Home /News /madhya-gujarat /

આવ્યા હતા મસાનું ઓપરેશન કરાવવા, ડોક્ટરની બેદરકારીથી થયું મોત

આવ્યા હતા મસાનું ઓપરેશન કરાવવા, ડોક્ટરની બેદરકારીથી થયું મોત

જીવરાજપાર્ક પાસે આવેલી આનંદી હોસ્પિટલના ડોક્ટર અજય ગઢવી વિરૂદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધવામાં આવી છે. મસાનું ઓપરેશન કરાવવા બપોરે ગયેલા દર્દીનું રાત્રે કમ્પાઉન્ડર દ્વારા ઈન્જેક્શન અપાતા ગણતરીની મિનીટોમાં મૃત્યુ થતા પરીવારજનો રોષે ભરાયા હતા.

જીવરાજપાર્ક પાસે આવેલી આનંદી હોસ્પિટલના ડોક્ટર અજય ગઢવી વિરૂદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધવામાં આવી છે. મસાનું ઓપરેશન કરાવવા બપોરે ગયેલા દર્દીનું રાત્રે કમ્પાઉન્ડર દ્વારા ઈન્જેક્શન અપાતા ગણતરીની મિનીટોમાં મૃત્યુ થતા પરીવારજનો રોષે ભરાયા હતા.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
અમદાવાદ# જીવરાજપાર્ક પાસે આવેલી આનંદી હોસ્પિટલના ડોક્ટર અજય ગઢવી વિરૂદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધવામાં આવી છે. મસાનું ઓપરેશન કરાવવા બપોરે ગયેલા દર્દીનું રાત્રે કમ્પાઉન્ડર દ્વારા ઈન્જેક્શન અપાતા ગણતરીની મિનીટોમાં મૃત્યુ થતા પરીવારજનો રોષે ભરાયા હતા. ડોક્ટરે પરીજનોને માર માર્યો હોવાનો આક્ષેપ પરીવારજનોએ કર્યો હતો. જ્યારે ડોક્ટર અજય ગઢવી હોસ્પિટલને તાળા મારી ફરાર થઈ ગયા હતા.

18 માર્ચે અરવિંદ પટેલ નામના દર્દી મસાનું ઓપરેશન કરાવવા આનંદી હોસ્પિટલમાં દાખલ થયા હતા. ઓપરેશન બાદ સ્વસ્થ દર્દીને કમ્પાઉન્ડર દ્વારા અપાયેલા ઈન્જેક્શનનું રીએક્શન આવતા ગણતરીની મિનીટોમાં મૃત્યુ પામેલા દર્દીના પરીવાર સાથે હાથ ચાલાકી થતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પરીવારજનોએ ડોક્ટરની બેદરકારી પાછળ કમ્પાઉન્ડર દ્વારા અપાયેલા અયોગ્ય ઈન્જેક્શનને જવાબદાર ગણાવ્યું હતુ.

જોકે, સ્થળ પર જતા હોસ્પિટલને તાળા વાગી ગયા હતા. વેજલપુર પોલીસ સ્ટેશનથી રફુચક્કર થવાની પેરવી કરી રહેલા ડોક્ટરને પોલીસ સ્ટેશન નજીકના ત્રણ રસ્તા પર દર્દીના પરીવારજનોએ માર મારતા ડોક્ટરને વી.એસ. હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતુ. સામે ફરીયાદ કરવાની કેફીયત આપતા ડોક્ટર પર પોલીસ સ્ટેશનમાંથી રફુચક્કર થઈ ગયા હતા. તેમણે સામે મારામારીની કોઈ ફરીયાદ ના નોંધાવતા શંકાની સોય ડોક્ટર સામે તકાઈ રહી છે.

નવાઈ ની વાત તો એ છે કે, વી.એસ. હોસ્પિટલ ખાતે ડોક્ટરની મુલાકાતે ગયેલા અમરા સંવાદદાતા સમક્ષ ઈન્જેક્શનનું રીએક્શન આવવાને ડોક્ટર અજય ગઢવીએ સાહજીક ગણાવ્યું હતુ. એટલું જ નહીં ડોક્ટર દ્વારા કે ટ્રેઈની સ્ટાફ કરતા કમ્પાઉન્ડર દ્વારા ઈન્જેક્શન આપવાને પણ તેમને સામાન્ય ગણાવ્યું હતુ.
First published:

Tags: અમદાવાદ, ઓપરેશન, ડોક્ટર, દર્દી, પોલીસ`, ફરિયાદ, મસા, મોત, રોષ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन