિદ્યાર્થીઓના અભ્યાસને ધ્યાને લઇ એપ્રિલ 2021 સુધી સ્કૂલ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.  આ ઉપરાંત 2008થી 2011 સુધી માન્યતા વગર જ સ્કૂલ ચલાવવામાં આવી તેને લઈ પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા 50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જે શાળાના સંચાલકોએ 2 મહીનામાં ભરવાનો રહેશે. મહત્વનું છે કે, DPS સ્કૂલ હવે ફરી માન્યતા મેળવવા માગતી હોય તો તમામ દસ્તાવેજો સાથે ફાઇલ શિક્ષણ વિભાગમાં રજૂ કરવાની રહેશે.આ પણ વાંચો - ગુજરાતની 8 વિધાન સભાની પેટા ચૂંટણીના પ્રચાર માટે જાહેર કરાઇ માર્ગદર્શિકા
Published by: Kaushal Pancholi
First published: October 10, 2020, 11:02 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading