Home /News /madhya-gujarat /

અમદાવાદના આ ડોક્ટરને નામે થયો દર્દીના શરીરમાંથી 47 કિલોની સૌથી મોટી ગાંઠ કાઢવાનો રેકોર્ડ

અમદાવાદના આ ડોક્ટરને નામે થયો દર્દીના શરીરમાંથી 47 કિલોની સૌથી મોટી ગાંઠ કાઢવાનો રેકોર્ડ

ગેસ્ટ્રોએન્ટોરોલોજિસ્ટ ડૉ. ચિરાગ દેસાઈ

Ahmedabad News : આઠ ડૉક્ટરની ટીમે 56 વર્ષની મહિલાના શરીરમાંથી 47 કિલોગ્રામની ગાંઠ દૂર કરી હતી

અમદાવાદ: આમ તો અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ રેકોર્ડ નોંધાતા હોય છે. પણ દર્દીના શરીરમાંથી સૌથી વધુ વજન ધરાવતી ગાંઠ (biggest tumor in body) દૂર કરવાનો રેકોર્ડ (India record) અમદાવાદના આ ડોક્ટર્સની ટીમના નામે નોંધાયો છે. આઠ ડોક્ટરની ટીમે 56 વર્ષની મહિલાના શરીરમાંથી 47 કિલોગ્રામની ગાંઠ દૂર કરી હતી.આ ભારતમાં અત્યાર સુધી સફળતાપૂર્વક દૂર કરવામાં આવેલી અંડાશયની બહાર રહેલી સૌથી મોટી ગાંઠ છે.

દર્દીના શરીરમાંથી ગાંઠ ઉપરાંત  આશરે 7 કિલોગ્રામનું વજન ધરાવતી પેટની દીવાલની પેશીઓ અને વધારાની ત્વચા પણ દૂર કરાઈ હતી. અમદાવાદના ગેસ્ટ્રોએન્ટોરોલોજિસ્ટ ડૉ. ચિરાગ દેસાઈ અને તેમની ટીમે ભારતમાં સૌથી વધુ વજન ધરાવતી ગાંઠ દૂર કરવાની સર્જરીનો રેકોર્ડ કર્યો છે. આ સર્જરીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્ઝમાં સ્થાન મેળવ્યું છે.

ડો.ચિરાગ અપોલો હોસ્પિટલ્સ, અમદાવાદના ચીફ સર્જિકલ ગેસ્ટ્રોએન્ટોરોલોજિસ્ટ છે. તેમની ટીમે 56 વર્ષની મહિલાના શરીરમાં 47 કિલોગ્રામની ગાંઠ દૂર કરીને તેમને નવજીવન આપ્યું હતું. દેવગઢ બારિયાના રહેવાસી આ મહિલા 18 વર્ષથી આ ગાંઠ ધરાવતી હતી. ઓન્કો-સર્જન ડૉ. નીતિન સિંધલ, એનેસ્થેટિસ્ટ ડૉ. અંકિત ચૌહાણ, જનરલ સર્જન ડૉ. સ્વાતિ ઉપાધ્યાય અને ગંભીર સારવારના નિષ્ણાત ડૉ. જય કોઠારી આમ ચાર સર્જન સહિત આઠ ડૉક્ટરની ટીમે 27 જાન્યુઆરીના રોજ સર્જરી દરમિયાન ગાંઠ ઉપરાંત આશરે 7 કિલોગ્રામ વજન ધરાવતી પેટના દિવાલની પેશીઓ અને વધારાની ત્વચા પણ દૂર કરી હતી.

આ પણ વાંચો - ભાઈ સાથે ઝઘડો અને બેકારીના કારણે યુવકે શરૂ કર્યો ડ્રગ્સનો ધંધો, અમદાવાદ પોલીસે આ રીતે ઝડપી પાડ્યો

સર્જરી પછી મહિલાનું વજન ઘટીને 49 કિલોગ્રામ થયું હતું. તેઓ ટટ્ટાર ઊભા રહી શકતા ન હોવાથી સર્જરી અગાઉ તેમનું વજન માપી શકાયું નહોતું. સર્જરી પછી ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડ્ઝમાં દાવો કરવામાં આવ્યો હતો. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્ઝની ટીમે એની વિસ્તૃત ચકાસણી કર્યા પછી અંતિમ મંજૂરી આપી છે.

ડૉકટરએ જણાવ્યું હતું કે, આ અતિ જોખમકારક સર્જરી હતી, કારણ કે, મહિલાના શરીરના આંતરિક અંગો, જેમ કે યકૃત, હૃદય, ફેંફસા, કિડની અને ગર્ભાશય ખસી ગયા હતા. પેટમાં ગાંઠથી ઊભા થયેલા દબાણથી આવું થયું હતું. સીટી સ્કેન કરવું પણ મુશ્કેલરૂપ હતું, કારણ કે ગાંઠનું કદ સીટી સ્કેનના મશીનના ગેન્ટ્રી કે આધાર માટે અવરોધરૂપ હતું. તમામ અવરોધો હોવા છતાં અમે જટિલ સર્જરી હાથ ધરી શક્યાં છીએ અને દર્દીને નવું જીવન આપી શક્યાં છીએ.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ગુજરાત, રેકોર્ડ

આગામી સમાચાર