અમદાવાદ: ડોમિનોઝ પીઝાના ડિલિવરી બોયની 'ગંદી' હરકત કેમેરામાં કેદ, વીડિયો વાયરલ

અમદાવાદ: ડોમિનોઝ પીઝાના ડિલિવરી બોયની 'ગંદી' હરકત કેમેરામાં કેદ, વીડિયો વાયરલ
'ગંદુ' કામ કરતો કેદ થયેલો પીઝા ડિલિવરી બોય.

Domino's Pizza delivery boy: પીઝા ડિલિવરી બોય એપાર્ટમેન્ટની લિફ્ટમાં લઘુશંકા કરતો કેમેરામાં કેદ થઈ ગયો છે.

  • Share this:
અમદાવાદ: હાલ કોરોના સમયમાં લોકો બહાર જમવા જવાનું ટાળી રહ્યા છે. આ જ કારણ છે હોમ ડિલિવરી (Home delivery)નું ચલણ ખૂબ વધ્યું છે. આ દરમિયાન અમદાવાદ શહેરમાંથી પીઝા ડિલિવરી બોય (Pizza delivery boy)ની એક ગંદી હરકત સીસીટીવી કેમેરા (CCTV camera)માં કેદ થઈ ગઈ છે. ડિલિવરી બોય પીઝાની ડિલિરવી માટે પહોંચ્યો હતો. આ દરમિયાન તે એપાર્ટમેન્ટની લિફ્ટમાં લઘુશંકા કરતો કેમેરામાં કેદ થઈ ગયો છે.

આ ડિલિવરી બોય ડોમિનોઝ પીઝાની ડિલિવરી માટે આવ્યો છે. હાલ કોરોના કાળમાં હોમ ડિલિવરી કરતી રેસ્ટોરન્ટ અને આવી સેવા આપતી અન્ય કંપનીઓ હાઇજીન મામલે સતત લોકોને ખાતરી આપી રહી છે. આ દરમિયાન ડોમિનોઝ પીઝાના ડિલિવરી બોયનો જે વીડિયા સામે આવ્યો છે તે ખરેખર લાલબત્તી સમાન છે. ડિલિવરી બોયની આવી હરકતને કારણે એપાર્ટમેન્ટના લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. આ મામલે ડોમિનોઝને પણ રજુઆત કરવામાં આવી હતી. જોકે, તેણે પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખ્યા છે.હાલ કોરોના કાળમાં ડોમિનોઝ તરફથી ઝીરો કોન્ટેક્ટ ડિલિવરી અનુસરવામાં આવી રહી છે ત્યારે જ તેમનો ડિલિવરી બોય લિફ્ટમાં લઘુશંકા કરીને આવા હાથે પીઝા ડિલિવર કરી રહ્યો છે! હાલ આ મામલે 2.10 મિનિટનો વીડિયો ખૂબ વાયરલ થયો છે. ડિલિવરી કરવા આવેલા વ્યક્તિનું નામ દીપક હોવાનું જાણવા મળ્યું છે. ડિલિવરી કરવા આવ્યો ત્યારે તેણી ડોમિનોઝ પીઝા લખેલું હેલ્મેટ  પણ પહેર્યું હોય છે.

મળતી માહિતી પ્રમાણે મોટેરાના 4ડી સ્ક્વેર મૉલ ખાતે આવેલા ડોમિનોઝનો ડિલિવરી બોય ચાંદખેડાના વૃંદાવન પર્લ ખાતે પીઝાની ડિલિવરી કરવા માટે આવ્યો હતો. આ દરમિયાન ડિલિવરી બોય લિફ્ટમાં સવાર થઈને પીઝા આપવા માટે આવે છે. પીઝાની ડિલિવરી પ્રથમ માળ પર કરવાની હોવા છતાં તે લિફ્ટનો ઉપયોગ કરે છે. તેના હાથમાં પીઝાનું પાર્સલ જોવા મળી રહ્યું છે. આ દરમિયાન ડિલિવરી આપતા પહેલા તે લિફ્ટમાં જ પેશાબ કરે છે. જે બાદમાં પીઝાની ડિલિવરી કરીને રવાના થાય છે.

આ મામલે જ્યારે ડોમિનોઝ પીઝાનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે એવો જવાબ આપ્યો હતો કે કર્મચારીના આવા વ્યવહાર માટે તેઓ જવાબદાર નથી! ડોમિનોઝના આવા જવાબ બાદ લોકો રોષે ભરાયા હતા. ઉલ્લેખનીય છે કે આ પહેલા એવા અનેક વીડિયો સામે આવી ચૂક્યા છે જ્યાં વિવિધ ફૂડ ડિલિવરી કરતી કંપનીઓના ડિલિવરી બોય પાર્સલ ખોલીને તેમાંથી ભોજન ખાઈ રહ્યા હોય. જે બાદમાં પાર્સલ ફરીથી પેક કરીને ફૂડની ડિલિવરી કરતા હોય.
Published by:Vinod Zankhaliya
First published:January 11, 2021, 12:18 pm

ટૉપ ન્યૂઝ