Home /News /madhya-gujarat /

અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી! પાર્કિંગમાં વિમાન અને કાર થોડા માટે અથડાતા રહી ગયા

અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી! પાર્કિંગમાં વિમાન અને કાર થોડા માટે અથડાતા રહી ગયા

પ્રતીકાત્મક તસવીર

Ahmedabad News: કોઇ ફલાઇટ લેન્ડ થયા બાદ એટીસીથી ટાવરથી પાર્કિંગ તરફ ટર્ન મારતી હોય ત્યારે જો ગુજસેલના વ્હીકલ ગેટ તરફથી કાર આવતી હોય તેમને ફરજિયાત ઉભા રહેવું પડે છે

    અમદાવાદ: શહેરના સરદાર વલ્લભભાઇ પટેલ (Ahmedabad Airport ) ડોમેસ્ટિક એરપોર્ટના પાર્કિંગમાં (Domestic airport parking) વિમાન અને કાર (Airplane car accident) વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા રહી ગયો છે. કિશનગઢથી આવેલું વિમાન પાર્કિંગ બે તરફ જઇ રહ્યું હતું ત્યારે એપ્રોનમાં ફરતી એક કાર સામે આવી ગઇ હતી. પરંતુ બે વચ્ચે થોડું અંતર હતુ જેના કારણે આ અકસ્માત સર્જાયો નહીં અને મોટું નુકસાન અને જાનહાની ટળી હતી. એક ગુજરાતી સમાચાર પત્રના અહેવાલ પ્રમાણે, આ ફલાઇટના પાયલોટે એટીસીને રિપોર્ટ પણ કર્યો ન હતો.

    કાર રોડ ક્રોસ કરી રહી હતી

    ગુજરાતી સમાચાર પત્રના અહેવાલ પ્રમાણે વાત કરીએ તો તેમને આ માહિતી વિશ્વસનીય સૂત્રો પાસેથી મળી છે. તેમના જણાવ્યા પ્રમાણે, સ્ટાર એરની કિશનગઢથી અમદાવાદ આવતી ફલાઇટ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયા બાદ રાતે પાર્કિંગ બે તરફ જઇ રહી હતી. ત્યારે એપ્રોનમાં ફરતી એક કાર અચાનક ગુજસેલથી આવી વિમાનની નજીકથી પસાર થઇ રોડ ક્રોસ કરી લીધો હતો. જો આ કાર વિમાનથી થોડી વધારે નજીક હોત તો વિમાનના આગળના ભાગે કાર અથડાઇ શકતી હતી. જેથી એરક્રાફટને મોટું નુકશાન થઇ શકત અને જાનહાની પણ થઇ શકી હોત.

    આ પણ વાંચો - હવે બહાર નીકળો તો N95 માસ્ક પહેરવું જરૂરી, સાદું કપડાંનું માસ્ક નહિ ચાલે: સિવિલ સુપ્રિટેન્ડેન્ટ

    સામાન્ય રીતે નિયમ પ્રમાણે, કોઇ ફલાઇટ લેન્ડ થયા બાદ એટીસીથી ટાવરથી પાર્કિંગ તરફ ટર્ન મારતી હોય ત્યારે જો ગુજસેલના વ્હીકલ ગેટ તરફથી કાર આવતી હોય તેમને ફરજિયાત ઉભા રહેવું પડે છે. પરંતુ આ કેસમાં આવું બન્યું ન હતુ.

    આ પણ વાંચો - Gujarat Corona Cases: રાજ્યમાં આજે પણ Coronaના 6000થી વધુ કેસ, અમદાવાદ-સુરત ટોપ પર

    મુંબઇ એરપોર્ટમાં પણ મોટી દુર્ઘટના ટળી

    ગત સોમવારે જ મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી હતી. અહીં મુસાફરોથી ભરેલી ફ્લાઇટને પુશબેક આપતા વાહનમાં (ટ્રેક્ટર) અચાનક આગ ફાટી નીકળી હતી. અકસ્માત V26R સ્ટેન્ડ પર થયો હતો. આ વાહન મુંબઈથી જામનગરની ફ્લાઈટને પુશબેક આપવાનું હતું. આ અંગે જણાવવામાં આવી રહ્યું છે કે, એર ઈન્ડિયાની ફ્લાઈટ AIC-647 મુંબઈ જામનગરને પુશબેક કરતા વાહનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. તે સમયે વિમાનમાં 85 લોકો સવાર હતા. અકસ્માત સમયે એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, એરપોર્ટ પ્રશાસને તત્પરતા દાખવીને આગને ઝડપથી કાબુમાં લીધી હતી. આ દરમિયાન ફ્લાઈટને કોઈ નુકસાન થયું નથી. વિમાને 12.04 વાગ્યે ઉડાન ભરી હતી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: અકસ્માત, અમદાવાદ, અમદાવાદ એરપોર્ટ, ગુજરાત

    આગામી સમાચાર